ધ્રૂસકે-ધ્રૂસકે રડતી વિદ્યાર્થિનીને સોનૂ સુદે કરી આટલી મોટી મદદ, અને કર્યો એવો વાયદો કે…

પુસ્તકો પલળી જવાથી રડતી છોકરીનો વિડીયો જોઈને સોનુ સુદએ નવું ઘર બનાવી આપવાનું વચન આપ્યું છે.

બોલીવુડ અભિનેતા સોનુ સુદએ દેશમાં કોરોના વાયરસ સંક્રમણના લીધે ઘણા બધા જરુરીયાતમંદ વ્યક્તિઓની મદદ કરી છે જેના લીધે અભિનેતા સોનુ સુદને લોકોએ સુપરહીરો બોલાવવા લાગ્યા છે. કેટલાક લોકોને ઘરે પાછા મોકલ્યા છે તો કોઈના ઘરે ખેતી કરવા માટે ટ્રેક્ટર મોકલી આપ્યું છે. આ વખતે અભિનેતા સોસનું સુદએ એક આદિવાસી બાળકીને મદદ કરી છે.

image source

છત્તીસગઢ રાજ્યના બીજાપુર જીલ્લાના એક વિસ્તાર આવેલ છે ભૈરમગઢ. ભૈરમગઢના કોમલા ગામમાં રહેતી અંજલિ કુડીયમ. અંજલિ કુડીયમ ધો. ૧૨ પાસની વિદ્યાર્થીની છે અને હવે અંજલિ કુડીયમ પ્રતિયોગી પરિક્ષાની તૈયારી કરી રહી છે. હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અંજલિ કુડીયમનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં અંજલિ કુડીયમ રડતી જોવા મળી રહી છે.

ખરેખરમાં, ૧૫- ૧૬ ઓગસ્ટ રાતના સમયે આવેલ પુરના પાણીથી અંજલિ કુડીયમનું ઘર વેર- વિખેર થઈ જાય છે. વાંસની ટોપલીમાં રાખેલ અંજલિ કુડીયમની પળેલી પુસ્તકોને સંભાળતા રડતી જોવા મળી રહી છે.

image source

૧૫- ૧૬ ઓગસ્ટ મોડી રાતના સમયે અંદાજીત ૩:૩૦ વાગે અચાનક કોમલા ગામમાં પાણી ભરવા લાગે છે. અંજલિ કુડીયમએ પોતાના પરિવારની સાથે પાંચ કિલોમીટર દુર મિનગાછલ ગામમાં શરણ લીધી. અંજલિ કુડીયમના પિતા સોમુલ કુડીયમ એક ખેડૂત છે, તેમના જણાવ્યા મુજબ પુર આવતાની સાથે જ તેમની અડધો પાક બરબાદ થઈ ગયો છે.

image source

સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા થતા આ વિડીયો સોનુ સુદ સુધી પહોચી જાય છે તો અભિનેતા સોનુ સુદએ અંજલિ કુડીયમને મદદ કરવાનું વચન આપી દીધું છે. સોનુ સુદના ટ્વીટ કર્યા પછી જીલ્લા પ્રશાસન અને સ્થાનિક વિધાયક અંજલિ કુડીયમની મદદ કરવા માટે સામે આવ્યા છે.

કેટલાક અઠવાડિયા પહેલા પણ અભિનેતા સોનુ સુદએ એક મહિલાની મદદ કરી હતી. હૈદરાબાદની મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરી રહેલ ૨૬ વર્ષની ઉમર ધરાવતી શારદાને કોરોના વાયરસ સંક્રમણની મહામારી અને લોકડાઉનના કારણે પોતાની નોકરી ગુમાવવી પડી હતી. મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતી શારદાને નોકરી ગુમાવ્યા પછી પોતાનું ગુજરાન ચલાવવા માટે તેને શાકભાજી વેચવી પડી રહી હતી આ ખબર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થઈ હતી અને અભિનેતા સોનુ સુદ સુધી પહોચી જાય છે. અભિનેતા સોનુ સુદને આ વિડીયો જોયા પછી તે મહિલાની મદદ કરવા માટે આગળ આવ્યા હતા.

Source : the lallan top.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ