પૂજાનું નારિયેળ ખરાબ નિકળે તો ના થાવો જરા પણ દુખી, અને થઇ જાવો ખુશ-ખુશ કારણકે…

ભગવાનની પૂજા દરમિયાન શ્રીફળને વધેરવામાં આવે છે અને જો આ શ્રીફળ ખરાબ નીકળે છે તો આપે રાજી થવું જોઈએ.

હિંદુ ધર્મની ધાર્મિક ક્રિયાઓ કરવા દરમિયાન કેટલીક બાબતોનું ખુબ ધ્યાન રાખવું પડે છે. મનુષ્યના જન્મથી લઈને મૃત્યુ સુધી કરવામાં આવતા સોળ સંસ્કારની દરેક વિધિમાં અને ભગવાન માટે કરવામાં આવતા પૂજા- અર્ચનાના કાર્યોમાં કેટલીક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે જો તેનું ધ્યાન નથી રાખવામાં આવતું આ વસ્તુઓ આપના માટે ધાર્મિક દ્રષ્ટીએ અપશુકન કે પછી શુભ માનવામાં આવતા નથી. આજે આ લેખમાં અમે આપને આવા જ કેટલાક ધાર્મિક ક્રિયા દરમિયાન થતા અપશુકન વિષે જણાવીશું. જેનાથી આપ ધ્યાન આપના ઘરે આયોજિત કરવામાં આવતા ધાર્મિક કાર્યો દરમિયાન ખાસ ધ્યાન રાખી શકો.

image source

હિંદુ ધર્મની ધાર્મિક ક્રિયાઓમાં શ્રીફળનું ખુબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ભગવાનને પ્રસાદ તરીકે, બાધા- માનતા, આવા જ ઘણા બધા કાર્યો માટે શ્રીફળનો ઉપયોગ કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં પ્રાચીન કાળથી જ ધાર્મિક ક્રિયાઓ માટે શ્રીફળનો ઉપયોગ કરવામાં આવતો રહ્યો છે. તેનો ઉલ્લેખ આપને હિંદુ ધર્મના ધાર્મિક ગ્રંથોમાં કરવામાં આવ્યો છે. પૂજા- અર્ચના કરવા દરમિયાન દીવાનું ઓલવાઈ જવું, થાળીનું હાથ માંથી એકાએક છૂટી જવું, આવા ઘણા બધા સંયોગ બને છે જેને પૂજા- અર્ચના કરવા દરમિયાન અશુભ માનવામાં આવે છે.

image source

હવે આપને જણાવીશું કે, જો આપ પૂજા કાર્ય કરી રહ્યા છો અને આપે પૂજામાં ભગવાનને ધરાવવામાં આવેલ શ્રીફળ વધેર્યા પછી તે બગડેલું નીકળે છે તો તેને પણ મોટાભાગની વ્યક્તિઓ અશુભ માનવા લાગે છે. એટલું જ નહી, આવી રીતે ખરાબ નીકળેલ શ્રીફળને જોઈને વ્યક્તિનો મુડ પણ ખરાબ થઈ જાય છે ઉપરાંત ઘણી વ્યક્તિઓ એવું માને છે કે, તેમનો દિવસ નિષ્ફળ જશે અને કોઈ અશુભ ઘટના થવાના સંકેત મળતા હોય તેવું માનવા લાગે છે. હવે અમે આપને જણાવીશું કે, પૂજા કરવા દરમિયાન શ્રીફળનું ખરાબ કે પછી બગડેલા નીકળવું શુભ માનવામાં આવે છે કે પછી અશુભ માનવામાં આવે છે તેને કેટલાક કારણો સાથે જણાવીશું.

image source

પ્રાચીન કાળના વિદ્ધવાનોની માન્યતા મુજબ, પૂજા કરવા દરમિયાન ભગવાનને ધરાવવામાં આવેલ શ્રીફળ વધેરવામાં આવે છે ત્યારે જો આ શ્રીફળ બગડેલું કે પછી ખરાબ નીકળે છે તો તેનો અર્થ અશુભ માનવામાં આવતો નથી પરંતુ આવી રીતે અંદરથી ખરાબ નીકળેલ શ્રીફળનો અર્થ એવો થાય છે કે, ભગવાન આપને એવો સંકેત આપી રહ્યા છે કે, આપનો પ્રસાદ ભગવાને સ્વીકાર કરી લીધો છે અને આપની પૂજાનો પણ સ્વીકાર કરી લીધી છે. આવી રીતે ખરાબ શ્રીફળ નીકળવાનો અર્થ આપની જે પણ ઈચ્છા હોય છે તે અવશ્ય પૂર્ણ થશે. જો શ્રીફળ વધેરતા સમયે શ્રીફળ સારું નીકળે છે તો આપે તેને અન્ય ભક્તોમાં વહેચી દેવું જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ