જલ્સા કરોને જેંતીલાલ

પુંડલિકની માતા પિતા પ્રત્યેની સેવા ભાવના જોઇને પ્રસન્ન થયા હતા ઈશ્વર, જાણવાજેવી માહિતી…

સંત પુંડલિકની માતૃ-પિતૃ ભક્તિ સંત પુંડલિક માતાપિતાના પરમ ભક્ત હતા. એક દિવસ પુંડલિક પોતાના માતાપિતાના પગ દબાવી રહ્યા હતા કે શ્રીકૃષ્ણ રુક્ષમણી સાથે ત્યાં પ્રગટ થઈ ગયા, પરંતુ પુંડલિક પગ દબાવવામાં એટલા લીન હતા કે તેમનું પોતાના ઈષ્ટદેવ પર ધ્યાન જ ન પડ્યું. ત્યારે પ્રભુએ જ સ્નેહથી બોલાવ્યા, ‘પુંડલિક, અમે તમારું આતિથ્ય ગ્રહણ કરવા આવ્યા છીએ.’


પુંડલિકે જ્યારે એ તરફ દ્રષ્ટિ ફેરવી, તો રુક્ષમણી સમેત સુદર્શન ચક્રધારીને હસતા પામ્યા.

તેઓએ પાસે જ પડેલી ઈંટ ફેંકીને કહ્યું, ‘ભગવન! કૃપયા આના પર ઉભા રહીને પ્રતિક્ષા કરો. પિતાજી સુઈ રહ્યા છે, તેમની નિંદરમાં ખલેલ નથી પહોંચાડવા ઈચ્છતો. થોડી જ વારમાં તમારા પાસે આવું છું.’ તે ફરીથી પગ દબાવવામાં લીન થઈ ગયા. પુંડલિકની સેવા અને શુધ્ધ ભાવ જોઈ ભગવાન એટલા પ્રસન્ન થઈ ગયા કે કમર પર બન્ને હાથ રાખી તથા પગ જોડીને તે ઈંટો પર ઉભા રહી ગયા. પરંતુ તેમના માતાપિતાને ઉંઘ આવી જ નહોતી રહી. તેઓએ તુરંત આંખો ખોલી નાખી. પુંડલિકે જ્યારે આ જોયું તો ભગવાનને કહી દીધું, ‘તમે બન્ને આમ જ ઉભા રહો’ અને તે ફરીથી પગ દબાવામાં મગ્ન થઈ ગયા.

ભગવાને વિચાર્યુ કે જ્યારે પુંડલિકે ખૂબ પ્રેમથી તેમની આ પ્રકારે વ્યવસ્થા કરી છે, તો આ સ્થાન શામાટે ત્યાગવું જોઈએ? અને તેમણે ત્યાંથી જ હટવાનો નિર્ણય કર્યો.

પુંડલિક માતાપિતા સાથે તે જ દિવસે ભગવતધામ ચાલ્યા ગયા, પરંતુ શ્રીવિગ્રહના રૂપમાં ઈંટ પર ઉભા હોવાને કારણે ભગવાન ‘વિઠ્ઠલ’ કહેવાયા અને જે સ્થાન પર તેમને પોતાના ભક્તને દર્શન આપ્યા હતા, તે ‘પુંડલિકપુર’ કહેવાયું. આજ અપભ્રંશ વર્તમાનમાં પ્રચલિત ‘પંઢરપુર’ છે.

મહારાષ્ટ્રમાં વિઠ્ઠલને વિઠોબા પણ કહેવામાં આવે છે અને પંઢરી, પંઢરીનાથ, પાન્ડુરંગ, વિઠ્ઠલ, વિઠ્ઠલનાથ વગેરે નામોથી પણ બોલાવવામાં આવે છે. પંઢરપુર યાત્રાનું હિંદુઓમાં ખૂબ મહત્વ છે. પાછલા સાતસો વર્ષોથી મહારાષ્ટ્રના પંઢરપુરમાં અષાઢ મહિનાની શુકલ એકાદશીના પાવન પર્વ પર આ મહાયાત્રાનું આયોજન થતું આવી રહ્યું છે. તેને ‘વૈષ્ણવજનોનો કુંભ’ કહેવામાં આવે છે. દેશભરમાં એવી ઘણી યાત્રીઓના અવસર થાય છે અને દરેક યાત્રાની પોતાની વિશેષતા હોઈ છે.

ભીમા નદીના તટ પર વસેલુ પંઢરપુર શોલાપુર જિલ્લામાં સ્થિત છે. અષાઢ મહિનામાં અહીં લગભગ ૫ લાખથી વધુ હિંદુ શ્રધ્ધાળુઓ પ્રસિદ્ધ પંઢરપુર યાત્રામાં ભાગ લેવા પહોંચે છે. ભગવાન વિઠ્ઠલના દર્શન માટે દેશના ખૂણે-ખૂણેથી પતાસા-દિંડી લઈ આ તીર્થસ્થળ પર પગપાળા ચાલીને લોકો અહીં એકઠ્ઠા થાય છે. આ યાત્રા ક્રમમાં અમુક લોકો અાલંદીમાં જમા થાય છે અને પુણા તેમજ જેજૂરી થઈને પંઢરપુર પહોંચે છે. તેમને ‘જ્ઞાનદેવ માઉલીની દિંડી’ના નામથી દિંડી ઓળખવામાં આવે છે.

લગભગ ૧૦૦૦ વર્ષ જુની પાલખી પરંપરાની શરૂઆત મહારાષ્ટ્રના અમુક પ્રસિદ્ધ સંતો એ કરી હતી. તેમના અનુયાયીઓને ‘વારકરી’ કહેવામાં આવે છે, જેમણે આ પ્રથાને જીવંત રાખી. પાલખી બાદ દિંડી થાય છે. વારકરિયોનું એક સુસંગઠિત દળ આ દરમિયાન નૃત્‍ય, કિર્તનના માધ્યમથી મહારાષ્ટ્રના પ્રસિદ્ધ સંત તુકારામની કિર્તનું બખાન કરે છે. આ કિર્તન આલંદીથી દેહુ થઈ તીર્થનગરી પંઢરપુર સુધી ચાલતી રહે છે. આ યાત્રા જુન મહિનામાં શરૂ થઈ ૨૨ દિવસ સુધી ચાલે છે.

પંઢરપુરની યાત્રાની વિશેષતા છે, તેની ‘વારી’. ‘વારી’નો અર્થ છે- વર્ષોવર્ષ સતત યાત્રા કરવી’.

આ યાત્રામાં દર વર્ષે શામેલ થનારાને ‘વારકરી’ કહેવામાં આવે છે અને આ સંપ્રદાય પણ ‘વારકરી સંપ્રદાય’ કહેવાય છે. આ ‘વારી’નો જ્યારથી આરંભ થયો છે, ત્યારથી પેઢી દરપેઢી એક જ પરિવારના લોકો દર વર્ષે વારી માટે નિકળી પડે છે. મહારાષ્ટ્રમાં ઘણા સ્થાનો પર વૈષ્ણવ સંતોના નિવાસ સ્થાન છે કે તેમના સમાધિ સ્થળ છે. એવા સ્થાનોથી તે સંતોની પાલખી ‘વારી’ માટે પ્રસ્થાન કરે છે. અષાઢી એકાદશીના દિવસે પંઢરપુર પહોંચવાનુ ઉદેશ્ય સામે રાખીને, તેના અંતર અનુસાર દરેક પાલખીનો પોતાનો સફર કાર્યક્રમ નક્કી થાય છે.

આ રસ્તા પર ઘણી પાલખીઓ એકબીજાને મળે છે અને તેમનો એક મોટો કારવા બની જાય છે. ‘વારી’માં બે પ્રમુખ પાલખીઓ એક સંત જ્ઞાનેશ્વરજીની તેમજ બીજી સંત તુકારામની હોઈ છે. ૧૮ થી ૨૦ દિવસની પગપાળા યાત્રા કરી વારકરી ‘દેવશયની એકાદશી’ના દિવસે પંઢરપુર પહોંચી જાય છે. વારીમાં શામેલ થવુ કે વારકરી બનવુ તે એક પરિવર્તનનો આરંભ છે.

વારીથી જોડાવા પર મનુષ્યના વિચારોમાં પરિવર્તન થાય છે તો તેના આચરણમાં પણ પરિવર્તન થાય છે. આ આખી પ્રકિયા વારીમાં આપમેળે શરૂ થઈ જાય છે, કારણ કે વારીનું ઉદેશ્ય છે- ઈશ્વર પાસે પહોંચવુ, નજીક જવું. વારીમાં દિવસ-રાત ભજન-કિર્તન, નામસ્મરણ ચાલતુ રહે છે. પોતાના ઘરની, કામકાજની, ખેતરની સમસ્યાઓને પાછળ છોડીને વારકરી વારી માટે ચાલી નિકળે છે, પરંતુ વારકરી દૈવવાદી બિલકુલ નથી હોતા, પરંતુ પ્રયત્નવાદને માનીને પોતાના ક્ષેત્રમાં સારું કાર્ય કરે છે, કારણ કે દરેક કામમાં તે ઈશ્વરનાં દર્શન જ કરે છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version