પ્રેરણાદાયી: ગરીબીને લીધે બિહારના આ યુવાનને કેવી રીતે એક સફળ સ્ટાર્ટઅપનો માલિક બનાવી દીધો.

આપણી આજની વાત છે એવા યુવાનની જેણે પોતાના લક્ષમાં આવતી દરેક બાધાઓને પાર કરીને પોતાનું ધાર્યુ પરિણામ મેળવ્યું છે. આ વ્યક્તિ માટિના મકાનમાં 22 લોકો સાથે સંઘર્ષ કરતો હતો. પણ તેણે ક્યારેય પોતાની કલ્પનાઓને કોઈપણ પ્રકારની મર્યાદામાં નથી બાંધી. ઔરંગાબાદ, બિહારના અનુપરાજે એક ખુબ જ વખાણવાયોગ્ય સ્ટાર્ટ-અપ પી.એસ. ટેક કેયરનો પાયે નાખીને એક ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે.

ઇતિહાસમાં સ્નાતક પદવી મેળવનાર અનુપના પિતા રામપ્રવેશ પ્રસાદ, ચેનેવ ગામના સૌથી વધારે શિક્ષિત વ્યક્તિ હતા. તેમના પિતાની ઇચ્છા હતી કે તેઓ એક શિક્ષક બને. પણ તેમને પોતાની નજીકમાં કામ નહીં મળવાથી પોતાના વારસાઈ ખેતરમાં અનાજની ખેતી કરવી પડી. એક પિતા જે પોતે શિક્ષણને આટલું મહત્ત્વ આપતા હતા તેમણે પોતાના બાળકોની શિક્ષામાં કોઈ જ ખોટ નહોતી રહેવા દીધી. પણ નક્સલ પ્રભાવિત ક્ષેત્ર હોવાના કારણે ત્યાં એક માત્ર પ્રાથમિક શાળા હતી તે પણ બંધ થઈ ગઈ હતી.

ત્રણ ભાઈઓમાં અનુપ સૌથી નાના છે. ગામમાં મોટાભાગના બાળકો ખેતી-વાડીમાં મદદ કરતા અથવા તો રમતગમતમાં સમય પસાર કરતા. અનુપ જણાવે છે કે તે લખોટીઓ રમવામાં કેટલો પાક્કો હતો, તેની પાસે 1000 લખોટીઓ હતી. અનુપના પિતાએ પોતાના બાળકોને મૂળભૂત શીક્ષણ આપવા માટે એક માર્ગ કાઢ્યો. તેમના પિતા નજીકના શહેરમાં રફિગંજ જતાં અને ત્યાંથી જૂના પુસ્તકે ખરીદી લાવતા અને અનુપની સાથેસાથે અન્ય બાળકોને પાયાનું ગણિત અને વ્યાકરણ ભણાવતા.

હવે તેમને લાગ્યું કે તેમના બાળકોને શીક્ષણમાં રસ છે ત્યારે તેમણે જૈન મિશનરી શાળા, રફિગંજમાં કામ કરતા પોતાના એક મિત્રને અનુરોધ કર્યો. 2002માં જ્યારે અનુપ 10 વર્ષનો હતો ત્યારે તેનું 5માં ધોરણમાં એડમીશન લેવામાં આવ્યું. જો કે શાળાએ તે જૈન નહીં હોવાના કારણે તેનો દાખલો રદ કરી દીધો હતો પણ ગણિત અને વ્યાકરણમાં તે તેજસ્વી હોવાના કારણે તેને શાળામાં એડમીશન આપી દેવામાં આવ્યું.

અનુપ હવે શાળાએ જવા લાગ્યો હતો અને ઘરની ખેતીમાં તે જરા પણ યોગદાન નહોતો આપી શકતો. અનુપના ભણતરનો બોજો હવે ઘરવાળાને લાગવા લાગ્યો હતો. તેમ છતાં અનુપ આગળ ભણતો ગયો અને તેજસ્વી બનતો ગયો તેણે ક્યારેય પોતાના કુટુંબને નિરાશ નહોતા કર્યા.

તેણે બીજા વર્ષે સીધું જ 7માં ધોરણમાં એડમીશન લેવા માટે અરજી કરી. તેણે ગણિતની પરીક્ષામાં 4થું સ્થાન મેળવ્યું અને તેને સરળતાથી એડમીશન મળી ગયું. 11 વર્ષનો અનુપે ત્યારથી જ ટ્યૂશન આપવાનું શરુ કરી દીધું જેથી કરીને ઘરમાં થોડી આર્થિક મદદ કરી શકે. ટ્યૂશન કરીને તે લગભગ 1000 રૂપિયા કમાવી લેતો હતો.

8 ઓગસ્ટ 2006ના રોજ અનુપના જીવનમાં એક ખુબ જ દુઃખદ પ્રસંગ બન્યે. તેના પિતા ઘર છોડીને જતાં રહ્યા અને તેમણે કોઈ ચીઠ્ઠી કે સંદેશો નહોતો લખ્યો અને પછી તે ક્યારેય પાછા ન આવ્યા. 10માં ધોરણમાં અભ્યાસ કરતો અનુપ આ ઘટનાથી ખુબ જ ટૂટી ગયો હતો. તેની માતા પણ અત્યંત નિરાશ થઈ ગયા હતા. તે દીવસ-રાત રડતી રહેતી અને હંમેશા પોતાના પતિના પાછા આવી જવા માટે પ્રાર્થના કરતી રહેતી. થોડા સમય બાદ તેમના દાદા અને અન્ય સંબંધીઓએ તેમને મદદ કરવામાંથી પોતાના હાથ ખંખેરી લીધા.

અનુપ હવે સમજી ગયો હતો કે તેણે જ પોતાના ઘરની મદદ કરવી પડશે. તેણે ફરી ટ્યૂશન ચાલું કર્યા. પોતાના અભ્યાસ માટે પુસ્તકના પૈસા બચાવવા માટે તે ઘણીવાર ભૂખ્યો માત્ર પાણી પીને જ સુઈ જતો હતો. તેણે 10માં ધોરણની બોર્ડની પરીક્ષા માટે ખુબ મહેનત કરવાની શરૂ કરી દીધી. તેના મિત્રો અને શિક્ષકે તેને અભ્યાસમાં મદદ કરી. બિહાર વિદ્યાલય પરીક્ષા સમિતિના 10માં ધોરણની પરીક્ષામાં તેણે 84.8% ગુણ સાથે રાજ્યમાં 15મું સ્થાન મેળવ્યું. તેને હવે કંઈક આશા દેખાવાલાગી હતી. તેણે ગયા કોલેજમાં એડમિશન લીધું જે તેના ગામથી 40 કિલેમીટર દૂર હતું. કોલેજ બાદ તે કોલેજની ફી અને અન્ય જરૂરી વસ્તુઓ માટે ટ્યૂશન કરતો.

ગયામાં તેણે એન્જિનિયરિંગ વિષે ઘણું બધું જાણ્યું. પણ તેની પાસે જેઈઈની તૈયારી કરવા માટે કોચિંગમાં જવાના પૈસા નહોતા. છેવટે તેણે જાતે જ તૈયારી કરવાનો નિર્ણય લીધો. પણ હિન્દી મિડયમમાંથી અભ્યાસ કરેલો હોવાના કારણે તેને અંગ્રેજીમાં લખેલા અરધા પ્રશ્નો તો સમજાતા જ નહોતા અને તે પરિક્ષામાં પાછળ રહી ગયો. રસાયણ વિજ્ઞાનમાં તેમને માત્ર 3 જ ગુણ મળ્યા. 12મું ધોરણ પાસ કર્યા બાદ તે મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા ચલાવવામાં આવતા જનતા દરબારમાં મદદ માગવા પહોંચ્યો. જણાવી દઈએ કે તેણે 12માં ધોરણમાં 80.81% ગુણ મેળવી 11મું સ્થાન મેળવ્યું.

મુખ્યમંત્રી કાર્યાલયના એક કર્મચારીએ તેને સુપર-30ના સંચાલક આનંદ કુમારને મળવાની સલાહ આપી. સુપર-30 એક ખુબ જ મહત્ત્વાકાંક્ષી અને નવપ્રવર્તનશીલ શૈક્ષણિક કાર્યક્રમ છે, જે આર્થિક રીતે પછાત 30 પ્રતિભાવાન વિદ્યાર્થીઓને પસંદ કરી તેમને ભારતની પ્રતિષ્ઠિત સંસ્થામાં ‘ભારતીય પ્રાદ્યોગિક સંસ્થા’ (IIT) માટે તૈયાર કરે છે. અનુપના શૈક્ષણિક પ્રદર્શને આનંદ કુમારને તેના સુપર-30માં સમાવવા મજબુર કરી દીધા.

2010ની જેઈઈ પરીક્ષામાં અનુપ જોડાયો અને તેમણે રાષ્ટ્રીય સ્તર પર 997મું સ્થાન મેળવ્યું. પોતાના સિવિલ એન્જિનિયરિંગના અભ્યાસ માટે તેણે આઈ.આઈ.ટી. મુંબઈ જવાનો નિર્ણય કર્યો. તે ઉદ્યોગકર્તા બનવા માગતા હતા અને જાતે જ કંઈક મોટું કરવા માગતા હતા. તે ઇન્ટરનેટ પર અભ્યાસ કરવા લાગ્યો અને સ્ટાર્ટઅપ માટે વેબસાઈટ્સ અને પ્રોગ્રામ તૈયાર કરવા લાગ્યો. તે એક પ્રોજેક્ટ માટે 5000રૂ. થી લઈને 10,000 રૂપિયા સુધી કમાવા લાગ્યો. તે હવે 60000 રૂ. સુધી કમાવા લાગ્યો હતો. તે એન્જિનિયરિંગના ત્રીજા વર્ષ એલમનેક્ષસમાં સમર ટ્રેઇનિંગ માટે દુબઈ ગયો. વર્ષ 2014માં તેણે ક્વિકર.કોમમાં એસોસિએટ સોફ્ટવેયર એન્જિનિયર તરીકે જોઈન કર્યું. અહીં તેનો પગાર 1,00,000 રૂ. દર મહિને હતો, જે તેના કુટુંબ માટે અવિશ્વસનીય હતો. એટલે સુધી કે પોતાના દાદાને વિશ્વાસ અપાવવા માટે તેણે તેમને પોતાની પાસબુક બતાવવી પડી.

વર્ષ 2015માં અનુપે પોતાના ત્રણ મિત્ર પ્રતિક ચિંચોલે, શિરિન શિંદે અને રાહિલ મોમિન સાથે મળી PSTakeCare નામનું એક સ્વાસ્થ્ય સંભાળનું સ્ટાર્ટઅપ શરુ કર્યું.

PSTakeCare થ્રી-ડાયમેન્શન માહિતી પદ્ધતિથી દર્દીઓને યોગ્ય ડોક્ટર, હોસ્પિટલ, અન્ય સેવાઓ જેવી કે સ્વાસ્થ્ય સેવાઓ શોધી આપવામાં મદદ કરે છે. તેના થકી સ્વાસ્થ્ય સંભાળની સેવાઓ માત્ર એક ક્લિકથી જ મળી જાય છે. તેની શરૂઆતથી અત્યાર સુધીમાં 8,000 લોકો આ વેબસાઈટનો લાભ ઉઠાવી ચુક્યા છે અને દીવસે-દીવસે આ આંકડો વધતો જઈ રહ્યો છે. અનુપના આ સ્ટાર્ટ-અપની સાથે 40 લોકોનો સ્ટાફ કામ કરે છે. તેમનું માનવું છે કે ગમે તે સ્થિતિમાં પોતાના પરનો વિશ્વાસ ક્યારેય ન ડગવા દેવો જોઈએ.
વિશ્વના સૌથી ધનાડ્ય વ્યક્તિ બિલ ગેટ્સે કહ્યું છે, “ગરીબ તરીકે જન્મ લેવો તે ગુનો નથી પણ ગરીબ તરીકે મરવું તે ગુનો છે.” જે એક પ્રેરણાદાયક વાક્ય છે. સ્થિતિ ભલે ગમે તે હોય પણ એક દૃઢનિશ્ચયી વ્યક્તિ પોતની મહેનત અને સંકલ્પથી પરિસ્થિતિને બદલીને અનુકૂળ બનાવી શકે છે. અનુપ રાજનો આ જીવનપંથ મહેનત અને દૃઢસંકલ્પથી વિકટ પરિસ્થિતિમાંથી નીકળીને પોતાના સ્વપ્નને પુરા કરવાની પ્રેરણા આપે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

ખરેખર કોઈપણ કામ કરવા માટે તમને તેમાં રસ હોવો જરૂરી છે, શેર કરો આ વાત તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી