રાહુલ મહાજનની ત્રીજી પત્ની દેખાવમાં છે એકદમ સ્માર્ટ, જોઇ લો તસવીરોમાં કેટલી ગોરી છે તે

રાહુલ મહાજનની પત્ની 18 વર્ષ નાની છે, અપ્રતિમ સુંદરતા છે નતાલ્યાની

અત્યારે નસીબ પણ વિચિત્ર પ્રકારે ચમકતા હોય છે. એવા જ એક વ્યક્તિ છે રાહુલ મહાજન. રિયાલિટી શો થી પોતાની સાવ અલગ પ્રકારની ઓળખ ઉભી કરનારા રાહુલ મહાજનનું ભાગ્ય લગ્ન બાબતે સાવ નબળું સાબિત થઇ રહ્યું છે. રાહુલે અત્યાર સુધીમાં ત્રણ લગ્ન કર્યા છે. રાહુલના પહેલા લગ્ન વર્ષ 2006 માં શ્વેતા સિંહ સાથે થયા હતા. એ પછી વર્ષ 2008 માં બંનેના છૂટાછેડા થઇ ગયા હતા.

image source

એ પછી રાહુલે 2010 માં ફરીથી ડિમ્પી ગાંગુલી સાથે લગ્ન કરી લીધા હતા. આપને એ પણ જણાવી દઈએ કે રાહુલે એ વખતે એક સ્વયંવર શો કર્યો હતો, જેમાં ડિમ્પી વિજેતા બની હતી. જોકે, આ લગ્ન પણ લાંબા ચાલ્યા નહી અને વર્ષ 2015 માં ડિમ્પી અને રાહુલ પણ અલગ થઇ ગયા હતા. એ પછી ફરી એકવાર વર્ષ 2018 માં રાહુલે ત્રીજા લગ્ન કર્યા. રાહુલની ત્રીજી પત્નીનું નામ છે નતાલ્યા ઇલિના છે.

રાહુલની ત્રીજી પત્ની એમનાથી ૧૮ વર્ષ નાની છે

image source

આ લગ્નમાં સૌથી વધારે ચર્ચા ઉમરને લઈને થઇ હતી. રાહુલ મહાજન અને નતાલ્યા ઇલિનાની ઉંમરમાં 18 વર્ષનું અંતર છે. જો કે, તેમ છતાં બંનેએ એકીબીજાની સહમતીથી લગ્ન કર્યા હતા. રાહુલે આપેલા એક ઇન્ટરવ્યૂમાં એમ પણ સ્વીકાર્યું હતું કે, હા હું ઉંમરમાં મોટો છું. પણ, અમારી જોડી એક સાથે સારી લાગે છે. મારી હાઈટ 6.2 ઈંચની છે, જયારે નતાલ્યાની હાઈટ 5.10 ઇંચ છે.

નતાલ્યા વ્યવસાયે એક મૉડેલ છે

image source

25 વર્ષની સુંદર નતાલ્યા પ્રોફેશનથી મૉડેલ છે. એ જ કારણ પણ છે કે નતાલ્યા પોતાના ફીગર અને સુંદરતાનું ખુબ જ ચોકસાઈપૂર્વક ધ્યાન રાખે છે. નતાલ્યાની સુંદરતા એવી છે કે એની સામે તમને બોલીવુડની અભિનેત્રીઓ પણ ઝાંખી પડતી લાગી શકે છે.

image source

નતાલ્યા સાથેના લગ્ન પહેલા રાહુલના બે લગ્ન તૂટી ચુક્યા છે. એટલે પોતાના ત્રીજા લગ્નને લઈને રાહુલ વધારે સતર્ક રહે છે. પોતાના લગ્નને લઈને તેઓ કોઈ જ પબ્લિસિટી મેળવવા માંગતા નથી. સોશ્યલ મીડિયા પર પણ રાહુલ, પત્નીના બહુ જ ઓછા ફોટો શેર કરે છે.

લગ્ન પહેલા પણ તેઓ રિલેશનમાં હતા

image source

રાહુલ અને નતાલ્યા લગ્નના બંધનમાં બંધાતા પહેલા લગભગ એક વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા. એકબીજાને સારી રીતે ઓળખ્યા અને સમજ્યા પછી જ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. હાલમાં તેમનું લગ્ન જીવન સારી રીતે ચાલી રહ્યું છે. જો કે રાહુલના લગ્ન બાબતે ભૂતકાળને જોતા અત્યારે તો એ કેહવું અઘરું છે, કે એના લગ્ન આખું જીવન ચાલશે કે નહિ.

કોરોનાના ચપેટમાં આવી ગયા હતા બંને જણા

image source

નોંધપાત્ર વાત એ છે કે હાલના દિવસોમાં તો દેશભરમાં કોરોના વાયરસનું વાતાવરણ છે. એવામાં રાહુલ અને નતાલ્યા પણ એની ચપેટમાં આવી ગયા હતા. જો કે, આ બંનેએ પોતાની સારવાર સારી રીતે કરાવી અને હવે બંનેના રિપોર્ટ નેગેટીવ છે. આમ કોરોનાથી ઠીક થયા પછી બંનેએ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

નવી શરૂઆત : બિગબોસ અને નચ બલીયે

image source

તમને જાણીને હેરાની થશે કે રાહુલ મહાજન એક ફોર્મર પાયલોટ પણ રહી ચુક્યા છે. એ સાથે જ તેઓ બીજેપી નેતા પ્રમોદ મહાજનના દીકરા પણ છે. પણ અત્યારે એમની ઓળખ એ નથી રહી. રાહુલ ‘બિગ બૉસ’ માં ભાગ લીધા પછી લાઈમ લાઈટમાં આવ્યા હતા. જો કે ત્યાર પછી એમણે પ્રતિષ્ઠિત ડાન્સ શો ‘નચ બલિયે’ પણ કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ