પૂજામાં નાગરવેલના પાન રાખશો તો તમને ઘન – સંપત્તિની કદીં નહી રહે ખોટ…

આપણે કોઈપણ ધાર્મિક પૂજા વિધિમાં પાન રાખીએ છીએ, જાણો શું છે તેનું મહત્વ, ધન પ્રાપ્તિ માટે તેની પૂજા છે અનિવાર્ય… પૂજામાં નાગરવેલના પાન રાખશો તો તમને ઘન – સંપત્તિની કદીં નહી રહે ખોટ…

આપણી પૌરાણિક ધાર્મિક સંસ્કૃતિમાં દરેક વિધિ વિધાન અનુસાર પાઠ – પૂજા કર્યા પછી શૃંગાર, ધૂપ – દીપ; નૈવેદ્ય અને ત્યાર બાદ મુખવાસમાં પાન ધરવાનો રિવાજ હોય છે. દેવી દેવતાઓની પૂજા કરવામાં પાન હોવું ખૂબ જ જરૂરી છે. જેમાં નાગર વેલના પાન, આસોપાલવનના પાન કે પછી આંબાનાં, કેળના અથવા પીપળના પાન જુદી જુદી પૂજામાં ઉપયોગમાં લેવામાં આવે છે. પૂજા – પાઠમાં કરાતી દરેક વિધિઓ માનવજાતના કલ્યાણને માટે જ થતી હોય છે. દરેક વ્યક્તિને સુખ – ધન સમૃદ્ધિ અને સન્માનની મહેચ્છાઓ રહેતી હોય છે. આવો જોઈએ પાનનું આપણી પૂજામાં અને ભાગ્યફળની સાથે કઈરીતે જોડાયેલું છે. શું છે, તેનું મહત્વ અને કઈરીતે કરશે તમારા જીવનમાં ફાયદા જાણીએ.


ઘર કે ઓફિસના બારણે બાંધો તોરણ

જો તમને ક્યારેક તણાવ કે મૂંઝવણ અનુભવાતી હોય તો આ ઉપાય અચૂક કરવો જોઈએ. ઘરના દ્વારે હંમેશા લીલા પાદડાંનું તોરણ બાંધવું જોઈએ. દાંડીવાળા આસોપાલવના પાનનું તોરણ જરૂર બાંધવું જોઈએ. નવરાત્રી, દીવાળી કે કોઈ શુભ પ્રસંગે પણ તે બાંધવું જોઈએ. આમાં પાન કોઈપણ સુકાયેલાં કે વચ્ચેથી તૂટેલી ન હોવી જોઈએ. ઘર કે ઓફિસને સાફસૂફ કરીને દરવાજા અને દિવાલોને જળથી પવિત્ર કરીને તેના પર કંકુ ચંદનથી પૂજા કરીને લગાવવું જોઈએ. તમારા નિવાસસ્થાનમાં સકારાત્કતા લાવવા આ પાનના તોરણને કદી સુકાવવા ન દેવા જોઈએ તેને એકાંતરે બદલતું રહેવું જોઈએ.


પાંચ પાન બાંધો પીપળાના અને નાગરવેલના

તમારા પરિવારમાં કોઈ સદસ્ય વારંવાર માંદુ રહેતું હોય, અથવા તો સતત નકારાત્મકતા અનુભવાતી હોય કે પછી એવું લાગે કે તમને કોઈની નજર લાગી હોય એવી આશંકા હોય તો આ ઉપાય કરી જોવા જેવો છે. નાગરવેલના પાનમાં સાત પાંદડી ગુલાબની મૂકીને ઘર પરિવારના કોઈ વડીલ – મોભીને અથવા તો જેમને તકલીફ હોય તેવી વ્યક્તિને ચવરાવી લેવું જોઈએ. આવું કરવાથી નજર બાધ દૂર થશે અને દૂર્ભાગ્ય પણ હટી જશે, એવું માનવામાં આવે છે.


વિઘ્ન હરતા શ્રી ગણેશ કરે છે કૃપા

કોઈપણ પ્રકારની બાધા કે વિઘ્નને દૂર કરવા અને કાર્યોને શુભારંભ માટે આપણે શ્રી ગણેશનું સ્થાપન અને પૂજન – અર્ચન કરે છે. જો તમને તમામ પ્રકારના પ્રયત્નો કરવા છતાં પણ ધારી સફળતા ન મળતી હોય તો આ ઉપાય પણ કરી જોવા જેવો છે. ગણેશજીની પૂજા દરમિયાન સિદ્ધિ પ્રાપ્ત કરવાના હેતુથી તેમને પાન પણ ધરાવવું જોઈએ. પૂજા બાદ નૈવેદ્યમાં મીઠું પાન ધરાવવાથી જીવમાં પણ મીઠાશ ભળે તેવા શુભાશિષ પ્રાપ્ત થાય છે. જ્યારે પણ તમને કંઈક શુભ સંકેત મેળવવાની ઇચ્છા થાય ત્યારે નાગરવેલના પાસની સાથે સાકર, સોપારી અને એલચી લઈને ચડાવવું જોઈએ. તે ઠંડક, મીઠાશ અને નિરોગી રહેવાના આશીર્વાદ આપે છે. શ્રી ગણેશ સાથે રિદ્ધિ – સિદ્ધિને રીઝવવા માટે પણ આ પ્રયોગ જરૂર કરવો જોઈએ.


મા ભગવતીની આરાધના

જો તમે મા જગદંબાની પૂજા કરતા હોવ, તેમના ભક્ત હોવ તો તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ. મા ભગવતીની આરાધના કરવામાં પણ નાગરવેલના પાનને સામેલ કરવા જોઈએ. માતાજીના કોઈપણ સ્વરૂપને ભક્તિભાવ પૂર્વક અને શ્રદ્ધાપૂર્વક ભજવાથી તેમની આપણી ઉપર કૃપા બની રહે છે. જો તમે શુક્રવારના દિવસે મા ભગવતીને મનમાં કોઈપણ ધારેલી મનોકામના સાથે મીઠાંપાનનું બીડું ધરવું અને તેને પ્રસાદના રૂપમાં આરોગવું જોઈએ. આ રીતે સાથે સાત શુક્રવાર સુધી મીઠું પાન ધરાવવાથી તમારી દરેક નિર્ધારેલ અને ઇચ્છિત મનોકામના પૂરી થશે, અને જીવનમાં સપ્રમાણ મીઠાશ કાયમ રહેશે.


વ્યવસાયમાં સફળતા મેળવવા માટે પણ પાનનો પ્રયોગ ઉપયોગી

તમારી ઓફિસ કે દુકાનમાં કોઈ વ્યવસાયના સ્થાન પર જો ખૂબ મહેનત કરવા છતાં પણ જો ધારી સફળતા ન મળતી હોય તો એક ઉપાય કરી જોવા જેવો છે. પાંચ પીપળના પાન અને પાંચ નાગરવેલના પાનને એક સાથે દાંડી સહિત બાંધવા. ઓફિસની કે દુકાનની પૂર્વ દિશાના કોઈપણ ખૂણામાં પવિત્ર સ્થાન જોઈને બાંધી દેવું. શનિવારે આ પાનના બાંધેલ જૂથને વહેતા જળાશયમાં પધરાવી દેવું જોઈએ. જ્યારે તમે આ પાંચ – પાંચ પાન પસંદ કરો ત્યારે ધ્યાન રહે તે તૂટેલું કે કરમાયેલું ન હોવું જોઈએ. એકદમ અખંડ પાન વપરાશમાં લેવું જોઈએ. આ ઉપાય સાત શનિવાર સુધી કરવાથી ખૂબ જ લાભ થાય છે.


હનુમાનજીને પણ ચડાવવું જોઈએ મીઠું પાન

કોઈપણ પૂજાની સામગ્રી નાગર વેલના પાન વિના અધૂરી જ રહે છે. તેને શ્રીફળ, સોપારીની જેમ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમારી તકલીફો કોઈપણ હિસાબે દૂર ન થતી હોય તો આ ઉપાય જરૂર કરવો જોઈએ. સંકટ મીટે કટે સબ પીરા, જો સુમીરો હનુમંત બલબીરા… હનુમાન ચાલિસાની આ ચોપાઈનું પઠન કરીને મીઠા પાનનું બીડું હનુમાનજીને શનિવારે કે મંગળવારે મંદિરમાં જઈને જરૂર ચડાવવું જોઈએ. જીવનમાં આવતી બધી તકલીફો, મુસીબતો અને અસફળતાની અસરને દૂર કરીને સુખ – સમૃદ્ધિ અને ધન – વૈભવની વૃદ્ધિ થશે…

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ