જાહેર જગ્યાએ ફોન ચાર્જિંગ કરનારાઓ ચેતી જજો, નહીંતર ક્યાંયના નહીં રહો, હેકર્સની નજર હવે ત્યાં પણ પડી ગઈ

જો તમે જાહેર સ્થળે ચાર્જિંગ પોઇન્ટ્સ પર તમારા ફોનને યુએસબીથી ચાર્જ કરો છો તો આ માહિતી એકવાર જરૂરથી જાણી લેજો. આ રીતે ફોન ચાર્જ કરવાથી ફોનમા રહેલી બેંકની એપ્લિકેશન સાથે સાથે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના પાસવર્ડ પણ હેકર્સના હાથમા જઈ શકે છે. અત્યારના સમયમા સ્માર્ટફોન આપણા જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો છે. આપણા દિવસનો મોટા ભાગનો સમય સ્માર્ટફોન સાથે પસાર થાય છે. કેટલાક લોકો ફોનનો એટલો ઉપયોગ કરે છે કે તેની બેટરી થોડા કલાકોમાં જ પુરી થઈ જાય છે. ત્યારબાદ તેઓ તેને જાહેર સ્થળે જ ફોન ચાર્જ કરવાનું શરૂ કરી દેતા હોય છે.

image soucre

આ રીતે તેમનો ફોન તો ચાર્જ તો થઈ જતો હોય છે પરંતુ તેઓ જાણતા હોતા નથી કે આ રીતે ચાર્જ કરવુ તેમના માટે કેટલું નુકસાનકારક હોય છે. તેઓ કદાચ જાણતા નથી કે હેકરો આ ચાર્જિંગ પોઇન્ટ્સ પર નજર રાખે છે અને ફોનનો ડેટા લીક કરે છે અને તમને તેના વિશે કઈ ખબર પણ પડતી નથી. આજે અહી તમને જણાવી રહ્યા છીએ કે તેનાથી કેવી રીતે બચી શકાય છે.

image soucre

તમને રેલ્વે સ્ટેશન, બસ સ્ટોપ, મોલ્સ વગેરે જેવા જાહેર સ્થળો પર આવા ચાર્જિંગ પોઇન્ટ્સ ઘણી વાર તમને જોવા મળી જશે. હેકર્સ એવા ચાર્જિંગ પોઇન્ટ્સ પર પોતાનો શિકાર શોધી લે છે જ્યાં વધુ લોકો તેમના ફોન ચાર્જ કરી રહ્યા હોય છે. જો તમે આવા યુએસબીથી તમારા ફોનને ચાર્જ કરો છો તો તમારા ફોનમા જેટલી પણ ઇન્સ્ટોલ કરેલી એપ હશે તે બધાના ડેટા લીક થવાની પૂરી શક્યતાઓ છે. જેમ કે તમારા ફોનમા ફેસબુક, વ્હોટ્સએપ, ટ્વિટર, જીમેલ સહિત યુપીઆઈ એપ્લિકેશનનો પાસવર્ડ અને ડેટા ચોરાઇ શકે છે. તમારી હાલની બેંક એપ્લિકેશનોના લોગીનની માહિતી હેકરોના હાથમા જાય છે.

image source

આવુ કેવી રીતે શક્ય બને છે તે અંગે વાત કરીએ તો આ યુએસબી તમારા ફોનના તમામ ડેટાની નકલ કરે છે અને તે પછી હેકર્સ તમારા બેંક એકાઉન્ટને સાફ કરી નાખે છે. માત્ર આટલું જ નહીં હેકર્સ આ યુએસબીની મદદથી તમારા ફોનમાં વાયરસ સ્થાપિત કરી નાખે છે. જેથી બને છે કઇક એવુ કે ફોન તો ચાર્જ થઈ જશે પણ સાથે સાથે તમારા ફોનમા રહેલા ડેટાની નકલ પણ કરી નાખશે. હેકરો તેમા અગાઉથી જ સેટિંગ્સ કરી રાખે છે કે તેને આ ડેટા ચોરી કેટલા સમય કરવી છે. આમાં મળતી માહિતી મુજબ કૂકીઝ દ્વારા ડેટાની નકલ કરવામાં આવે છે.

image source

આવા હેકર્સનો શિકાર થતા બચવા માટે હંમેશા પાવર બેંક તમારી સાથે રાખો અથવા તમારી પોતાની ડેટા કેબલનો ઉપયોગ કરો. કટોકટીની સ્થિતિમા પણ જો તમારે સાર્વજનિક સ્થાને ફોનને ચાર્જ કરવાની જરૂર પડે તો મોબાઇલ બંધ કરી અને પછી તમારી પોતાની કેબલથી જ ચાર્જ કરવાનુ રાખો. તમારા માટે ફાયદાકારાક એ જ રહેશે કે ફોનને ચાર્જ કરતા સમયે બંધ જ રાખો. આથી તમારા ડેટા ટ્રાન્સફર થઈ શકશે નહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ