રાહુલ ગાંધીની સલાહથી નિર્ભયાનો ભાઈ પાઇલટ બન્યો.

ડિસેમ્બર ૨૦૧૨માં એક ગેંગરેપ પીડિતાની માતા એ રાહુલ ગાંધીનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે કોગ્રેસનાં ઉપાધ્યક્ષ એ તેમનાં દીકરાને સલાહ-સુચન આપી, તે જ કારણે આજે તે પાઇલટ બનવામાં સફળ રહ્યો છે. નિર્ભયાની માતા આશા દેવીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે રાહુલ ગાંધીએ તેમનાં પુત્રને જીવનમાં ક્યારેય હાર ન માનવાની સલાહ આપી. તેમણે વધુમાં જણાવ્યું કે ‘બહેન સાથે ઘટેલ ઘટનાએ પુત્રને આંતરતિક રૂપે ઘણી ઇજા પોહચાડી છે, પરંતુ તેની ઈચ્છાઓને ડગ મગાવી ન શકી.’ રાહુલ ગાંધીનાં કારણે તે પાઇલટ બની શક્યો છે. હાલમાં તે ગુરુગ્રામમાં કોમર્શિયલ એરલાઈનમાં પાઇલટની ટ્રેનિંગ લઈ રહ્યો છે.’

આશા દેવીએ જણાવ્યું કે ૨૦૧૨માં બનેલ ઘટનાથી પુત્રને આધાત લાગ્યો હતો. પણ રાહુલ ગાંધીએ તેને પાયલટ ટ્રેનિંગ કોર્સ કરવા માટે પ્રોત્સાહિત કર્યો. તેને સલાહ-સૂચન આપતા કહ્યું કે તેને પોતાનાં પરિવારને સહારો આપવા માટે જીવનમાં કંઈ ઉત્તમ કાર્ય કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આ સિવાય નિર્ભયાના પિતા અને મારા પતિ બી.એન.સિહ  જેઓ ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા હતા, એમને કાયમી નોકરી અપાવવામાં પણ રાહુલ ગાંધીએ મદદ કરી છે.

પુત્રની પાયલટ ટ્રેનીંગ અંગે વાત કરતા આશા દેવી જણાવે છે કે  ૨૦૧૩માં તેણે રાયબરેલીમાં ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉડાન એકેડમીમાં એડમિશન લીધું. જ્યારે તે ત્યાં ભણી રહ્યો હતો ત્યારે રાહુલ તેની સાથે ફોન ઉપર વાત કરી લેતા હતા અને ૧૮ મહિના પાઇલટ ટ્રેનિંગ કોર્ષ દરમિયાન તેમણે મજબૂત ધ્યેય સાથે આગળ વધતા રહેવા અને ક્યારેય હાર ન માનવાની સલાહ આપી. આશા દેવીએ એ પણ કહ્યું કે જ્યારે તેનો અભ્યાસ પૂરો થઈ ગયો ત્યારે પણ તે રાહુલ સાથે સંપર્કમાં રહ્યો અને પ્રિયંકા ગાંધીને પણ ફોન કરીને ઘરનાં લોકોનાં હાલ્-ચાલ પૂછતો.

આ અગાઉ દિલ્લી મહિલા આયોગ દ્વારા ૧ નવેમ્બરનાં રોજ તિહાડ જેલનાં પ્રશાસન અને દક્ષીણી જીલ્લાનાં ડીસીપીને નિર્ભયાનાં બલાત્કારીઓને મોતની સજા ન આપવાનાં કારણે નોટીસ આપવામાં આવી. આશા દેવીએ રાજ્ય મહિલા આયોગ પાસે ફરિયાદ કરી હતી કે સુપ્રીમ કોર્ટનાં નિર્ણયનાં પાંચ મહિના બાદ પણ  ગુનેગારને મૃત્યુ દંડ આપવામાં નથી આવ્યો.

દિલ્લી મહિલા આયોગની ચેરપર્સન સ્વાતિ જયહિંદએ નિર્ભયાની માતાની અરજી પર જલદી કાર્ય કરતા તિહાડ જેલ પ્રશાસન અને ડીસીપીને નોટીસ મોકલી. નોટીસમઆં તેમણે પૂછ્યું છે કે સુર્પીમ કોર્ટનાં આદેશનાં પાંચ મહિના પછી પણ ગુનેગારને ફાંસી કેમ નથી આપવામાં આવી. પરંતુ હજી આ વાતનો કોઈ ઉકેલ નથી આવ્યો.

નિર્ભયાના બે નાના ભાઈ છે ,જેમાં એક ભાઈની હાલમાં પાયલોટની ટ્રેનીંગ પૂર્ણ થઈ ગઈ છે જ્યારે બીજો નાનો ભાઈ પૂના ની એન્જીનીયરિંગ કોલેજમાં અભ્યાસ કરે છે. હવે નિર્ભયાનાં ગુનેગારોને ક્યારે ફાંસી આપવામાં આવશે તેની રાહ જોવાઈ રહી છે.