ઘણીવાર આપણે આપણા દુઃખ માટે નિસાસા નાખતા બોલી જઈએ છીએ કે જીવનમાં કશું જ ખોટું નથી કર્યું છતાં દુઃખ ભોગવવું પડે છે. ત્યારે આપણે ઘણીવાર આપણા પૂર્વજન્મના કર્મોને પણ તે માટે દોષ આપતા હોઈ છીએ. તો વળી કોઈ પાપી આ જન્મો પાપ કરતો હોય તો તે આવતા જન્મે ભોગવશે તેવું કહેવામાં આવે છે. તો બીજી બાજુ કોઈ વ્યક્તિ કશા જ કોઈ પ્રયાસ વગર જીવન લહેરથી વિતાવે છે ત્યારે પણ તેને કહેવામાં આવે છે કે નક્કી આગલા જન્મમમાં બહુ પુણ્ય કર્યા હશે.

હિન્દુ ધર્મમાં પુર્વ જન્મને ઘણું મહત્ત્વ આપવામા આવ્યું છે. ઘણીવાર આપણને વિચાર આવતા હોય છે કે શું ખરેખર મારા આગલા જન્મનું કર્મ મને નડી રહ્યું છે. અને પૂર્વ જન્મ તેમજ પુનર્જન્મમાં આપણા જાણિતા સાધુ સંતો પણ તેટલો જ વિશ્વાસ ધરાવે છે. માટે આપણે એટલું તો ચોક્કસ માનીએ છીએ કે પુર્વ જન્મ અને પુનર્જન્મ બન્ને અસ્તિત્વ ધરાવે છે. કર્મનો સિદ્ધાંત પણ તે બાજુ ઇશારો કરે છે.
એવું કહેવાય છે કે કર્મ અને તેનું ફળ ભોગવવા મનુષ્યએ જન્મો સુધી આ ધરતી પર જન્મ લેવો પડે છે. અને આ જ રીતે કર્મ તેમજ પુનર્જન્મ એકબીજા સાથે જોડાયેલા છે. તમે જે આગલા જન્મમાં કર્મ કર્યા હોય છે તે પછી સારા હોય કે ખરાબ હોય તેનું ફળ તે પછી સારું હોય કે ખરાબ તેને ભોગવવા માટે તમારે બીજો જન્મ લેવો પડે છે અને વળી પાછા તમે નવા જન્મમાં કર્મ કરો છો અને ફરી પાછા તમારા કર્મોની ગણતરી આગલા જન્મમાં કરવામા આવે છે અને તેને ભોગવવા તમારે બીજીવાર જન્મવું પડે છે. આમ આ ચક્ર ચાલુ જ રહે છે.

પુનર્જન્મના બે ઉદ્દેશ છે. એક તો એ કે મનુષ્ય પોતાના આગલા જન્મના ફળોને બીજા જન્મમાં ભોગવે અને બીજો એ કે આ અનુભવો પરથી તે પોતાના કર્મોને સુધારે અને આમ વારંવાર જન્મ લઈને તે પોતાની આત્માનો વિકાસ કરે અને છેવટે કોણ જાણે સેંકડો જન્મે તેને મુક્તિ મળે છે.

વારંવાર જન્મ્યા સિવાય માણસનો છુટકો નથી કારણ કે તેણે પોતે જે કરેલું છે જે ઇચ્છેલુ છે તેને તો તેણે ભોગવવું જ પડે છે પછી આ જન્મ હોય પાછલો જન્મ હોય કે આવનારા અગણિત જન્મો હોય. તમારો જન્મ થાય છે ત્યારથી જ તમારા કર્મો લખાઈ ગયા હોય છે અને તે જ રીતે તમારું શરીર વિકસાવવામાં આવે છે અને જન્મની તારીખની સાથે મરણની તારીખ પણ નક્કી થયેલી હોય છે જેને કોઈ જાણી શક્યું નથી અને જાણી શકશે નહીં.

પણ પુર્વ જન્મના કર્મો જો તમને નડી રહ્યા હોય તો તેના માટે કેટલાક આધ્યાત્મિક ઉપાય દર્શાવવામાં આવ્યા છે. તમારે દરેક જન્મમાં તમારા ભાગનું દુઃખ અને સુઃખ ભોગવવા પડે છે પણ આ દુઃખમાં શાંતિ મેળવવા માટે તમે આટલું કરી શકો.
મંત્રોચ્ચારથી માનસિક શાંતિ

તમને જે પણ મંત્રમાં શ્રદ્ધા હોય તેનો સંપુર્ણ મન અને ધ્યાન તેમજ શ્રદ્ધાથી જાપ કરવો જોઈએ. મંત્ર એ તમે તમારા આરાધ્ય દેવ માટે કરેલી અંતરમાંથી ઉપજેલી પ્રાર્થના છે અરજ છે. આ શ્રદ્ધાપુર્ણ ભક્તિ તમને ચોક્કસ ફળ આપે છે અને કેટલીક હદે તમે તમારા પુર્વકર્મના બોજાથી મુક્તિ મેળવી શકો છો અને આવનારા જન્મ માટે પુણ્યનું ભાથુ તૈયાર કરી શકો છો.
તમારી સાથે કંઈ પણ બનતું હોય તેમાં ભગવાનની મરજી છે તેવું માનવું અને તમારા તારણહાર તરીકે ભગવાનને જ માની લેવા અને તેમના પર પુર્ણ વિશ્વાસ મુકવો. ભગવાન કોઈને કોઈ રસ્તો તમારી તકલીફો દૂર કરવાનો શોધી જ લેશે.
દાન કરી પુણ્ય કમાવો

શ્રદ્ધાપુર્ણ રીતે મંત્રોચ્ચાર કરવાથી તમને માનસિક શાંતિ મળે છે અને ભગવાન સતત તમારી સાથે છે તેવો અહેસાસ તમને થાય છે અને તમે નિશ્ચિંત રહો છો. મંત્રો માણસના વ્યક્તિત્વને મજબુત બનાવે છે. તમારા સ્વભાવને શાંત બનાવે છે તમને ખોટા નિર્ણયો લેતા અટકાવે છે.

તમારે જીવનમાં તમારાથી બને તેટલું દાન કરવું જોઈએ. દાનનો મહિમા હિન્દુ તેમજ દુનિયાના લગભગ બધા જ ધર્મોમાં કરવામાં આવ્યો છે. તમારી યથાશક્તિએ તમારે દાન કરવું જોઈએ. એવું નથી કે આ દાન કોઈ ભૌતિકે વસ્તુ હોય તમે કોઈને માફીનું દાન પણ કરી શકો છો. અને આ દાન તમારા આત્માને નિર્મળ બનાવે છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ