રેડિયો આટલા વર્ષે પણ આપણા જીવનનું એકમહત્વનું અંગ છે વાંચો આજે રેડિયો દિવસના દિવસે કેટલીક રસપ્રદ માહિતી…

વૈશ્વિક સ્તરે જન જાગરૂકતા માટે અમુક દિવસો ઉજવવાની પરંપરા રહી છે, જેના પર લક્ષ્ય અને વિષયને નિર્ધારિત કરવામાં આવે છે. પણ રેડિયોની પાસે પોતાનો કોઈ દિવસ હતો નહિ. તો આ વાતને ધ્યાનમાં રાખીને ૨૦ ઓક્ટોબર ૨૦૧૦ના દિવસે સ્પેનીશ રેડીઓ એકેડમીના અનુરોધથી સ્પેને સંયુક્ત રાષ્ટ્રમાં રેડિયો ને સમર્પિત એક વિશ્વ દિવસ ઉજવવા માટે સદસ્ય દેશોનું ધ્યાન આપવામાં આવ્યું. આને સ્વીકારીને શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન યુનેસ્કોએ પેરિસમાં યોજાયેલ ૩૬મી આમસભામાં ૩ નવેમ્બર ૨૦૧૧ના દિવસે ઘોષિત કર્યું કે દર વર્ષે ૧૩ ફેબ્રુઆરીના દિવસે વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવશે.

૧૩ ફેબ્રુઆરીના દિવસે સંયુક્ત રાષ્ટ્રની રેડિયો યુએનઓની વર્ષ ગાંઠ પણ છે. કારણ કે ૧૯૪૬માં અહિયાં રેડિયો સ્ટેશનની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે જ નક્કી કરવામાં આવ્યું કે ૧૩ ફેબ્રુઆરીના દિવસે વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવે છે. આખા વિશ્વમાં આજના દિવસે જ રેડિયો દિવસ ઉજવવમાં આવે છે.

આપણા દેશમાં રેડિયો પ્રસારણની શરૂઆત એટલી બધી સફળ રહી હતી નહિ. અમુક ઉત્સાહી ઓપરેટરોએ ૨૦ ઓગસ્ટ ૧૯૨૧ના દિવસે અનધિકૃત રૂપથી મુંબઈ, કલકત્તા, મદ્રાસ અને લાહોરમાં રેડિયોનું પ્રસારણ શરુ કર્યું પણ તેને તેઓ બહુ આગળ લઇ જઈ શક્યા નહીં. પછી ૧૯૨૪માં મદ્રાસમાં પ્રેસિડેન્સી ક્લબ દ્વારા પ્રસારણ શરુ કર્યું. પણ આ વાત પણ ત્રણ વર્ષ પછી અટકી ગયું. ૧૯૨૭માં સ્થાપિત રેડિયો ક્લબ બોમ્બે પણ ૧૯૩૦માં બંધ થઇ ગયું. ૧૯૩૬માં ઈમ્પીરીયલ રેડિયો ઓફ ઇન્ડિયાની શરૂઆત થઇ જે આઝાદી પછી ઓલ ઇન્ડિયા રેડિયોના નામે પ્રખ્યાત થઇ.

૧૯૫૭માં ઓલ ઇન્ડિયા રેડિયોનું નામ બદલીને આકાશવાણી રાખવામાં આવ્યું હતું. ૨૭ ભાષાઓમાં શૈક્ષિક, સાંસ્ક્રુતિક, સાહીત્યક, સામાજિક, ખેલકૂદ, યુવા, બાળકો અને મહિલાઓ સાથે કૃષિ સંબંધિત પ્રસ્તુતિ તેમાં કરવામાં આવતી હતી. આમ આકાશવાણી એ સંપૂર્ણ દેશને એક સૂત્રમાં બાંધવાની તૈયારી કરી. ૨ ઓક્ટોબર ૧૯૫૭માં વિવિધ ભારતીએ ૧૯૬૭માં વ્યવસાયિક રેડિયોની શરૂઆત કરી. આઝાદીના સમયમાં રેડિયોના ફક્ત ૬ સ્ટેશન હતા અને તેમની પહોંચ ૧૧ ટકા વસ્તી સુધી જ હતી. પણ આજે આપણા દેશમાં ૨૫૦થી વધુ રેડિયો સ્ટેશન છે અને લગભગ દેશના ૯૯ ટકા વસ્તી સુધી આ રેડિયો આજે પહોચે છે.

રેડિયો સ્ટેશન અલગ અલગ તરંગ આવૃતિઓ પર પોતાના કાર્યક્રમ પ્રસારણ કરે છે જેને શ્રોતાઓ મીડીયમ વેવ, શોર્ટ વેવના રૂપમાં જાણે છે, મોટી ઈમારતો અને પહાડોના અવરોધથી મુક્ત થઇ સંભળાતા વેવને દેશી પ્રસારણ કહેવાય છે. જે આપણા દેશ સિવાય બીજા પાડોશી દેશમાં પણ સંભળાય છે. પણ શોર્ટ વેવ પર આંતરરાષ્ટ્રીય સ્તર પર ફેલાયેલ ધ્વનિ ઉચ્ચ ગુણવત્તા સાથે ભારતમાં પણ સંભળાય છે. ૭૦ના દશકમાં ટેલીવિઝન આવવાથી રેડિયો ક્યાંક ખોવાઈ ગયો. પણ પછી થી રેડિયો એ વધુ આધુનિક અને શ્રેષ્ઠ થઈને ફરીથી બધાની સામે આવી.

EPSON DSC picture

રેડિયોના શ્રોતા વર્ગમાં ઘટાડો થવાને બદલે લોકો વધુને વધુ જોડતા ગયા. આની વચ્ચે જ એએમ ચેનલ આવી અને બહુ પ્રભાવિત કરી શકી નહિ. પછી ૨૩ જુલાઈ ૧૯૭૭માં ચેન્નાઈમાં એફએમ ચેનલ આવી અને તેના અવાજની ઉચ્ચ ગુણવત્તા અને કાર્યક્રમની વિવિધતા લોકોને ખુબ પસંદ આવી. આમ સમય બદલાતાની સાથે લોકો પણ બદલાયા છે રેડિયો પણ બદલાયા છે પહેલા લોકો ગોળ બટન ફેરવીને રેડિયો સાંભળતા હતા પણ હવે લોકો સવારે ઉઠીને મોબાઈલમાં એફએમ ચાલુ કરે છે. પહેલાના સમયમાં અમુક લોકોના અવાજ એ ઘરે ઘરે ઓળખીતા થઇ ગયા હતા જેમાં દેવકીનંદન પાંડે, અમીન સયાની, સુરેશ સરૈયા અને જસદેવ સિંહ.

તમે પણ પહેલા અને અત્યારે રેડિયો સાંભળતા જ હશો તમને શું સૌથી વધુ પસંદ છે. પહેલા જયારે રેડિયો પર અમુક કાર્યક્રમો આવતા હતા તેમાંથી તમને કયો પ્રોગ્રામ વધુ પસંદ હતો એ કોમેન્ટમાં જણાવો. તમારા અનુભવો પણ શેર કરી શકો છો. તમને આપકી ફરમાઇશ તો યાદ જ હશે ને???