ગરમા ગરમ બનાવો આ પુડલા, આંગળા ચાટતા રહી જશે બધા!

પુડલા
આપણે ત્યાં અવાર-નવાર પુડલા બનતા જ હોય છે. આ એક એવી વાનગી છે જે સવારે ચા-કોફીની સાથે નાસ્તામાં પણ ચાલે અને ક્યારેક ડિનર તરીકે પણ આપણે તેને ન્યાય અપાતો હોય છે.
શિયાળાની થનડીમાં રોજ કંઇક અવનવું ગરમ ગરમ ખાવાનું તો મન થઈ જ છે… તો આજે અપડે બનવીસુ ગરમ ગરમ પુડલા…
સામગ્રી :
૨ વાડકા ચણાનો લોટ,
૨ ચમચી ડુંગળી,
૧ ચમચી કોથમરી,
    દહીં,
    ટોમેટો સોસ,
    મરચું પાઉડર,
    નમક,
    હળદર,
    ધાણાજીરું,
    મીઠું અને હિંગ સ્વાદ પ્રમાણે.
રીત:
   સૌપ્રથમ એક  બાઉલમાં ચણા નો લોટ લો.
હવે તે લોટ ઉપર મરચું પાઉડર, નમક, ધાણાજીરું, હળદર અને હિંગ ઉમેરી મિક્સ કરી લો
હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી
અને પ્રોપર મિક્સચર તૈયાર કરી લો.. પુડલા માટે
હવે પેન ગરમ કરો અને આ મિક્સચર પેન પર બરાબર રિતે પાથરી લો
હવે થોડી ડુંગળી અને કોથમરી કટ કદી લો
અને આ પુડલા ઉપર પાથરી લો
ધીમી આંચ ઉપર બને બાજુ પુડલા ને પ્રોપર સેકી લો અને તૈયાર છે પુડલા તેને ટોમેટો સોસ અને દહીં જોડે સર્વ કરો
નોંધ:
પુડલાનું મિક્સચર પાતળુ રાખવું જેથી પુડલા કાચા ના રહી જાય…

રસોઈની રાણી : મેઘના સચદેવ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી