જો તમારા પીએફ ખાતામાં હજુ સુધી વ્યાજ જમા ના થયુ હોય તો ફટાફટ કરી લો આ કામ, નહિં તો અટકી જશે પૈસા

કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય વર્ષ ૨૦૧૯- ૨૦ માટે પીએફ ખાતાધારકોના એકાઉન્ટમાં વ્યાજના પૈસા ટ્રાન્સફર કરી આપવાની પ્રક્રિયાને શરુ કરી દેવામાં આવી છે. આપે પણ આવી રીતે ચેક કરી લેવું જોઈએ કે, આપના એકાઉન્ટમાં વ્યાજના પૈસા જમા કરવામાં આવ્યા છે કે પછી નહી.

-પીએફ એકાઉન્ટ હોલ્ડરના એકાઉન્ટમાં વ્યાજ ટ્રાન્સફર કરવાના કાર્યને શરુ કરી દેવામાં આવ્યું છે. —–આપ પણ આ રીતે ચેક કરી લો કે, આપના એકાઉન્ટમાં પૈસા જમા થયા છે કે પછી નહી.

-એકાઉન્ટ હોલ્ડરના કેવાયસીમાં નહી કરવામાં આવ્યું હોય કે પછી યોગ્ય રીતે નહી હોય તો પૈસા જમા થશે નહી.

image source

લાખો બેંક એકાઉન્ટ હોલ્ડરને વ્યાજની રકમ પ્રાપ્ત થવા પણ લાગી છે. પરંતુ ૪૦ લાખ ખાતાધારકોના એકાઉન્ટમાં અત્યાર સુધી વ્યાજ જમા કરવામાં આવ્યું નથી. શું આપના પીએફ એકાઉન્ટમાં પણ અત્યાર સુધી વ્યાજના પૈસા જમા થયા નથી. જો આપની સાથે આવું થયું છે તો આપે જલ્દીથી જ પોતાના બેંક એકાઉન્ટમાં કેવાયસીની વિગતોને અપડેટ કરી લેવી જોઈએ. પ્રાપ્ત માહિતી મુજબ, આ બધા જ એકાઉન્ટ હોલ્ડરના કેવાયસીમાં મુશ્કેલી જોવા મળી છે જેના લીધે વ્યાજના પૈસા જમા કરવામાં આવ્યા નથી.

આપ આવી રીતે KYC અપડેટ કરી શકો છો.

image source

UANમાં KYC કરાવવા માટે આપે ક્યાંય પણ જવાની જરૂરિયાત છે નહી, પરંતુ આપ UAN પોર્ટલની મદદથી આ કાર્ય કરી શકો છો. સૌપ્રથમ આપે UAN પોર્ટલ પર જવાનું રહેશે અને અહિયાં આપને KYC વિકલ્પ પણ ક્લિક કરવું. ત્યાર બાદ આપની સામે એક વિંડો ખુલી જશે જેમાં આપને ઘણા બધા વિકલ્પ જોવા મળશે. અહિયાં આપને PAN, આધાર, મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટવાળા સેક્શન પર જઈને એક- એક કરીને ક્લિક કરીને તેમાં આપની જાણકારી ભરી દેવી અને સબમિટ કરી દો. હવે આપના PAN અને આધાર કાર્ડ નંબર પીએફ એકાઉન્ટની સાથે લિંક થઈ ગયા હશે તો આપે તેને વેરીફાય કરવા માટે આપે પોતાના એમ્પ્લોયરને કહેવાનું રહેશે. એમ્પ્લોયર તરફથી KYC વેરીફાય થઈ ગયા બાદ જ આપ ઓનલાઈન સુવિધાના લાભ મેળવી શકો છો.

image source

UANની સાથે સંબંધિત KYCમાં આધાર કાર્ડ નંબર, બેંક એકાઉન્ટ નંબર, PAN કાર્ડ નંબર અને ખાતાધારકનો મોબાઈલ નંબરની જરૂરિયાત હોય છે. જયારે ખાતાધારક પોતાના KYCને UAN સાથે લિંક કરી લે છે તો ત્યાર પછીથી જ ખાતાધારક પોતાના મોબાઈલ નંબરની મદદથી પોતાના પીએફ એકાઉન્ટ વિષે જાણકારી ખરેખરમાં પ્રાપ્ત કરી શકે છે.

KYC કરાવવાના ફાયદા:

image source

-જે બેંક એકાઉન્ટમાં KYC પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવી હોય છે તે ખાતાધારકને પૈસા ટ્રાન્સફર કરવામાં કે પછી ખાતા માંથી ઉપાડવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી.

-જો આપના પીએફ એકાઉન્ટમાં બેંક એકાઉન્ટની ડીટેલ અપડેટ નથી કરવામાં આવી તો આપની ક્લેમ રીક્વેસ્ટ રીજેક્ટ પણ થવાની શક્યતા છે.
-જો આપે હજી સુધી KYC ડોક્યુમેન્ટ સબમિટ નથી કર્યા તો આપને ઈપીએફ સભ્યના એસએમએસ એલર્ટ મળશે નહી.

-આપે ઇપીએફઓ યુએન પોર્ટલ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ જઈને આપની KYC ડીટેલ અપડેટ કરવાની રહેશે.

આપ આવી રીતે એકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકો છો.

image source

કર્મચારીએ EPFO પોર્ટલના માધ્યમથી પણ પોતાના એકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકો છો. એકાઉન્ટનું બેલેન્સ ચેક કરવા માટે આપે વેબસાઈટ પર લોગ ઈન કરવાનું રહેશે. ત્યાર બાદ આપે epfindia.in પર ઈ- પાસબુક માટે ક્લિક કરવું. ત્યાર બાદ આપની સામે નવું પેજ ખુલી જશે. અહિયાં આપને યુઝર નામ (UAN નંબર), પાસવર્ડ અને કેપ્ચા ભરીને સબમિટ કરવું. ત્યાર બાદ નવું પેજ ખુલી જશે જ્યાં આપે આપની તમામ વિગતો જોવા મળશે. ત્યાર બાદ આપે મેમ્બર આઈડીને સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી આપ બેલેન્સ જોઈ શકશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ