પુરુષોત્તમ માસ – વાંચો આ માસની મહિમા અને કેવીરીતે કરશો પ્રભુની ભક્તિ…

દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ,

ગઈકાલથી પુરુષોત્તમ માસ ની શરૂઆત થઇ ગઈ છે તો સૌ વૈષ્ણવ ભાઈઓ અને બહેનોને વધાઈ . પુરુષોત્તમ માસ એટલે પ્રભુ ની વધુ નજીક જવાનો સમય ,વધુ ભક્તિ કરવા નો સમય . દર ત્રણ વર્ષે આ પવિત્ર માસ આવે છે. આ માસ ને અધિક માસ પણ કહેવામાં આવે છે . અધિક માસ ના સ્વામી સ્વયં પુરુષોત્તમ પ્રભુ છે તેથી તેને પુરુષોત્તમ માસ કહે છે .વૈષ્ણવો ઘર માં શ્રી ઠાકોરજી ને અધિક લાડ લડાવે છે .રોજ નવા મનોરથો કરે છે .જપ તપ પાઠ પૂજા નિયમ વ્રત વધુ કરે છે . આ માસ માં લોકિક કર્યો જેવા કે લગ્ન , વાસ્તુપૂજા કે બીજા શુભ કાર્યો કરવા ના નથી હોતા .આ માસ માં ધર્મ કાર્યો નું મહત્વ ઘણું છે . તીર્થ સ્નાન નું પણ ઘણું મહત્વ છે .લોકો નદીએ ,દરિયે કે તળાવ માં સ્નાન કરે છે. પૂજા અર્ચના કરે છે .પુરુષોત્તમ ભગવાન ની કથા વાર્તા સાંભળે છે.કાંઠા ગોર નું પૂજન કરે છે, ધોળ કીર્તન કરે છે .યથાશક્તિ દાન ધર્મ કરે છે .કોઈ ઉપવાસ ,એકટાણા કરે છે .32 મહિના, 16 દિવસ, 1 કલાક 36 મિનિટના અંતરે દર ત્રીજા વર્ષે અધિક માસ આવે છે. જ્યોતિષમાં ચંદ્રમાસ 354 દિવસ તથા સૌરમાસ 365 દિવસનો હોય છે. આ કારણે દર વર્ષે 11 દિવસનો અંતર આવે છે જે 3 વર્ષમાં એક મહિના કરતા થોડા વધુ હોય છે. ચંદ્ર અને સૌર માસના અંતરને પૂરા કરવા માટે ધર્મ શાસ્ત્રોમાં અધિક માસની વ્યવસ્થા કરવામાં આવી છે. આ મહિનામાં સવારે સૂર્યોદય પહેલા ઊઠીને નિત્યકર્મ પૂરા કરી ભગવાનનું સ્મરણ કરવું જોઈએ અને પુરૂષોત્તમ માસના નિયમ ગ્રહણ કરવા જોઈએ…

1. પુરૂષોત્તમ માસમાં શ્રીમદભાગવતના પાઠ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.

2. આ માસમાં તીર્થો, ધરો તથા મંદિરોમાં જગ્યાએ-જગ્યાએ ભગવાનની કથા થવી જોઈએ.

3. ભગવાન પુરૂષોત્તમના વિશેષ રૂપનું પૂજન થવું જોઈએ અને ભગવાનની કૃપાથી દેશ તથા વિશ્વનું મંગળ હોય તથા ગો-બ્રાહ્મણ અને ધર્મની રક્ષા થાય તેના માટે વ્રત-નિયમાદિનું આચરણ કરતા દાન, પુણ્ય અને ભગવાનનું પૂજન કરવું જોઈએ.

4. પુરૂષોત્તમ માસના સંબંધમાં ધર્મગ્રંથોમાં લખ્યું છે-

येनाहमर्चितो भक्त्या मासेस्मिन् पुरुषोत्तमे।
धनपुत्रसुखं भुकत्वा पश्चाद् गोलोकवासभाक्।।

અર્થાત – પુરૂષોત્તમ માસમાં નિયમથી રહીને ભગવાનની વિધિપૂર્વક પૂજા કરવાથી ભગવાન અત્યંત પ્રસન્ન થાય છે અને ભક્તિ પૂર્વક ભગવાનની પૂજા કરવાવાળા અહીં બધા જ પ્રકારના સુખ ભોગવી મૃત્યુ પછી ભગવાનના દિવ્ય ગોલોકમાં નિવાસ કરે છે. અક્ષય તૃતીયા (અખાત્રીજ) અને અષાઢી બીજ (રથયાત્રા) એ બંને તહેવારો ભારતીય જ્યોતિષ, મુહૂર્તશાસ્ત્ર, કૃષિ સંસ્કૃતિ અને લોકજીવનમાં વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. આ બે તહેવાર સામાન્ય રીતે બરાબર બે માસના અંતરે આવે છે, પરંતુ આ વર્ષે અખાત્રીજ પછી અષાઢી બીજ પુરા ત્રણ માસને અંતરે આવશે. આમ કેમ? તેનું કારણ જાણો છો? કારણ છે અધિક જેઠ માસ.

આ વર્ષે વિક્રમ સંવત ૨૦૭૪માં ૧૨ ચાંદ્ર માસને બદલે ૧૩ ચાંદ્ર માસ આવ્યા છે, અધિક માસ તરીકે જેઠ માસ હોવાથી બે જેઠ માસ આવે છે.

વૈશાખ માસ તા. ૧૫મી મે, મંગળવારે શનિ જયંતીને દિવસે સમાપ્ત થઇ ગયો. પહેલો જેઠ (અધિક જેઠ) તા. ૧૬-૦૫-૨૦૧૮ થી તા. ૧૩-૦૬-૨૦૧૮ સુધી રહેશે. અધિક માસને ધાર્મિક પરિભાષામાં ‘પાવન પુરુષોત્તમ માસ’ પણ કહે છે. ત્યારબાદ નિજ જેઠ માસ ( શુદ્ધ બીજો જેઠ માસ) તા. ૧૪-૦૬-૨૦૧૮ થી તા. ૧૩-૦૭-૨૦૧૮ સુધી રહેશે.

વિષ્ણુ પુરુષોત્તમ નારાયણ નું પૂજન વ્યક્તિ જીવનમાં કર્મ અનુસાર ફળની પ્રાપ્તિ કરે છે. જો વ્યક્તિ સુખી કે દુઃખી હોય તો તેની પાછળ તેના સારા નરસા કર્મો જ જવાબદાર હોય છે. ભગવાન વિષ્ણુને કર્મના દેવતા તરીકે માનવામાં આવે છે. પુરુષોત્તમ મહિનો એ કર્મફળનું મહત્વ રજૂ કરે છે. તેથી જ આ મહિનામાં વિષ્ણુની આરાધના વિશેષ રૂપે કરવામાં આવે છે.

કેવી રીતે કરવું વિષ્ણુ પુરુષોત્તમ નારાયણ પુજન
આ મંત્રોમાંથી કોઈનો જાપ કરી શકાય

ૐ વિષ્ણવે નમઃ
ૐ નમો ભગવતે વાસુદેવાય
ૐ હરયે નમઃ
ૐ સત્યાય નમઃ
ૐ નમો નારાયણાય ૐ શ્રી સ્વામિનારાયણાય નમ : શ્રી કૃષ્ણ શરણં મમ :

વિષ્ણુસહસ્ત્રનામના શક્ય હોય તેટલી વાર પાઠ કરવા
ખાસ દરરોજ એક વાર, શ્રીમદ ભગવદ ગીતા ના અધ્યાય ૧૨ -કે ૧૫ કે ૧૮ ના પાઠ કરવાભાગવતનું વાંચન, સ્મરણ, ચિંતન કરવું. ચૈત્ર માસ દરમિયાન પીપળાના વૃક્ષમાં પાણી રેડવું.

ૐ મંગલમ્ ભગવાન વિષ્ણુ, મંગલમ્ ગરુડધ્વજ ।

મંગલમ્ પુડરિકાંક્ષ, મંગલાય તનો હરિ ।।

સૌજન્ય : આચાર્ય ડો હિતેશભાઈ જોશી (શાસ્ત્રી)

સર્વ ભક્તોની ઈચ્છા પ્રભુ પૂરી કરે એ જ પ્રાર્થના, દરેક મિત્રો સાથે શેર કરો આ માહિતી.

ટીપ્પણી