પુશ અપ્સ કરવાથી થશે આ ૩ ફાયદા. સારી તબિયત માટે રોજ કરો..

મહિલાઓએ પણ દરરોજ કરવા જોઈએ પુશ અપ… આ મહત્વના ફાયદા જાણી લો, જે મહિલાઓની તંદુરસ્તી માટે છે લાભદાયક…

શું તમે જીમમાં જાઓ છો? જો તમે ન જતા હોવ તો પણ, તમે પુશ અપ્સ એક્સરસાઇઝ વિશે તો ચોક્કસથી સાંભળ્યું જ હશે ને? તમે અનેક વાર લોકોને તે કરતા જોયા પણ હશે. કદાચ તમે ફિટ અને વજન ઓછું કરવા માટે પણ કરતાં પણ હશો ને? ખરી વાત તો એ છે કે આ એક ખૂબ જ સરળ કસરત છે જે દરેક દ્વારા સરળતાથી થઈ શકે છે. અને તે દરેક વ્યક્તિના શરીર માટે ખૂબ ફાયદાકારક છે, પછી ભલે સ્ત્રી હોય કે પુરુષ હોય.

image source

નિષ્ણાતો માને છે કે પુશ અપ એ એક એવી કસરત છે જે તમારી છાતી, ખભા, ટ્રાઇસેપ્સ, કોણી અને પગના પંજા અને સાથળ જેવા પ્રત્યેક અંગો ઉપર સારું એવું ખેંચાણ ઉત્પન્ન કરીને તેમને મજબૂત બનાવે છે. આ સિવાય એવું પણ કહી શકાય છે કે પુશ અપ્સ કરીને, તમારા શરીરની તમામ સમસ્યાઓને એક સાથે આ કસરત કરીને નિવારી શકે છે. જે માત્ર વજન ઘટાડવામાં મદદ કરે છે, એવું નથી. પરંતુ તે તમારા આખા શરીરના સારા આરોગ્ય માટે ખૂબ જ સારું છે.

તો આજે અમે તમને પુશ અપ્સ કરવાના શ્રેષ્ઠ ફાયદાઓ વિશે જણાવીશું. તો ચાલો જાણીએ પુશ અપ્સના એવા કેટલાક ફાયદાઓ વિશે જે તમારું વજન તો ધટાડવામાં મદદરૂપ થશે જ અને સાથે તમારા શરીરને સુડોળ બનાવીને કમર તેમજ પેટને પણ ઘટાડવામાં સહાયક થશે… તેથી સૌથી પહેલા આપને પુશઅપ્સ કેવી રીતે કરવું તેની મુખ્ય ત્રણ મહત્વની રીતો જણાવીએ…

પુશ અપ કરતી વખતે કેવી રીતે શરીર પરનું દબાણ જાળવવું તે જોઈએ…

image source

પુશ અપ કરવા માટે, સૌ પ્રથમ, જમીન પર સાદડી કે એકસરસાઈઝ મેટને ફેલાવો અને તમારા ઘૂંટણ પર બેસો અને તમારા બંને પગને પાછળ રાખો. પછી તમારા બંને હાથ આગળ રાખો અને પછી તેને તમારા ખભાની પહોળાઈની બરાબર અંતરે જમીન પર રાખો. હવે આગળની તરફ શરીરને ઝુકાવવું અને ત્યારબાદ શરીરનું આખું વજન તમારા હાથ પર મૂકો. બંને પગના ઘૂંટણ જમીન ઉપર સીધા કરીને ગોઠવો.

image source

હવે બંને હાથને ઉપરની તરફ લઈને સીધા કરો અને અંગૂઠા અને આંગળીઓ સહિત આખા પંજાને જમીન પર અડાડી રાખો. આ સ્થિતિમાં, તમારું આખું શરીર સીધું હોવું જોઈએ. હવે ધીમે ધીમે તમારા હાથને કોણીથી વાળવો અને શરીરના ઉપરના ભાગને નીચે જમીન તરફ લાવવાનો પ્રયાસ કરો. જ્યાં સુધી તમારી છાતી અથવા દાઢી જમીનને સ્પર્શ ન કરે ત્યાં સુધી તમારે તમારી જાતને નીચે સુધી લાવવી જોઈએ.

image source

નીચે આવ્યા પછી, તમે ફરીથી તમારા બંને હાથ સીધા કરો અને શક્ય તેટલું પોતાને જમીન પરથી ફરીથી ઉંચા કરો. હવે તમે પુશ અપ પોઝિશનની ટોચ પર હશો. ઉપર અને નીચે શરીરને ખસેડવું એ ધીમે ધીમે સહજ પ્રક્રિયા થઈ જાય છે જેને પુશ-અપ કહેવામાં આવે છે. આનું ઘણી વખત પુનરાવર્તન કરો. શરૂઆતમાં ૧૦ કરતા વધારે વખત પુશ અપ એક્સરસાઇઝ ન કરો પરંતુ ધીમે ધીમે તમે તેની ગણતરી વધારી શકો છો.

તેનાથી ઝડપથી વજન ગુમાવી શકે છે

image source

પુશ અપ્સ કરવાથી ચરબી ઝડપથી ઓગાળવા માટેની શ્રેષ્ટ કસરત માનવામાં છે. આ કરવાથી તમે તમારું વજન ઝડપથી ગુમાવી શકો છો. તમારી ઊર્જા પુશઅપ્સ દરમ્યાન વધુ પ્રમાણમાં ખર્ચાઈ જતી હોય છે. આ ઊર્જા શરીરમાંની કેલરીના રૂપે બર્ન થતી રહે છે. આવી સ્થિતિમાં, વજન ઘટાડવા માટે પુશ અપ્સ ખૂબ મદદરૂપ થાય છે. જો તમે પણ ઝડપથી વજન ઓછું કરવા માંગો છો, તો દરરોજ પુશ અપ કરો.

એનાથી શરીર એકદમ ફેક્સીબલ રહે છે

image source

શરીરની સુગમતા સુધારવા માટે પુશ અપ્સ પણ ખૂબ ફાયદાકારક છે. જ્યારે પુશઅપ્સ કરતી વખતે શરીર નીચે જાય ત્યારે પીઠના સ્નાયુઓ ખેંચાય છે અને જ્યારે ઉપર આવે છે ત્યારે શિર અને ધડના સ્નાયુઓ ખેંચાય છે. આ કસરતને સતત અને નિયમિત રૂપે કરવાથી શરીરના સ્નાયુઓને રાહત સ્ટ્રેચ મળે છે જેને કારણે કમરના દુખાવામાં રાહત પણ મળે છે. હા, જો તમારા શરીરને કસરત કરવામાં સાનુકૂળતા ન હોય એટલે કે દુખાવો હોય, શરીરમાં અશક્તિ જણાતી હોય અથવા તો બીજી કોઈ રીતે શરીર બીમાર પડ્યું હોય તો આ કસરતને ન કરવી જોઈએ કારણ કે પરાણે કષ્ઠ લઈને આ કસર કરવાથી ખભા અને પીઠ પર ઈજા પહોંચવાની સંભાવના પણ વધી જઈ શકે છે. પુશ અપ્સ તમારા શરીરને ફ્લેક્સીબલ તેમજ મજબૂત બનાવે છે.

સ્નાયુઓ અને હાડકાઓની ઘનતા વધે છે

image source

વધતી જતી વય સાથે તમે સ્નાયુઓની ફ્લેક્સીબીલીટી ઓછી થવાનું શરૂ થતું હોય છે. જે તમારા શરીરની ઊર્જાનો યોગ્ય ઉપયોગ અને તેનો ખર્ચ કરવાની રીતને બદલી દે છે. સમસ્યમાં સ્નાયુઓ વધારે કઠણ થઈ જતા હોય છે તેની સ્થિતિમાં સુધારો કરવા માટે નિયમિત રીતે વ્યાયામ કરવો એ સૌથી સારો માર્ગ છે અને આ માટે, પુશ અપ સારામાં સારી અને સરળ કસરત છે.

image source

આ ઉપરાંત વૃદ્ધાવસ્થાની ઉંમર આવતાં સાથે હાડકાંની મજબૂતી પણ ઓછી થાય છે અને આ ઘટાડાને કારણે, ઓસ્ટિઓપોરોસિજિસની સમસ્યા શરૂ થાય છે. સામાન્ય રીતે વૃદ્ધ મહિલાઓમાં આ ઘણીવાર જોવા મળે છે. આવી સ્થિતિમાં મહિલાઓએ તેમના નિયમિતમાં આહારની સાથે કસરતનો પણ સમાવેશ કરવો જોઇએ. ખાસ કરીને, પુશ અપ જેવી નિયમિત કસરતો ઓસ્ટિઓપોરોસિસનું જોખમ ઘટાડી શકે છે.

જો તમે પણ ડાયેટિંગના બધા પ્લાનથી કંટાળ્યા હોવ અને અનેક પ્રકારની કસરતો અજમાવ્યા પછી પણ શરીરને બહુ લાભ ન મળ્યો હોય એવું લાગતું હોય તો દરરોજ પુશ અપ કરીને અહીં જણાવેલ બધા લાભ સરળતાથી મેળવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ