જલ્સા કરોને જેંતીલાલ

કોઈ પણ પુરાવા વગર આધાર કાર્ડમાં બદલી શકાય છે સરનામું, જાણો આ ઓનલાઇન પ્રોસેસ વિશે

કોઈ તમારી પાસે તમારો આધાર કાર્ડ નંબર માંગે તેના કરતાં પણ જો કોઈ તમારી પાસે આધાર કાર્ડની નકલ માંગે તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. અભિષેક દત્તા કહે છે કે જયારે કોઈ તમારી પાસે આધાર કાર્ડ સ્ટોર કરવાની માંગણી ખાતે તો તમે આધાર કાર્ડના શરૂઆતના 8 નંબર છુપાવીને જ તેની સાથે શેયર કરો. તમારે હંમેશા આધાર કાર્ડ સાથે રાખવાની પણ જરૂર નથી. E આધાર કે M આધાર દ્વારા ડાઉનલોડ ફોર્મેટની પણ વેલિડિટી હોય છે જો કોઈ આ ફોર્મેટમાં આધાર સ્વીકાર કરવાની મનાઈ કરે તો તમે તેની વિરુદ્ધ ફરિયાદ પણ કરી શકો છો.

image source

આધાર કાર્ડ રાખતા લોકો નો એક સામાન્ય સવાલ એ પણ હોય છે કે તેઓ આધાર કાર્ડમાં કોઈ પુરાવા વિના સરનામું બદલવા ઈચ્છે તો તે કઈ રીતે થઇ શકે ? શું કોઈ પુરાવા વિના પણ આધારમાં સરનામું બદલાવી શકાય ? તો તેનો જવાબ છે હા, આધાર કાર્ડમાં સરનામું બદલી શકાય છે અને તે પણ કોઈ પુરાવા આપ્યા વિના.

image source

આધાર વેલિડેશન લેટર દ્વારા તમે આરામથી કોઈપણ પુરાવા આપ્યા વિના તમારા આધાર કાર્ડનું સરનામું બદલાવી શકો છો. આ માટે તમારે એક સિક્રેટ કોડની જરૂર પડે છે જેના માટે તમારે ક્યાંય જવાની પણ જરૂર નથી. આ સિક્રેટ કોડ તમને આધાર વેલિડેશન લેટરની અંદર જ મળે છે જે સરનામું બદલવા સમયે માંગવામાં આવે છે. એડ્રેસ વેરિફિકેશન માટે આ સિક્રેટ કોડ જરૂરી છે.

image source

સરનામું બદલવા માટે તમારે કોમ્પ્યુટર અથવા સ્માર્ટફોનની જરૂર પડશે. અને સાથે જ તમારું આધાર કાર્ડ, આધાર સાથે રજીસ્ટર્ડ કરાયેલ મોબાઈલ નંબર કે જેમાં ઓટીપી આવશે અને આધાર વેલિડેશન નંબર. તમારે એ યાદ રાખવું પડશે કે આધાર સાથે તમારો કયો નમ્બર લિંક કરેલો છે કારણ કે ઓટીપી એ નંબર પર જ આવશે. ઓટીપી સબમિટ કર્યા વિના આધાર કાર્ડમાં સરનામું અપડેટ નહિ થઇ શકે.

image source

આ આખી પ્રક્રિયામાં મુખ્ય કામ આધાર વેલિડેશન લેટરનું હોય છે. આ લેટર એડ્રેસ પૃફની જેમ જ માન્ય ગણાય છે. આ લેટર મંગાવવાની પ્રક્રિયા પણ ઓનલાઇન છે. આ લેટર લેવા માટે તમારે UIDAI ની વેબસાઈટ પર જવાનું રહેશે અને વેલિડેશન લેટર માટેની રિકવેસ્ટ નાખવી પડશે. રિકવેસ્ટ માટે એક વેરિફાયરની જરૂર રહેશે જે પરિવારના અન્ય સભ્ય, મિત્ર કે સંબંધી પણ હોઈ શકે. રિકવેસ્ટ નાખ્યા બાદ વેરિફાયરના આધાર નંબર અને ઓટીપી માંગવામાં આવશે. આ પ્રક્રિયા પુરી થયા બાદ તમે વેલિડેશન લેટર મંગાવી શકો છો.

આ સાથે જ તમારી રિકવેસ્ટ પ્રોસેસ થઇ જશે અને કમ્પ્યુટર અથવા સ્માર્ટફોન પર URN નંબર મળશે જેને નોંધી લેવો અને બાદમાં આ નંબર દ્વારા તમે આ રિકવેસ્ટનું સ્ટેટ્સ જાણી શકો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version