“પંજાબી કઢી પકોડા” – બનાવો આ પંજાબી ટેસ્ટી વાનગી.. શેર કરો મિત્રો સાથે..

“પંજાબી કઢી પકોડા”

સામગ્રી:

પકોડા માટે:

1 કપ ચણાનો લોટ,
2 ટે સ્પૂન કોથમીર,
1/4 ટી સ્પૂન હલદર,
ચપટી બેકીંગ સોડા,
1 ટી સ્પૂન જીરુ,
1 ટી સ્પૂન જીણા સમારેલાં મરચા,
2 કપ લામ્બી સમારેલી ડુંગળી,
મીઠુ,
તેલ ડીપ ફ્રાય માટે,

કઢી માટે:

2 કપ દહીં,
3 ટે સ્પૂન ચણાનો લોટ,
1/4 ટી સ્પૂન હલદર,
મીઠું,
1 ટે સ્પૂન તેલ,
1/2 ટી સ્પૂન જીરુ,
2 લવિંગ,
1 નાનો ટુકડો તજ,
1/4 ટી સ્પૂન મેથીના દાણા,
1/4 ટી સ્પૂન આખા ધાણા,
4-6 લીમડાના પાન,
2 આખા સૂકા લાલ કશ્મીર મરચા,
1/2 ટી સ્પૂન આદું પેસ્ટ,
1/2 ટી સ્પૂન લાલ મરચું,
2 ટે સ્પૂન કોથમીર ગર્નિશ માટે,

રીત:

પકોડા માટે:

પકોડા માટેની સામગ્રી એક ઊંડા બાઉલમા લઈ 1/2 કપ આશરે પાણી ઉમેરી થીક બેટર બનાવવુ.
ડીપ નોનસ્ટીક પેનમા તેલ ગરમ થાય એટલે ગોલ્ડન કલરના પકોડા તળી લેવા.

કઢી માટે:

એક બાઉલમા દહીં, ચણાનો લોટ, હલદર, મીઠું અને 2 કપ પાણી ઉમેરી બરાબર મિક્ષ કરી મિક્ષણ સાઇડ પર રાખવુંલેવું.
એક ડીપ નોન સ્ટીક પેનમા તેલ લઈ જીરુ, લવિંગ, મેથી, ધાણા, લીમડાના પાન અને લાલ સૂકા મરચાનો વઘાર કરી, લો ફ્લેમ પર ગેસ રાખી તેમા મિક્ષણ ઉમેરી, આદું પેસ્ટ, લાલ મરચું અને મીઠું ઉમેરવુ.
3-4 મિનિટ માટે મિડીયમ ફ્લેમ પર કૂક કરવી વચ્ચે વચ્ચે હલાવી લેવું.

સર્વિંગ કરતા પેલા કઢીને ઉકાળી પકોડાને ઉમેરી 1-2 મિનિટ માટે મિડીયમ ફ્લેમ પર કૂક કરવું વચ્ચે વચ્ચે હલાવી લેવું.
કોથમીર ઉમેરી તરત સર્વ કરવું.

રસોઈની રાણી: દિપીકા ચૌહાણ (નડિયાદ)

સાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી