પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદી અને વાહન ખરીદવા માટે વણજોયું મુહર્ત, જાણો શું ફાયદો આપશે પુષ્ય નક્ષત્રની ખરીદી..

આવતીકાલે ગુરુ પુષ્ય નક્ષત્ર છે આ દિવસને ખુબજ શુભ માનવામાં આવે છે. આ એક એવો દિવસ છે જયારે કોઈપણ પ્રકારના મહુર્ત જોયા વગર તમે લગ્ન સિવાયનું કોઈપણ શુભ કાર્ય શકો છો. અનેક વર્ષોથી લોકો આ દિવસે સોનાની, ચાંદીની અને નવા વાહન જેવી ખરીદી કરતા હોય છે. આજે આ લેખમાં અમે તમને આસો મહિનામાં આવતા ગુરુ પુષ્ય નક્ષત્ર વિશેની મહત્વની માહિતી જણાવીશું.

પુષ્ય નક્ષત્રનું મહત્ત્વઃ-

image source

પાણિની સંહિતામાં ઉલ્લેખવામાં આવ્યું છે- પુષ્ય સિદ્ધૌ નક્ષત્રે

  • सिध्यन्ति अस्मिन् सर्वाणि कार्याणि सिध्यः।
  • पुष्यन्ति अस्मिन् सर्वाणि कार्याणि इति पुष्य।।
image source

અર્થ : આ નક્ષત્ર દરમિયાન શરુ કરવામાં આવતા દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થાય છે.

ઋગ્વેદમાં પુષ્ય નક્ષત્રને શુભ કે માંગલિક તારા કહેવામાં આવે છે. વૈદિક જ્યોતિષમાં ગાયના આંચળને આ પુષ્ય નક્ષત્રનું પ્રતીક માનવામાં આવે છે. ગાયને અનેક સદીઓ આપણી માતા તરીકેનું સ્થાન આપવામાં આવ્યું છે. ગાયના દૂધને અમૃત સમાન ગણવામાં આવે છે.ગાયના આંચળમાંથી નીકળેલા દૂધને અમૃત સમાન ગણવામાં આવે છે. તે દૂધ એ અનેક પોષકતત્વોથી ભરપૂર અને લાભકારી હોય છે. એટલે જ વેદોમાં પુષ્ય નક્ષત્રને હંમેશા મંગલકારી, સુખકારી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરતુ નક્ષત્ર ગણવામાં આવે છે.

જ્યોતિષમાં પુષ્યઃ-

image source

કુલ 27 નક્ષત્ર છે જેમાંથી પુષ્ય નક્ષત્ર એ 8માં સ્થાને છે. કોઈપણ શુભ કાર્ય કરવા માટે આ સમયને સૌથી શુભ માનવામાં આવે છે. આ નક્ષત્ર દરમિયાન ચંદ્ર એ કર્ક રાશિમાં સ્થાન હોય છે. કુલ 12 રાશિમાં ફક્ત એક કર્ક એવી રાશિ છે જેનો સ્વામી ચંદ્ર છે. કર્ક રાશિ સિવાય બીજી કોઈપણ રાશિનો સ્વામી ચંદ્ર નથી. ચંદ્ર એ ધનનો દેવતા પણ માનવામાં આવે છે આ કારણ છે જેના લીધે આ નક્ષત્રને ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. નવા વાહન, જમીન, સોનું, ચાંદી અને બીજી અનેક ખરીદી કરવા માટે આ નક્ષત્રને સૌથી શુભ માનવામાં આવે છે.

પુષ્ય નક્ષત્રમાં પુષ્યનો અર્થ:-

image source

પુષ્ય એટલે કે પોષણ અને તેનો અર્થ થાય છે પોષણ કરનાર. આ નક્ષત્ર એ અનોખી ઉર્જા અને શક્તિ પ્રદાન કરતો નક્ષત્ર માનવામાં આવે છે. આ નક્ષત્રને સુખ, સમૃધ્ધિ, સૌભાગ્ય અને પોષણ પૂરું કરવાવાળું માનવામાં આવે છે. આ નક્ષત્ર દરમિયાન કરવામાં આવતું શુભ કાર્ય એ હમેશાં શુભ ફળ આપે છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ આ નક્ષત્રને બહુ શુભ માનવામાં આવે છે.

image source

નક્ષત્રોનો રાજા એટલે પુષ્ય નક્ષત્ર. તમને જાણીને નવાઈ લાગશે પણ પુષ્ય નક્ષત્રનો સ્વામી શનિ છે એટલે જ્યારે પણ આ નક્ષત્ર દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવામાં આવે કે પછી ખરીદી કરવામાં આવે તો તે ઘણા લાંબા સમય સુધી સાથ આપે છે અને જો કોઈ નવા કાર્યની શરૂઆત કરવામાં આવે તો તે તમને સફળતા તો આપશે જ સાથે તમારી સમૃદ્ધિમાં પણ વધારો કરશે.

image source

આ નક્ષત્ર એ જમીન, મકાન, સોના ચાંદી કે વગેરે જેવી વસ્તુઓ ખરીદવા માટે સૌથી શ્રેષ્ટ માનવામાં આવે છે. આ સમય દરમિયાન કરવામાં આવેલ કાર્ય એ દોષમુક્ત માનવામાં આવે છે.

પુષ્ય નક્ષત્રને શુભ તો માનવામાં આવે જ છે સાથે સાથે તે થોડો અશુભ પણ માનવામાં આવે છે. લગ્ન માટે આ દિવસ નથી પસંદ કરવામાં આવતો સાથે સાથે જ્યારે પણ શુક્રવારના દિવસે આ નક્ષત્ર આવે છે ત્યારે તે અશુભ પણ માનવામાં આવે છે.

image source

પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવતા કાર્યનું પરિણામ,

  • જો આ સમય દરમિયાન તમે નવા વાહનની ખરીદી કરો છો તો તે વાહન દ્વારા અકસ્માત થવાની સંભાવના નહિવત થઈ જાય છે.
  • આ સમય દરમિયાન સોના કે ચાંદીની ખરીદી કરવામાં આવે તો જે તે વસ્તુઓ તમને શુભ ફળ આપે છે. આ સમય દરમિયાન કરવામાં આવેલ સોના અને ચાંદીની વસ્તુઓએ સ્થાયી સ્વરૂપે તમારી પાસે રહે છે.
  • આ સમય દરમિયાન જો તમે શેર માર્કેટમાં રોકાણ કરો છો તો તેનાથી પણ તમને સારું ફળ પ્રાપ્ત થાય છે.
  • આ નક્ષત્ર દરમિયાન પરિવાર માટે કોઈ ખરીદી કરવામાં આવે છે તો તે પરિવારની સુખ અને સમૃદ્ધિમાં પણ વધારો કરે છે.

    image source
  • પુષ્ય નક્ષત્ર દરમિયાન ખાંડ, ચોખા અને વગેરે જેવી સફેદ વસ્તુઓમાં રોકાણ કરવાથી ધનલાભ થાય છે.
  • જો આ સમય દરમિયાન તમે દાન ધર્મ કરીને પુણ્ય કમાવવા માંગો છો તો તમારે આ દિવસે નાના બાળકોને અથવા ભૂખ્યાને દૂધનું દાન કરવું જોઈએ.
  • જે મિત્રો કોઈ નવો બિઝનેસ શરુ કરવા માંગે છે તો આજના દિવસે વગર જોયું મુહર્ત હોય છે અને આજે શરુ કરવામાં આવેલ કાર્યમાં તમને સફળતા અચૂક મળશે જ.

દરેક મિત્રોને ગુરુ પુષ્ય નક્ષત્રની શુભકામના.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ