શું તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો? ફોલો કરો આ ટિપ્સ…

શું તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો? ફોલો કરો આ ટિપ્સ

તમે હંમેશા વજન ઓછું કરવા માટે કંઈના કંઈ પ્રયત્ન કરતા જ હોવ છો, પરતુ તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે વજન ઓછું કરતી વખતે એવી કોઈ ભૂલ ન કરવી જોઈએ કે જેનાથી વજન ઓછુ કરવાની તમારી મહેનત પર પાણી ફરી જાય. જે લોકો વજન ઓછું કરવાની પ્રોસેસને બરાબર ફોલો નથી કરતા તેમના માટે આ સાધારણ અને સરળ કામ લાગે છે. જે લોકો કિલો વજન ઓછું કરવા માટે કલાકો સુધી પરસેવો પાડતા હોય છે તેમના માટે નાની નાની બબત પણ બહુ મહત્વની હોય છે. ઓછી કેલરી વાળો ખોરાક ખાવાથી અને થોડું વર્ક આઉટ કરવાથી તમારું વજન ઓછું થઈ જાય છે. પણ શુ ભૂખ્યા રહ્યા વગર કોઈ પણ નકારાત્મક પ્રભાવથી તમે શરીરનું વજન ઓછું કરી શકો છો. ?

તમને આશ્ચર્ય થતું હશે કે કેટલીક વખત ડાયટ પ્લાન બનાવીને ઓછી કેલરી વાળો આહાર લેવાથી અને કલાકો સુધી વર્ક આઉટ કર્યા પછી પણ વજન ઓછું નથી થતું. આપણે બધા જાણતા જ હોઈ છીએ કે વજન ઓછું કરવા માટે સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા યોગ્ય ડાયટની અને સંતુલિત આહારની છે. યોગ્ય આહાર લેવાથી તમે પણ વજન ઓછું કરી શકો છો. પરંતુ તેની સાથે કેટલીક એવી વસ્તુ છે જેના પર ધ્યાન રાખવું બહુ જરૂરી છે. ફિટ બોડી માટે પોષક તત્ત્તવો વાળું ભોજન યોગ્ય સમય પર લેવું બહુ જરૂરી છે. પરંતુ તે વાતનું ખાસ ધ્યાન રાખવું કે પેટ ભરીને ન ખાવું, અને ભૂખ્યા પણ ન રહેવું.

આજે અમે તમને જણાવીશુ એવી બાબતો વિશે જે વજન ઓછું કરતી વખતે ધ્યાનમાં રાખવી –

1. પ્રોટીનની પ્રચુર માત્રા વાળી વસ્તુનું વધારે સમય સુધી સેવન કરવાથી તમારુ વજન ક્યારે ઓછું નહીં થાય. તમે વિચારતા હશો કે પ્રોટીનથી ભરપૂર માત્રા વાળા ખોરાકમાં પોષત તત્ત્વો ભરપૂર હોય છે, તેવામાં તમે તેનું સેવન વધારે કરો તો તે અયોગ્ય છે, આવું કરવાથી તમારું વજન ઓછું નહીં થાય. તમારે વેટ લોસ કરવા માટે પ્રોટીનની કેટલી માત્રા લેવી જોઈએ તેના માટે તમારે તમારા ડાઈટીશિયનની સલાહ લેવી.

2. પર્યાપ્ચ માત્રામાં ફ્રૂટનું સેવન ન કરવાથી પણ તમારુ વજન ઓછું નથી થતું. ભૂખને દૂર કરવા માટે ફ્રૂટનું સેવન સૌથી બેસ્ટ વિકલ્પ છે. રોસ્ટ કરેલી શાકભાજીનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ફ્રાય કરેલી ચિપ્સ કરતા બહુ ફાયદાકારક છે. ફ્રાય કરેલી ચિપ્સ તો તમે કોઈ પણ જગ્યાએ બેસીને ખઈ શકો છો પણ તેનાથી તમારું વજન ઓછું નથી થતું. એટલા માટે ફ્રૂટ-શાકભાજીને પોતાની ડાયટમાં સામેલ કરવું અને ફ્રાઈ કરેલી વસ્તુનું સેવન બને ત્યાં સુધી ઓછું કરવું જોઈએ.

3. તમે રાતો રાત વજન ઓછું ન કરી શકો એટલા માટે એક દિવસમાં સારી રીતે ખાવાનું ખાવાથી તમારું વજન ઓછું નહીં થાય. વેટ લોસ કરવાની પ્રક્રિયા એવી છે જેમાં સતત તમારે નિયમોનું પાલન કરવું જરૂરી છે. તેના માટે તમારે થોડી ધીરજ રાખવી પડે અને યોગ્ય પોષણ યુક્ત આહાર સતત ખાવો જોઈએ. પોતાના ફિટનેસ એક્સપર્ટ સાથે વાત કરવી અને યોગ્ય ખાવા-પીવાનું ધ્યાન રાખવું.

4 બ્રેકફાસ્ટ દિવસનું સૌથી મોટું મહત્વપૂર્ણ ભોજન છે. તેનાથી તમને આખા દિવસની એનર્જી મળે છે. જો તમે વિચારતા હોવ કે બ્રેકફાસ્ટ ન કરવાથી તમારું વજન ઓછું થાય તે માન્યતા ખોટી છે. બ્રેકફાસ્ટની જગ્યાએ માત્ર એક ગ્લાસ જ્યૂસ પીવાથી તમારુ વજન ઓછું નથી થતું એટલે જો તમે બ્રેકફાસ્ટ કરના ન માંગતા હોય તો તેની જગ્યાએ તમે હળવો નાસ્તો કરી શકો છો.

5. વર્ક આઉટ તમારી ફિટનેસને જાળવી રાખવા માટે મદદ કરે છે, પરંતુ વર્ક આઉટ કર્યા પછી તરત અનહેલ્ધી ખાવાથી તમારું વજન ઓછું નહીં થાય. વર્ક આઉટ કર્યા પછી હાઈ કેલરીની વસ્તુનું સેવન કરવાથી વજન ઓછું કરવા માટે યોગ્ય નથી. વર્ક આઉટ પછી ઓછા પોષક તત્ત્તવો વાળો ખોરાક ખાવાથી પણ વજન ઓછું નહીં થાય. આપણે એવું વિચારતા હોઈએ છીએ કે વર્ક આઉટ કર્યા પછી વાધારે કેલરી વાળું ખાવું જોઈએ પરંતુ તે અયોગ્ય છે.

તમે મહિનામાં એકજ વાર બહારનું ખાવાનું ખઈ શકો છો. તે એક સારો ઓપ્શન છે. તેમજ યોગ્ય રીતે વજન ઓછું કરવા માટે ધ્યાન આપવું બહુ જરૂરી છે. તમે જે કેલરી દરરોજ બર્ન કરો છો તેને નજરઅંદાજ ન કરવી. જીમમાં બીજા લોકો તમારાથી વધારે ઝડપથી વજન ઓછું કરી રહ્યા છે એવુ વિચારવું એ પોતાની જાતને તનાવ આપવા જેવું છે. વજન ઓછું કરવા માટે તમારો ફિટનેસ ટ્રેનર જે ટિપ્સ આપે તેને યોગ્ય રીતે ફોલો કરતા રહેવું.

લેખન સંકલન : પ્રિયંકા પંચાલ

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર, જે પણ મિત્રોને આ ટીપ્સથી મદદ મળે એમ હોય તેમની સાથે આ માહિતી અચૂક શેર કરજો.

ટીપ્પણી