જલ્સા કરોને જેંતીલાલ

રેલ્વેનો અનોખો પ્રયાસ, હવે પ્લાસ્ટીકની વેસ્ટ બોટલોમાંથી બનાવશે ટી-શર્ટ અને ટોપી, શું તમે પહેરશો પ્લાસ્ટિકના ટી-શર્ટ અને ટોપી ?

આપણે અવારનવાર ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ છીએ અને ત્યાં સ્ટેશન પર કે પછી ટ્રેનમાં ઘણી જગ્યાએ પ્લાસ્ટિકની પાણીની બોટલોને ગમે ત્યાં પડેલી જોઈએ છીએ. થર્ડ એસીથી માંડીને ફર્સ્ટ એસીમાં રેલ્વે પોતે જ પ્લાસ્ટિકની બોટલમાં ફ્રીમાં પાણી આપે છે અને ત્યાં પણ આવી ખાલી બોટલો તમને જોવા મળતી જ હશે.

પણ હવે જ્યારે તમે ટ્રેનમાં મુસાફરી કરો અને તમને જો ત્યાં એક પણ પ્લાસ્ટિકની બોટલ જોવા ન મળે તો આશ્ચર્ય ન પામતા. કારણ કે રેલ્વે વિભાગે એક નવો જ પ્રયોગ હાથ ધર્યો છે જેમાં તેઓ આ વેસ્ટ પ્લાસ્ટિકની બોટલમાંથી ટી-શર્ટ્સ અને ટોપીઓ બનાવી રહ્યા છે. તેના માટે બોટલોને ભેગી કરવા માટે એક નવીન ઉપાય શોધવામાં આવ્યો છે. જે પણ વ્યક્તિ પછી તે મુસાફર હોય કે પછી મુલાકાતી હોય ટુંકમાં ગમે તે વ્યક્તિ જો રેલ્વે વિભાગની નિશ્ચિત જગ્યા પર પાણીની ખાલી પ્લાસ્ટિકની બોટલો પહોંચાડશે તો તેને દર બોટલે રૂ.5 આપવામાં આવશે.


આ માટે પૂર્વ મધ્ય રેલ્વે સ્ટેશનના ચાર મોટા સ્ટેશન પટના જંક્શન, પટના સાહિબ, રાજેન્દ્ર નગર અને દાનાપુર સ્ટેશન પર બોટલો કલેક્ટ કરવા માટે એક રિવર્સ વેન્ડીંગ મશીન મુકવામાં આવી છે. જેમાં પાણીની બોટલોને ક્રશ કરીને તેમાંથી ટી-શર્ટ અને ટોપી બનાવવામાં આવી રહ્યા છે. સામાન્ય રીતે વેન્ડીંગ મશીન કંઈક આ રીતે કામ કરતું હોય છે કે તેમાં તમે પૈસા નાખો અને તેમાં ઉપલબ્ધ વસ્તુ તમને તેના ભાવ પ્રમાણે તેના બદલામાં મળે. પણ આ વેન્ડીંગ મશીન તમારી પાસેથી બોટલ લે છે અને તમને તેના બદલામાં રૂપિયા આપે છે.


પ્લાસ્ટીક ક્રશર મશીનમાંથી બનાવવામાં આવતી ટી-શર્ટ તમે કોઈ પણ સીઝનમાં પહેરી શકશો. આ માટે રેલ્વેએ મુંબઈની એક કંપની સાથે કરાર કર્યો છે. થોડા જ સમયમાં આ પ્લાસ્ટિકની બોટલમાંથી બનેલા ટી-શર્ટ અને ટોપી તમને બજારમાં મળશે.


આ પ્લાસ્ટિક ક્રશર કંઈક આ રીતે કામ કરે છે. સૌ પ્રથમ તો તમારે તમારો મોબાઈલ નંબર મશીનમાં નાખવાનો હોય છે ત્યાર બાદ તેમાં બોટલ નાખવાની હોય છે ત્યાર બાદ ક્રશર પ્લાસ્ટિકને ક્રશ કરી નાખે છે. પ્લાસ્ટિકની બોટલ ક્રશ થઈ ગયા બાદ તેને લિક્વિડમાં ફેરવી દેવામાં આવે છે અને ત્યાર બાદ તેમાંથી ટી-શર્ટ અને ટોપી બનાવવામાં છે અને તેમાંથી તમે પેન્ટ પણ બનાવી શકો છો.


જો કે કેટલાક પ્લાસ્ટિક ક્રશર એવા હોય છે જેમાં પ્લાસ્ટિકને ક્રશ કર્યા બાદ તેમાંથી પ્લાસ્ટિકના નાના-નાના દાણા બનાવીને તેને બારીક રેશામાં ફેરવે છે અને તે રેશામાંથી કાપડને વણીને ટી-શર્ટ બનાવવામાં આવે છે.

થોડા દિવસ પહેલાં જ જારખંડમાં આ પ્રકારના ટી-શર્ટનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું જેને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યું હતું. રેલ્વેના આ પ્રયાસથી રેલ્વે સ્ટેશન, તેના પાટાઓ તેમજ ગાડીઓમાં પ્લાસ્ટિકની બોટલો રખડતી જોવા નહીં મળે.

એક અહેવાલ પ્રમાણે દર વ્યક્તિએ પ્રતિ દિવસ 7-8 કી.ગ્રામ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે. જે ખરેખર પર્યાવરણ માટે એક ચિંતાજનક બાબત છે. પ્લાસ્ટિકની બોટલને પાણી પીધા બાદ સામાન્ય રીતે ક્રશ કરીને કચરમાં ફેંકવાની હોય છે પણ અજ્ઞાનતાના અભાવે લોકો બોટલને તેમને તેમ જ ગમે ત્યાં ફેંકી દે છે.


દરેક બોટલ પર પાંચ રૂપિયાનું વાઉચર આપવામાં આવશે

જે યાત્રિઓ આ મશીનમાં ખાલી બોટલ જમા કરાવશે તેને દરેક બોટલે રૂપિયા પાંચનું વાઉચર આપવામાં આવશે, જે રેલ્વેની એજેન્સી બાયોક્રશ તરફથી આપવામાં આવશે. આ વાઉચરનો ઉપયોગ તમે કેટલીક નક્કી કરેલી દુકાનો અને મોલમાં સામાન ખરીદવા માટે કરી શકશો.


યાત્રીઓએ જે જે સ્ટેશન પર આ ક્રશર મશીન આવ્યા હોય તેમાં આ બોટલને નાખવાની હોય છે અને સાથે સાથે પોતાનો મોબાઈલ નંબર પણ નાખવાનો હોય છે. ત્યાર બાદ બોટલ નાખ્યા બાદ બોટલ ક્રશ થઈ ગયા બાદ તમારા મોબાઈલ પર થેંક્યુનો મેસેજ અને રકમનું વાઉચર તમારા આપવામાં આવશે.


એક ટી-શર્ટ બનાવવા માટે લગભગ 14-15 પ્લાસ્ટિક બોટલની જરૂર પડે છે, જ્યારે એક ટોપી બનાવવા માટે 4થી 5 પ્લાસ્ટિકની બોટલની જરૂર પડે છે. શું તમે પણ રેલ્વેની આ પહેલને પ્રોત્સાહન આપશો. શું તમે પહેરશો પ્લાસ્ટિકના ટી-શર્ટ અને ટોપી ? પહેરવું ના પહેરવું એ તમારી અંગત પસંદની વાત છે પણ આપણે કમસેકમ આ બોટલ્સને તો પ્લાસ્ટિક ક્રશરમાં નાખી જ શકીએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version