જલ્સા કરોને જેંતીલાલ

પુરુષ જેવા આ મંદિરમાં પ્રવેશ કરે છે તો એ બદલાયને સ્ત્રી બની જાય છે…

કેરલનાં આ અનોખા મંદિરની કહાની ખૂબ રસપ્રદ છે.કેરલની સાંસ્કૃતિક રાજધાની છે તૃશ્શૂર,ત્યાં પુન્કુન્નામમાં એક મંદિર છે કોટ્ટનકુલંગરા શ્રી દેવી મંદિર. આ મંદિરની પાછળની કહાની ખૂબ ઓ છા લોકોને ખ્યાલ છે. વાત કંઈક એમ છે કે આ મંદિર વિશેષ હોવા પછી પણ તેટલું મશહૂર નથી થયું. પણ જેમ જેમ તેની કહાની લોકોને જાણવા મળી તો આની ખ્યાતિ વધતી ગઈ.આ મંદિરમાં સ્ત્રીઓ જાય છે તો આરામથી પૂજા કરીને આવી જાય છે.પણ પુરુષબ જેવા આ મંદિરમાં પ્રવેશ કરે છે તો એ બદલાયને સ્ત્રી બની જાય છે.


આવો જાણીએ આ મંદિરની કહાની શું છે.જ્યાં પુરુષોની અંદર આટલું મોટું પરિવર્તન થઈ જાય છે,તો પણ એ મની ભીડ સતત આ મંદિર તરફ વધતી જઈ રહી છે.

સખત કાયદો


દેશમાં ઘણા એવા મંદિર છે જેના પોાતાના કાયદા કાનુન છે.ક્યાંક મહિલાઓ ને અંદર જવાની મનાઈ તો ક્યાંક પુરુષો ને.અમુક જગ્યા પર મહિલાઓ તેમના માસિક ધર્મનાં કારણે મંદિરથી દૂર રાખવામાં આવે છે.ખેર કોટ્ટનકુલંગરા શ્રીદેવી મંદિરનાં પોતાના કાયદા છે,અહી પુરુષોને જવાની મનાઈ છે. અહી આ કાયદાને લઈને ખૂબ સખ્તી વરતવામાં આવે છે.

પુરુષો લે છે મહિલાનું રૂપ


કોટ્ટનકુલંગરા શ્રીદેવી મંદિરમાં પુરૂષોને જવાની મનાઈ તો છે,તો પણ લોકો અહી પૂજા કરી આવે છે. એ મંદિરમાં જતા સમય તો પુરુષનાં રૂપમાં જાય છે પણ ત્યાંથી બહાર આવતા તેનું રૂપ બદલાયેલ મળે છે.જી હા,આ મંદિરમાં પ્રવેશ કરતા પહેલા પુરુષોને મહિલાની જેમ તૈયાર થઈને જવું હોય છે.સાડી પહેરવી પડે છે,દાઢી કઢાવાય છે અને સાથે જ વિગ લગાવીને સારો એવો મેકઅપ પણ કરાવવામાં આવે છે.

મંદિરની અંદર જ છે તૈયાર થવાની વ્યવસ્થા


આ મંદિરમાં ઘણા પ્રકારનાં તહેવાર મનાવવાનાં આવે છે.કહેવાય છે કે આ વિશેષ ઉપલક્ષ્ય પર જો પુરુષ દેવીનાં દર્શન કરે તો મનોકામના પૂર્ણ થાય છે.પણ તેના પહેલા પુરુષોને સ્ત્રીનું રૂપ ધારણ કરવું પડે છે.મંદિર પરિસરમાં પુરુષોનાં મેકઅપની વ્યવસ્થા કરવામાં આવેલી છે.અહી તેમને બિલકુલ મહિલાની જેમ સજાવીને અંદર મોકલવામાં આવે છે.

મહિલાઓ પર નથી પ્રતિબંધ

કોટ્ટનકુલંગરા શ્રી દેવી મંદિરમાં સ્ત્રીઓ માટે કોઈપણ કાનુન નથી.તેમને પુજા કરવી હોય તો તે સીધા મંદિરમાં પ્રવેશ કરી શકે છે.પણ પુરુષોનાં પ્રવેશ પર પાબન્દી લગાવવામાં આવી છે.આ પૂર્ણ પાબન્દી તો નહિ પણ તેના પાછળ શરતો રાખવામાં આવી છે.તેનાથી લોકોની આટલી ભાવના જોડાયેલી છે કે આ શરતો પણ ભક્તિભાવથી પૂરી દેવામાં આવે છે.


ચાલ્યાવિલક્કૂ તહેવાર

અહી દર વર્ષે ચામ્યાવિલક્કૂ તહેવાર મનાવવામાં આવે છે.આ દિવસે લોકોની ભીડ ઉમટી પડે છે.અહી આવતા વધારે પુરુષો જ હોય છે.તેવી માન્યતા છે કે જો પુરુષ મહિલાઓ ની જેમ જ સાજ શણગાર કરીને પોતાના સાચા મનથી પૂજા અર્ચના કરે છે તો એ મની બધી મનોકામનાઓ પુરી થઈ જાય છે.

સોળે શણગારની પરંપરા


કોટ્ટનકુલંગરા શ્રીદેવી મંદિરમાં પ્રવેશ દરમિયાન પુરુષોનો જે મેકઅપ હોય છે તેની વ્યવસ્થા મંદિરની અંદર જ હોય છે.તેના માટે આપને થોડા પૈસા ચૂકવવા પડે છે.આપ બહાર મેકઅપ કરાવીને પણ આવી તો શકો છો પણ તે શિંગાર પૂર્ણ નથી હોતો,કઈંક ને કંઈક કમી રહી જાય છે.જ્યારે કે અહી આવ્યા બાદ આપને કાયદેસર સોળ શણગાર કરવામાં આવે છે.વાળમાં ગજરો લિપ્સટિક અને સાડી સહિત બધો સામાબ અહી ઉપલબ્ધ હોય છે.

મંદિરની કહાની


કોટ્ટનકુલંગરા શ્રી દેવી મંદિરની અંદર જઈને ઉપર જોવાની મનાઈ છે.પૌરાણિક માન્યતાઓ અનુસાર આ મંદિરને પહેલીવાર અમુક માલધારીઓ એ જોયુ હતુ.તેમને સ્ત્રીઓ નાં કપડા પહેરીને તેના પર ફૂલ અર્પિત કરવામાં આવ્યા હતા અને અહીથી એક શક્તિ નિકળી હતી.એક માન્યતા એ છે કે અમુક લોકો અહી નાળિયેર તોડવા આવ્યા હતા,તે દરમિયાન એક પથ્થરમાંથી લોહી નિકળવા લાગ્યું.લોકોએ જઈને સૌને સુચના આપી અને પૂજા પાઠ કર્યા બાદ લોહી નિકળવાનું બંધ થયું.ત્યારથી તેને એક શક્તિશાળી મંદિર તરીકે માનવામાં આવે છે.

Exit mobile version