બાર્બી ડોલ જેવા દેખાવા આ મહાશયે એટલા ઈન્જેક્શન લીધા કે હવે લોકો કહી રહ્યા છે આ છોકરો છે કે છોકરી

દુનિયા લોકોને જે હોય તેના કરતા અલગ બતાવવાનો શોખ હોય છે. જેના માટે તેઓ કઈ પણ કરવા તૈયાર થઈ જતા હોય છે. ઘણી વાર અલગ દેખાવાના ચક્કરમાં લોકો પોતાના એવા હાલ કરી નાખતા હોય છે કે પછી પોતાની જાતને અરીસામાં જોવી પણ નથી ગમતી. આવો એક કિસ્સો સામે આવ્યો છે ચેક રિપબ્લિકમાં. ચેક રિપબ્લિકનો બ્રેનોના 26 વર્ષીય હોનજા સિમ્સાની ઇચ્છા છે કે તે વધુને વધુ બાર્બી ડૉલ જેવો દેખાય. પણ આ ઇચ્છા હવે તેને એટલી ભારે પડી રહી છે કે ભાઇને કોઇ છોકરી ભાવ પણ નથી આપતું. ઉલ્ટાનું છોકરાઓ તેની છેડતી કરીને જતા રહે છે અને હવે તે એક ગર્લફ્રેન્ડ શોધી રહ્યો છે. પરંતુ તેના દેખાવને કારણે તે હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

તમે પણ ચકરાઇ જાવ કે આ ભાઇ છે કે બેન

image source

તમને નવાઇ લાગશે પણ હોનજા કામ પર જતી વખતે પણ ઓફિસ સ્ટેડર્ડ ડ્રેસમાં મહિલાઓના જ કપડા પહેરે છે. અને તે એવી સરસ રીતે તૈયાર થાય છે કે તમે પણ ચકરાઇ જાવ કે આ ભાઇ છે કે બેન. પણ તેની ફેશન સેન્સ પણ સારી છે. અને તેને નીતનવી ફેશનની બધી ખબર છે. જે સામાન્ય રીતે છોકરીઓને હોય છે.

બાર્બી ડોલનો મોટો પ્રશંસક

image source

હોનજા વ્યવસાયે તો ટેક એક્સપર્ટ છે. પણ ખાલી સમય મળતા જ તે અરીસા સામે બેસી જાય છે અને નકલી પાંપણ લગાવી, કલર્ડ વિગ પહેરી ફોટો પડવવા, પોતાને નિહારવાનો પણ આ યુવકને ભારે શોખ છે. તે બાર્બી ડોલનો મોટો પ્રશંસક છે અને રીયલ લાઇફમાં પણ તે બાર્બી ડોલ જેવો જ દેખાવવા માંગે છે. આ સિવાય આ યુવકનો દાવો છે કે તેને 2017થી જ ઇજેક્શન અને થેરેપી લઇ રહ્યો છે. તેને પોતાના હોઠ અને બીજા બધા દેખાવ માટે કરીને અત્યાર સુધીમાં 14 લાખ રૂપિયા જેટલો ખર્ચ પોતાના પર કરી લીધો છે.

છોકરી શોધવામાં બહુ મુશ્કેલી થઇ રહી છે

image source

એટલુ જ નહી તેણે પોતાના હોઠ, ગાલ અને દાઢી પર દર થોડા મહિનામાં કોઇને કોઇ ઇન્જેક્શનની ટ્રિટમેન્ટ લેતો રહે છે. જેથી તેનો લૂક મેન્ટેન થાય. હાલમાં તેના ચહેરામાં 90 મીલી ફિલર છે. હોનજાના એક મિત્રએ તેને કેટલાક ઇન્જેક્શન મફત પણ આપ્યા છે. પોતાના યુવતી જેવા કપડા, હિલ, નકલી પાંપણો અને વિગના આ ખાસ શોખ હોવા છતાં હોનજાનો દાવો છે કે તે અંદરથી મર્દ છે. અને તે વાત પર હંમેશા ભાર આપે છે. પણ હાલ તેના આ ગેટઅપના કારણે તેને છોકરી શોધવામાં બહુ મુશ્કેલી થઇ રહી છે.

મારી રુચિ હંમેશા યુવતીઓમાં જ રહી છે

image source

તે વારંવાર કહે છે કે તેને આ બધા શોખ છે પણ તેની રુચિ હંમેશા યુવતીઓમાં જ રહી છે. વધુમાં આ ટેક એક્સપર્ટે પોતાની એક બાર્બી સ્ટાઇલ કપડા અને નકલી પાંપણોની બ્રાન્ડ પણ શરૂ કરી છે. હાલ તો આ મહાશય સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. હવે જોવું એ રહ્યું કે તેમને કોઈ ગર્લફેન્ડ મળે છે નહિં?

image source

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ