વાસ્તુશાસ્ત્ર પ્રમાણે શા માટે પૂજા ઘરમાં પૂર્વજોની તસ્વીર ન લગાવવી જોઈએ? જાણો તેની પાછળના કારણ

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે શા માટે પૂજા ઘરમાં પૂર્વજોની તસ્વીર ન લગાવવી જોઈએ ? જાણો તેની પાછળના કારણ

વાસ્તુશાસ્ત્ર ઘરમાં રહેલા વિવિધ દોશોને દૂર કરે છે. જો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર, ઓફિસ, દૂકાન કે કોઈ પણ સ્થળની રચના કરવામાં આવે તેમજ તેમાંની વસ્તુઓની ગોઠવણી પણ તે પ્રમાણે કરવામાં આવે તો શુભ પરિણામ પ્રાપ્ત થાય છે તેમજ ઘરમાં કે ઓફિસમાં હકારાત્મક ઉર્જામાં વધારો થાય છે. તેવી જ રીતે ઘરમાંના પૂજા ઘર કે મંદીરની પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ ગોઠવણ થવી જોઈએ.

image source

ઘરમાં પૂજાનું સ્થળ અત્યંત પવિત્ર ગણવામાં આવે છે, જ્યાં નિયમિત રીતે પૂજા-પાઠ કરવામાં આવે તો માનસિક શાંતિ મળે છે. મનની ઇચ્છાઓ પૂરી થાય છે અને ઘરમાંથી સકારાત્મક ઉર્જા વાસ કરે છે જેના કારણે ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. પણ ઘણીવાર જાણે અજાણે આપણે એવી ભૂલો કરી દેતા હોઈ છીએ કે જેનાથી પૂજાનું ફળ નથી મળતુ. ઘણા બધા લોકો પૂર્વજોની તસ્વીરોને દેવતાઓની સાથે જ પૂજા ઘરમાં રાખતા હોય છે. શાસ્ત્રો પ્રમાણે પિતૃ પણ દેવતાઓની જેમ જ બળવાન હોય છે પણ દેવતાઓના સ્થાન પર તેમને ન રાખવા જોઈએ. દેવી દેવતાઓ સાથે તેમની તસ્વીર રાખવાથી ઘરમાં અશુભ વાતાવરણ બને છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે તેમની તસ્વીરો ઘરમાં ચોક્કસ રાખવી જેઈએ, પણ તેના માટે ખાસ નિયમ ધ્યાનમાં રાખવા જોઈએ અને તો જ તમને દેવતાઓ તેમજ પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે.

ક્યાં રાખવી જોઈએ પિતૃઓની તસ્વીર

image source

શાસ્ત્રો પ્રમાણે બધાજ દેવી દેવતાની પુજા પૂર્વ અથવા તો ઉત્તર તરફ મુખ રાખીને કરવી જોઈએ કારણ કે તે ઇશ દિશા હોય છે. પણ જે લોકોએ શરીર ધારણ કર્યું હોય પછી તેઓ પિતૃ હોય કે ગુરુ, કે જેઓ દેવતુલ્ય બની ગયા છે તેમની પૂજા હંમેશા દક્ષિણ અથવા તો પશ્ચિમ દિશામાં થવી જોઈએ, પૂર્વ પૂર્વોત્તર કે ઉત્તરમાં નહીં. માટે જ ઘરના મંદીરમાં ક્યારેય પિતૃઓની તસ્વીર ન રાખવી જોઈએ, શાસ્ત્રોમાં તેમ કરવાની ના કહેવામાં આવી છે.

image source

વાસ્તુ શાસ્ત્ર જણાવે છે કે પૂજાઘર ઉપરાંત, પૂજા ઘરની દિવાલો કે પછી જે ઓરડામાં પૂજાઘર બનાવવામાં આવ્યું છે ત્યાં પણ મૃતકોની તસ્વીર લગાવવાથી કષ્ટ ઉત્પન્ન થાય છે અને તેનાથી દેવી-દેવતા રૂઠી જાય છે અને પૂજા પૂરી નથી થઈ શકતી. પિતૃઓની તસ્વીરોને દેવી-દેવતાની સાથે રાખવાથી દેવદોષ લાગે છે. બન્નેને સાથે રાખવાથી કોઈના પણ આશિર્વાદનું શુભ ફળ નથી મળી શકતું.

અહીં ક્યારેય પિતૃઓની તસ્વીર ન લગાવવી જોઈએ

image source

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પિતૃઓની તસ્વીર ભૂલથી પણ તે જગ્યાએ ન લગાવવી જોઈએ જ્યાં તમે સુતા હોવ, એટલે કે તમારા બેડરૂમમા તેની તસ્વીર ક્યારેય ન લગાવવી જોઈએ. સાથે સાથે રસોડામા પણ તેમની તસ્વીર ન લગાવવી જોઈએ. જે ઘરમાં આ વાતોનું ધ્યાન નથી રાખવામા આવતું તે ઘરોમાં કૌટુંબિક ક્લેશ વધી જાય છે અને સુખ-સમૃદ્ધિમાં ઘટાડો થાય છે. ઘરમાં તેવા સ્થાન પર પણ પિતૃઓની તસ્વીર ન લગાવવી જોઈએ જ્યાંથી વારંવાર બધાની નજર તે તસ્વીર પર પડતી હોય. પણ ઘણા બધા લોકો પોતાની લાગણીને વ્યક્ત કરવા માટે આવું જ કરતા હોય છે. તેનાથી વારંવાર પિતૃઓની તસ્વીર પર નજર જાય છે અન તેમને ખોયા હોવાની નિરાશા મનમાં ઉત્પન્ન થાય છે.

આવું તો ક્યારેય ન કરવું જોઈએ

image source

ઘરના પિતૃઓની તસ્વીર ક્યારેય જીવંત લોકોની તસ્વીરો સાથે ન મુકવી જોઈએ. તેમ કરવું અશુભ ગણવામા આવે છે, જે જીવિત વ્યક્તિ સાથે પિતૃઓની તસ્વીર મુકવામા આવે છે તેના પર તેની નકારાત્મક અસર થાય છે. તેનાથી તેમના આયુષ્યમાં ઘટાડો થાય છે, સાથો સાથે તેમના જીવનનો ઉત્સાહ પણ ઘટવા લાગે છે.

Source: Amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ