‘ચાઈનીઝ પૂડલા’ આ લ્યો પુડલાનું નવું વર્જન….બનાવો સરસ બનશે એકદમ ટેસ્ટી ટેસ્ટી

ચાઈનીઝ પૂડલા

પુડલા એ મૂળ ગુજરાતી વાનગી છે,  ગુજરાત ના ઘરો માં પુડલા સામાન્ય રીતે વરસાદ અને ઠંડી ની ઋતુ માં વધારે બનાવવામાં આવે છે. નાના મોટા સૌના ફેવરીટ છે પુડલા જે બનાવવા એક દમ સરળ હોય છે. અને પુડલા બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરોમાં સરળતાથી પ્રાપ્ત થઇ જતી હોય છે.

આ પુડલા ખાસ શિયાળો કે ચોમાસામાં જ  ખાવાની મજા છે.

તો ચાલો આજે એ જ જૂના પુડલાને ચાઇનીઝ રીતથી બનાવીએ….મજા આવશે કૈક નવું જમ્યા હોય એવો અહેસાસ થશે .

સામગ્રી

– નૂડલ્સ ૧૦૦ ગ્રામ,
– સોયા સોસ ૧ ચમચ,
– આજીનો મોટો નાની ચપટી,
– આદુ-મરચાં- લસણની પેસ્ટ ૨ ચમચી,
– ઝીણી સમારેલી કોબીજ ૪ ચમચી,
– ઝીણું સમારેલું કેપ્સિકમ ૧ નંગ નાનું,
– તેલ ૨ ચમચી,
– ચોખાનો લોટ ૫૦ ગ્રામ,
– રાગીનો લોટ ૨૫ ગ્રામ,
– ઘઉંનો લોટ ૨૦૦ ગ્રામ,
– મેંદો ૨૫૦ ગ્રામ,
– મીઠું સ્વાદાનુસાર,
– મરચું ૧/૨ ચમચી,
– હળદર ૧/૨ ચમચી. મરી પાઉડર.

 રીત :

એક વાસણમાં પાણીમાં નૂડલ્સ બાફવી. તેમાં એક ચમચી તેલ ઉમેરવું. નૂડલ્સ બફાઈ જાય એટલે ઠંડું પાણી રેડી દેવું. એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી આદું-મરચાં- લસણની પેસ્ટ ઉમેરવી. હવે કોબીજ, કેપ્સિકમ ઉમેરીને આજીનો મોટો ઉમેરી ચઢવા મૂકી દેવું. ચઢી જાય એટલે બાફેલી નૂડલ્સ ઉમેરી બરાબર હલાવી દો. હવે ચોખાનો લોટ, રાગીનો લોટ, ઘઉંનો લોટ, મેંદો લઈ તેમાં મીઠું, મરચું, હળદર, મરી પાઉડર, પાણી ઉમેરીને ખીરું તૈયાર કરવું. પેન ગરમ કરવા મૂકી ખીરું પાથરી પૂડલા બનાવવા. તેમાં નૂડલ્સનું પૂરણ પાથરવું.

ટોમેટો કેચ અપ વડે ગાર્નિંશ કરી સર્વ કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી