પુરી, ભજીયા કે પછી બીજી કોઈપણ વસ્તુ તળીને તમે એ તેલનો ઉપયોગ કરો છો…

ઘરમાં જો કોઈ તહેવાર હોય તો ખાસ સ્વાદિષ્ટ ભોજન બનાવવામાં આવે છે. ગરમાગરમ પૂરી, ફરસાણ વગર તો તહેવાર અધૂરા છે. તેમજ તહેવાર પર તો સમોસા, ભજીયા, પૂરી વગેરે બનાવવામાં આવે છે. આપણા ભારતીય રસોઈમાં મોટાભાગની રેસિપી એવી છે, જે તેલ વગર તો પૂરી થતી જ નથી.


તેલ આપણી રસોઈમાં સૌથી પ્રાથમિક જરૂરિયાત ગણાય છે. જોકે, ઓઈલી ફૂડ બહુ નહિ ખાવું તે તો તમને ખબર જ હશે, પંરતુ હજી એક વાત છે, જે તમે મગજમાં ગાંઠ મારીને નોંધી લેજો. અનેક પરિવાર એવા છે, જે કઢાઈમાં બચેલા તેલનો બીજીવાર ઉપયોગ કરે છે. પરંતુ આવું કરવું હેલ્થ માટે બહુ જ નુકશાનકારક હોય છે. આ બાબત આગળ જઈને બીમારીનું કારણ બની શકે છે.


ફૂડ એક્સપર્ટસના જણાવ્યા અનુસાર, તેલમાં કેટલાક મુક્ત કણોનું નિર્માણ થાય છે, જે આગળ જઈને સ્વસ્થ કોષિકાઓ સાથે જોડાય છે અને બીમારીઓ પેદા કરે છે. આ મુક્ત કણ કેન્સર પેદા કરનારા હોઈ શકે છે.


અર્થાત તેનાથી કેન્સર થઈ શકે છે. તથા ધમનીઓમાં ખરાબ કોલેસ્ટોરોલનું સ્તર પણ વધી શકે છે અને ધમનીઓમાં તકલીફ પેદા થઈ શકે છે.

જેટલું ગરમ કરશો તેટલું નુકશાન


તેલ જેટલીવાર ગરમ થશે, તેટલીવાર તેમાં કેન્સરના કણ બને છે. આ કણ જ્યારે વધુ સમય સુધી તેલમાં રહી જાય છે તો તે વધી જાય છે અને તેને ફરીથી ઉકાળવાથી તેની શક્તિ વધી જાય છે. તેલને વારંવાર ગરમ કરવાથી તેમાં કેન્સર ઉત્પન્ન કરનારા તત્ત્વ આવી જાય છે. જેને કારણે શરીરમાં ગોલ બ્લેડર કે પેટનું કેન્સર થવાની શક્યતા વધે છે.


શરીર માટે ખતરો

કઢાઈમાં બચેલા તેલને ફરીથી ગરમ કરીનેય યુઝ કરવાથી તેમાં ધીરેધીરે ફ્રી રેડિકલ્સ બનવા લાગે છે. આ રેડિકલ્સના રિલીઝ થવાથી તેલમાં એન્ટી ઓક્સીડન્ટ ખત્મ થઈ જાય છે અને બચેલા તેલથી કેન્સરનો કણ બની શકે છે.


કઢઈમાં તેલમાં ફેટ જમા થવાથી કઢઈનું તેલ કાળું થઈ જાય છે. આ પેટ ખાવામાં ચોંટી જવાથી હેલ્થને નુકસાન થાય છે.

આ પ્રકારનું ખાવાનું ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા વધી જાય છે. જેને કારણે તમારો મોટાપો પણ વધી શકે છે. સાથે જ અનેક તકલીફો જેમ કે, એસિડિટી અને દિલની બીમારીઓ પણ થઈ શકે છે.


સરસવના તેલની સરખામણીએ ગ્રેપસીડ ઓઈલ, સનફ્લાવર, કોર્ન ઓઈલ જેવા તેલોમાં લિનોલેઈક એસિડની માત્રા વધુ હોય છે. તેથી આ પ્રકારના તેલનો ઉપયોગ ડીપ ફ્રાઈ કરવા માટે ન કરવું જોઈએ.


તેલમાં ધ્યાન રાખો કે તેમાં જાડી ફેટ ન જમા થાય. જો કઢઈમાં ચીપચીપવાળું કાળુ દેખાવા લાગે તો આવા તેલનો ઉપયોગ જરા પણ ન કરતા.

આવા તેલમાં અનેક વિષાક્ત પદાર્થ આવી જાય છે, જે હેલ્થને બહુ જ નુકશાન કરી શકે છે. તેથી આવા તેલનો ઉપયોગ બિલકુલ પણ ન કરો અને કંઈ પણ વિચાર્યા વગર તેને ફેંકી દો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી મેળવવા માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ