રાહુ – કેતુ આપે છે કષ્ટ જો ઘરના આ હિસ્સામાં ગંદકી ફેલાવશો તો…

ઘરના કયા કયા ભાગમાં ગંદકી કરશો તો થશે અમંગળ… જાણો આપણાં શાસ્ત્રો મુજબ સ્વચ્છતાને લગતી રસપ્રદ વાતો… રાહુ – કેતુ આપે છે કષ્ટ જો ઘરના આ હિસ્સામાં ગંદકી ફેલાવશો તો…

આપણાં ઘરમાં દરેક વ્યક્તિ પોતાની રીતે પોતપોતાની ટેવ મુજબ રહે છે. દરેકને જુદી જુદી આદતો હોય છે. કોઈને સારી તો કોઈને ખરાબ ટેવ હોય છે. તેમાં પણ જો સ્વચ્છતાને લગતી ઘણી બધી ટેવો વિશે બાળકને નાનપણથી જ આદતો પાડવામાં આવે છે. કહેવાય છે કે સારી આદતો હોય જે વ્યક્તિને તેના ઘરમાં બધું જ શુભ થાય છે પરંતુ જેમને ખરાબ ટેવો હોય તેવા લોકોના જીવનમાં સતત અમંગળના જ સમાચાર આવતા હોય છે. તેમને દરિદ્રતા અને બીજી આર્થિક કે શારીરિક તકલીફો ભોગવવી પડે છે.

ઘરમાં સ્વચ્છતા સંબંધી ટેવોને આપણાં શાસ્ત્રોમાં રાહુ – કેતુ સાથે જોડવામાં આવી છે. આવો જાણી કે આપણાં ઘર પરિવારમાં કઈ ટેવને લીધે કઈ જગ્યાની સફાઈ ન કરવાથી અમંગળ થવાની શક્યતાઓ રહે છે અને તેને નિવારવા શું કરી શકાય? જેને રાહુ કેતુની દશા પણ કહે છે તેનાથી બચવા શું કરવું જોઈએ જાણીએ…

બાથરૂમની સ્વચ્છતા

અનેક લોકોને નહાઈને બાથરૂમને ગંદો જ મૂકી દેવાની આદત હોય છે. કેટલાક લોકોને બાથરૂમમાં નહાતી વખતે ખૂબ પાણીનો વ્યય કરવાની પણ આદત હોય છે. વધુ પડતા પાણીનો બગાડ પણ એક પ્રકારે દુર્ભાગ્યને નોતરે છે. નહાયા બાદ બાથરૂમને મોબથી કે સાવરણાથી કોરો કરીને જ નીકળવું જોઈએ. જેથી કરીને અસ્વચ્છતા ન રહે અને કોઈ પ્રકારના ગ્રહ દોષ ન રહે.

રાહુ – કેતુની દશા

એવું માનવામાં આવે છે ઘરમાં સૌથી પહેલાં ગંદકી અને અસ્વચ્છતા બાથરૂમ – ટોઈલેટમાંથી જ ફેલાય છે. જો તમારો બાથરૂમ ગંદો હોય તો રાહુ – કેતુની દૂર્દશા થવાનો સંભવ છે. બની શકે અચાનકથી કોઈ તકલીફ સામેથી આવીને ઊભી રહે છે. સામાન્ય રીતે રોગચાળો ન ફેલાય એ માટે સાવધાન રહેવા આ પ્રકારની માન્યતા આપણાં શાસ્ત્રોમાં કહેવાઈ હોવી જોઈએ.

કાળ સર્પયોગ

નાયણીને લઈને અનેક પ્રકારની માન્યતાઓ છે તેમાની એક એ પણ છે જે લોકો પોતાના ઘરમાં બાથરૂમની યોગ્ય રીતે સફાઈ નથી રાખતા ત્યારે એવી માન્યતા રહે છે કે કાળ સર્પયોગની તકલીફ થવાની શક્યતા રહે છે. જેની અસરને ઘટાડવા માટે ધાર્મિક વિધિવિધાનથી પૂજા કરાવવી પડે છે.

નકારાત્મક ઊર્જા

એક સામાન્ય સમજણ મુજબ ઘરમાં સ્વચ્છતા હોય તો ત્યાં સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ રહે જ છે. જો ઘરમાં અને ખાસ કરીને બાથરૂમ – ટોઈલેટમાં ગંદકી હોય તો એ પરિવારમાં માંદગી અને નકારાત્મક વાતાવરણ રહે છે. માનસિક સંતાપ અને ઉદ્વેગવાળું વાતાવરણ રહેવાથી પરિવારના લોકોમાં આર્થિક સંકડામણ અને સંબંધોમાં પણ ખટરાગ રહે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ