રાહતના સમાચાર: 62 દિવસ બાદ કોરોનાના કેસને લઇને આવી મોટી અપડેટ, જે જાણીને તમે પણ થઇ જશો ખુશ-ખુશ

ગત 24 કલાકમાં દેશમાં 1 લાખથી ઓછા કેસ આવ્યા છે. 62 દિવસોમાં પહેલાવાર આટલા ઓછા કેસ નોંધાયા છે.

24 કલાકમાં દેશમાં 1 લાખથી ઓછા કેસ આવ્યા

ભારતમાં કોરોનાના મામલામાં ભારે ઘટાડો નોંધાયી રહ્યો છે. ગત 24 કલાકમાં દેશમાં 1 લાખથી ઓછા કેસ આવ્યા છે. જે 5 એપ્રિલ 2021 બાદ એટલે કે 62 દિવસોમાં પહેલાવાર છે. 05 એપ્રિલે દેશમાં 96557 મામલા નોંધાયા હતા. ત્યારે રોજના મોતની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. દેશમાં સોમવારે કોરોનાના 87345 નવા કેસ નોંધાયા અને 2, 115 દર્દીના મોત થયા. 66 દિવસો બાદ એક દિવસમાં સામે આવેલા સૌથી ઓછા મામલા છે. આ પહેલા 1 એપ્રિલ 2021એ દેશમાં 81 હજાર નવા કેસ નોંધાયા હતા. જે બાદથી કોરોના સતત વધતો ગયો હતો. જોકે ઓછા થઈ રહેલા કેસ અને વધતા રસીકરણથી રાહત મળી શકે છે.

image source

દિલ્હીમાં 7 જૂનથી પ્રતિબંધમાં ઢીલની સાથે લોકડાઉન લાગૂ રહેશે. સોમવારે બજારમાં ભીડ જોવા મળી. મેટ્રો શરુ થતા લગભગ 4 લાખ લોકોએ પ્રવાસ કર્યો. બજારો ઓડ ઈવન હિસાબે ખુલ્યા.

  • મુંબઈમાં દર રોજ સાંજના 4 વાગ્યા સુધી દુકાનો ખુલશે.
  • મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સંપૂર્ણ પ્રતિબંધો હટાવી દેવાયા. જે બાદ ઓરંગાબાદમાં બજારોમાં ભારે ભીડ જોવા મળી.
  • પૂણેમાં બસ સેવા શરુ થઈ ગઈ સલૂન અને બજારોમાં ભીડ જોવા મળી.
  • હરિયાણામાં પ્રતિબંધમાં ઢીલની સાથે 7 જૂન સુધી લોકડાઉન
  • પંજાબમાં 10 જૂન સુધી લોકડાઉન વધારાયુ
  • ઉત્તર પ્રદેશમાં 67 જિલ્લામાં પ્રતિબંધોમાં ઢીલ આપી. રાજ્યોમાં નાઈટ કર્ફ્યૂ અને વીકેન્ડ લોકડાઉન જારી
  • બિહારમાં 8 જૂન સુધી લોકડાઉન વધારાયુ
  • ઝારખંડમાં 10 જૂન સુધી લોકડાઉન વધારાયુ
  • ઓડિશામાં 17 જૂન સુધી લોકડાઉન લાગુ

    image source
  • પશ્ચિમ બંગાળમાં 15 જૂન સુધી લોકાડાઉન
  • રાજસ્થાનમાં પ્રતિબંધમાં કેટલીક છુટ સાથે 8 જૂન સુધી લોકડાઉન
  • મધ્ય પ્રદેશમાં કોરોના કર્ફ્યૂ 15 જૂન સુધી વધારાયુ, કેટલીક છુટ અપાઈ
  • છત્તીસગઢે 31 મેના આગલા આદેશ સુધી લોકડાઉન લાગૂ રાખવાની જાહેરાત કરી હતી
  • કર્ણાટક સરકારે લોકડાઉન 14 જૂન સુધી વધાર્યુ. જરુરી સેવાઓ સવારના 6થી 10 સુધી ખુલ્લી રહેશે
  • ગુજરાતમાં 11 જૂન સુધી 36 શહેરમાં નાઈટ કર્ફ્યૂ વધારાયુ. પ્રાઈવેટ અને સરકારી ઓફીસોમાં 7 જૂનથી 100 ટકા ક્ષમતા સાથે ખુલશે. તમામ દુકાનો સવારે 9થી સાંજના 6 વાગ્યા સુધી ખુલશે અને હોમ ડિલીવરી રાતના 10 વાગ્યા સુધી રહશે.

    image source
  • કેરળમાં લોકડાઉન 9 જૂન સુધી જારી રહેશે. રાશનની દુકાન સવારના 9થી સાંજ 7.30 સુધી જારી રહેશે. અન્ય રાજ્યોના લોકો માટે આરટી પીસીઆર રિપોર્ટ ફરજિયાત છે.
  • હિમાચલ પ્રદેશમાં 14 જૂન સુધી લોકડાઉન જારી
  • પોન્ડિચેરીમાં 7 જૂન સુધી લોકડાઉન વધારાયુ
  • લક્ષદ્વીપમાં 10 જૂન સુધી લોકડાઉન વધારાયુ
  • તેલંગાણામાં 9 જૂન સુધી લોકડાઉન છે
  • આંધ્ર પ્રદેશમાં 10 જૂન સુધી લોકડાઉન વધારાયુ
  • આસામમાં 15 જૂન સુધી લોકડાઉન વધારાયુ
  • નાગાલેન્ડમાં 11 જૂન સુધી લોકડાઉન વધારાયુ
  • જમ્મુ કાશ્મીરે પ્રતિબંધમાં છુટ આપી પણ નાઈટ કર્ફ્યૂ અને વીકેન્ડ લોકડાઉન યથાવત
  • ત્રિપૂરામાં 10 જૂન સુધી લોકડાઉન વધારાયુ

બંગાળમાં પરીક્ષા રદ્દ

image source

કોરોનાના કારણે પશ્ચિમ બંગાળમાં સરકારે પણ 10 અને 12માંની બોર્ડ પરિક્ષા રદ્દ કરી છે. ગત દિવસોમાં સીબીએસઈએ 12માંની બોર્ડની પરિક્ષા કેન્સલ કરવાનું એલાન કર્યુ હતુ. જે બાદ અનેક રાજ્ય સરકારોએ બોર્ડની પરિક્ષાઓને રદ્દ કરી દીધી હતી. જ્યારે બંગાળ સરકારે પણ 10માં અને 12માંની બોર્ડની પરિક્ષાઓ કેન્સલ કરવાનું એલાન કર્યુ છે.

દિલ્હીમાં 24 કલાકમાં 231 નવા કેસ

image source

દિલ્હીમાં ગત 24 કલાકમાં 231 નવા કેસ આવ્યા તો 0.36 ટકા સંક્રમણ દર નોંધાયો. 36 લોકોના મોત થતા મૃત્યુઆંક 24, 627 પર પહોંચી ગયો. દિલ્હીમાં રવિવારે 34 લોકોના મોત થયા હતા. ગત 24 કલાકમાં 1189 દર્દી સાજા થયા અને 34 લોકોના મોત થયા. હવે દિલ્હીમાં કોરોના માટે રિઝર્વ રાખેલા 21, 367 બેડ ખાલી થઈ ચૂક્યા છે. એક્ટિવ કેસોની સંખ્યામાં 2, 327 દર્દી હોમ ક્વોરેન્ટાઈન છે. 148 કોવિડ કેર સેન્ટરમાં અને કોવિડ હેલ્થ સેન્ટરમાં 97 છે.

રાજ્યમાં એક દિવસમાં 2.27 લાખ લોકોનું વેક્સિનેશન

image source

રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૨,૨૬,૩૩૫ લોકોનું રસીકરણ થયું છું. ૧૬ જાન્યારીથી શરૂ થયેલા કોરોના હેલ્થ કેર અને ફ્રન્ટલાઇન વર્કર્સના રસીકરણમાં પ્રથમ ડોઝ લેનારની સંખ્યા ૧૯,૩૦,૨૪૮ થઇ છે બીજો ડોઝ લેનારનો આંક ૧૦,૭૭,૭૭૮ થયો છે. ૪૫ વર્ષથી ઉપરના પ્રથમ ડોઝ લેનારની કુલ સંખ્યા ૯૭,૦૦,૨૬૨ થઇ છે જ્યારે બીજો ડોઝ લેનારનો આંક ૩૨,૩૦,૮૩૮ સુધી પહોંચ્યો છે. ૧૮થી ૪૪ વર્ષ માટે પ્રથમ ડોઝ લેનારની સંખ્યા ૨૪,૭૫,૫૨૮ થઇ છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૧૮થી ૪૪ વર્ષના ૧,૮૨,૫૬૯ લોકોને રસી આપવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong