આ થેરપી દરેક કપલે જાણી લેવી જોઇએ, કારણકે તેનાથી તમને આ બાબતે થશે ફાયદો

રિલેશનશિપને બચાવવામાં મદદરૂપ થાય છે સાયકોથેરાપી (મનોચિકિત્સા)

image source

ઘણીય વાર આપણા લાખ પ્રયત્નો બાદ પણ ઘરમાં તણાવ વધી જતો હોય છે અને સબડનહોમ તિરાડ પડી જતી હોય છે . જો આપ પણ આ જ પ્રકારની સમસ્યાથી પરેશાન છો તો આ સાયકોથેરાપી આપના માટે મદદરૂપ સાબિત થઇ શકે છે.

આપણા દેશમાં માનસિક તકલીફો વિષે જાગૃકતા ઓછી જોવા મળે છે. તેના કારણે ઘણી વાર લોકો ડિપ્રેશન અને એન્ઝાયટી (બેચેની) જેવી બીમારીઓને માનસિક બીમારીની જગ્યાએ શારીરિક બીમારી સમજી બેસે છે.માનસિક બીમારીઓ વિશે જાગૃકતા ન હોવાને કારણે આ પરિસ્થિતિ વધારે મૂંઝવણપૂર્વક બની જતી હોય છે.

image source

કેટલીક વાર આપણે ખુદ નથી સમજી શકતા કે આપણા સંબંધમાં સમસ્યા શું છે. કદાચ એવું પણ હોઈ શકે છે કોઈ એક પાર્ટનર માનસિક બીમારીથી પીડિત હોય.

જો તમે ઇચ્છીને પણ તમારા સંબંધમાં પડેલી તિરાડને દૂર નથી કરી શાક્ત આતો તમારે કોઈ મનોચિકિત્સક અથવા કાઉન્સિલરની મદદ જરૂર લેવી જોઈએ. કેમ કે તેઓ જે થેરપી આપે છે તે તમારા સબંધ સુધારવામાં ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે.

image source

કેટલીક વાર દવાઓ કરતા આ થેરપી વધારે અસરકારક સાબિત થતી હોય છે!

સાઇકોથેરાપી અલગ – અલગ પ્રકારની હોય છે પણ તેનો મુખ્ય હેતુ દર્દીના ડિપ્રેશનનું કારણ જાણવાનું હોય છે. આ થેરપીસ દરમિયાન મનોચિકિત્સક આપને આપના એ વિચારો પર કંટ્રોલ કરતા શીખવે છે જે આપને ડિપ્રેશન માં ધકેલતા હોય છે.

image source

સાઇકોથેરાપી અલગ – અલગ રીતે થઇ શકે છે. તેને કોગ્નિટિવ બિહેવિયર થેરપીના નામથી પણ ઓળખવામાં આવે છે. કોગ્નિટિવ બિહેવિયર થેરપીમાં મુખ્ય રૂપે નીચે ની થેરપીઓનો સમાવેશ થતો હોય છે.

વ્યક્તિગત થેરપી – આ થેરાપી દરમિયાન એક્સપર્ટ / મનોચિકિત્સક ફક્ત દર્દીની જ થેરાપી કરતા હોય છે. દર્દી સાથે વાતચીત કરીને તેને સમસ્યા વિષે જાણવામાં આવે છે.

image source

ગ્રુપ થેરપી – આ થેરપી દરમિયાન એક્સપર્ટ અથવા મનોચિકિત્સક બે અથવા તો બે કરતા વધારે દર્દીઓની એકસાથે સાઇકોથેરાપી કરતા હોય છે.

જે દર્દી એમ વિચારે છે કે ફક્ત તે એકલો કે સમસ્યાઓથી ઘેરાયેલો છે અને એમ વિચારે છે કે આ સમસ્યાઓ ફક્ત તેના જ જીવન માં છે, ત્યારે આ થેરપી દરમિયાન તે દર્દીને તેના જેવા બીજા દર્દીઓને મળવાથી તેને ખબર પડે છે કે આ ફક્ત તેને એકલાની સમસ્યા નથી. દુનિયામાં તેના જેવા હજારો લોકો આ સમસ્યાથી ઝૂઝી રહ્યા છે.

image source

કપલ થેરપી – આ થેરપીમાં પતિ અને પત્નીને જોડે બેસાડીને થેરપી આપવામાં આવે છે. જેથી કરીને પાર્ટનર તેના જીવનસાથીને સમસ્યાને સમજી શકે અને જાણી શાકે કે તેના જીવનસાથીના ડિપ્રેશનનું કારણ શું છે.

તેમને એ પણ શીખવાડવામાં આવે છે કે કઈ રીતે તેઓ તેમનાશબ્દો અને એક્શન દ્વારા તેમના જીવનસાથીને ડિપ્રેશનમાં થી બહાર નીકળવામાં મદદરૂપ બની શકે છે.

image source

ફેમિલી થેરપી – આ થેરપી દરમિયાન પરિવારના સદસ્યોને સમજાવી શકાય છે કે ડિપ્રેશન કઈ રીતે તેમને પ્રભાવિત કરી રહ્યું છે. અને તેઓ કઈ રીતે ડિપ્રેશનમાં થી નીકળવામાં તેમની મદદ કરી શકે છે.

જો કે થેરપિસ્ટ દરેક દર્દીની સ્થતિ સમજ્યા બાદ જ થેરપી નક્કી કરતા હોય છે. એમ પણ થઇ શકે છે કે આપના થેરપિસ્ટ બધી થેરપીને ભેગી કરીને આપનો ઈલાજ કરે!

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ