પ્રોસ્ટેટ કેન્સરના દરેકે જાણવા જેવા દસ રિસ્ક ફેકટર/પરિબળો – Must Read for Elders

અમેરિકન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યુટ મુજબ,પુરુષોમાં ચામડીના કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સર સામાન્ય રીતે જોવા મળે છે, અને ૭ માંથી માત્ર ૧ પુરુષમાંજ આજીવન કાળ દરમ્યાન નિદાન થતું હોય છે. આ એક ખુબજ ચિંતાજનક આંક કહેવાય, કારણ કે ખાસ કરીને ઘણાજ પુરુષોને એ પણ ખબર નથી હોતી કે પ્રોસ્ટેટ તેમના શરીરમાં ક્યાં હોય છે?

પ્રોસ્ટેટ એ એક અખરોટના માપ જેવી ગ્રંથી છે જે મૂત્રાશયની નીચે શિશ્નના છેવાડા પર સ્થિત હોય છે. તે પ્રજનન તંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને તેનું કાર્ય યોનિમાં શુક્રાણુઓ ને જવા દેવાનું છે. તે આ કાર્ય એક આલ્કલાઈન પ્રવાહી ઉત્પન કરે છે, જે શુક્રાણુ આગમનની ખાતરી આપે છે. તે આલ્કલાઇન પ્રવાહી ઉત્પન્ન કરે છે જે ગર્ભાશયના મુખ માંની એસિડિક સ્થિતિઓમાંથી શુક્રાણુને રક્ષણ આપે છે.

જ્યારે પ્રોસ્ટેટ કેન્સરની વાત આવે છે ત્યારે ઉંમર એ એક પહેલા નબરનું જોખમી પરિબળ છે, તેમજ અન્ય કેટલાક એવા મુખ્ય પરિબળો છે કેજે આ જોખમ વધારી કે ઘટાડી શકે છે. અહી એવા અતિ મહત્વના દસ પરિબળો દર્શાવ્યા છે કે જે દરેક પુરુષોએ જાણવાજ જોઈએ..

1. કૌટુંબિક ઇતિહાસ
જો તમારી પ્રથમ પેઢીના સંબંધીને ભૂતકાળમાં પ્રોસ્ટેટ કેન્સર હોવાનું નિદાન થયું હોય તો, જે કુટુંબમાં પ્રોસ્ટેટ કેન્સરનો ઇતિહાસના હોય તેના કરતા તમારા માટે આ કેન્સર થવાનું જોખમ લગભગ બમણું છે. એક અભ્યાસ અનુસાર, જે રીતે હૃદયરોગ વારસાગત હોઈ શકે છે, તે જ રીતે, પ્રોસ્ટેટ કેન્સર પણ વારસાગત હોઈ શકે છે

2. વધારે પડતું વજન
વધારે પડતું વજનએ વિવિધ પ્રકારના કેન્સર થવાના જોખમમાં વધારો કરે છે, આમાં પ્રોસ્ટેટ કેન્સરનો પણ સમાવેશ થાય છે, વધારે વજન અને મેદસ્વી પુરુષોમાં તો પ્રોસ્ટેટ કેન્સર થવાનું જોખમ ઘણુંજ વધી જાય છે.

3. વયસ્ક ઉંમરમાં જાતીય-સમાગમની ક્રિયાની માત્રા
એવું જાણવા મળ્યું છે કે 20 થી 30 વર્ષીય પુરુષને પ્રોસ્ટેટ કેન્સર થવાનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. સંશોધકોનું એવું માનવું છે કે જાતીય સક્રિયતાવાળા યુવાનના ટેસ્ટોસ્ટેરોનના ઉત્થાનનું સ્તર વધારે હોવાને કારણે આ કેન્સરનું જોખમ વધારે રહે છે.

4.૫૦ થી વધારે ઉંમરના પુરૂષો – જાતીય સમાગમ પ્રવૃત્તિની માત્રા.
બીજીતરફ, 50 વર્ષથી વધુ ઉંમરના લોકો લૈંગિક પ્રવૃત્તિઓમાં વધારે સંલગ્ન હોય તો, તેઓને પ્રોસ્ટેટ કેન્સર થવાની શક્યતા ઓછી હોય છે. લેબ પરીક્ષણોમાં જાણવા મળ્યું છે કે જ્યારે કોઈ માણસ મૈથુન વિરુદ્ધ હસ્તમૈથુન કરે છે ત્યારે શુક્રાણુઓની બાયોકેમિકલ રચના બદલાય છે, અને તે ફેરફાર પ્રોસ્ટેટ કેન્સરના જોખમ નોંધપાત્ર રીતે અસર કરે છે. સંશોધકોએ સૂચવ્યું છે કે સમાગમ કારણે પ્રોસ્ટેટ ટોક્સીનને બહાર કાઢવા વધારે ઉત્તેજિત થાય છે કે જે હસ્તમૈથુનમાં થતું નથી.

5. વ્યાયામની માત્રા
તમે જીમમાં કેટલો સમય પસાર કરો છો તે પણ પ્રોસ્ટેટ કેન્સર થવા માટેનું સીધુ અસર કરતુ એક પરિબળ છે. હાર્વર્ડ યુનિવર્સિટીના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મધ્યમ શારીરિક કસરત રોગપ્રતિકારક તંત્રને પ્રોત્સાહન આપે છે, અને તે “હન્ટર સેલ્સ” અને રક્ષણાત્મક કેમિકલ્સ ઉત્પન કરે છે, કે જે કેન્સરગ્રસ્ત સેલ્સ/કોશિકાઓ સામે લડે છે. વધુમાં, એવું પણ મનાય છે કે-ચરબી બળવાથી પણ પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ પણ ઘટે છે

6. અગાઉના કેન્સરનો ઈતિહાસ
ભૂતકાળમાં કેન્સરના અન્ય સ્વરૂપોથી પીડાતા પુરૂષોમાં પ્રોસ્ટેટ કેન્સર થવાની શક્યતા વધુ હોય છે. અભ્યાસોમાં એમ જાણવા મળ્યું છે કે કિડની, મૂત્રાશય, ફેફસાં, થાઇરોઇડ અને ત્વચાના કેન્સરથી પીડાતા પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર થવાનું જોખમ ખુબજ ખૂબ ઊંચા પ્રમાણમાં હોય છે.

7. યૌન સંક્રમણ રોગ
યૌન સંક્રમણ રોગકે તેના ચેપથી પીડાતા પુરુષોને પ્રોસ્ટેટ કેન્સર થવાનું જોખમ વધારે રહે છે. યુનિવર્સિટી ઓફ મિશિગનના એક અભ્યાસ મુજબ, ગોનોરિયા અથવા સિફિલિસનો રોગ ધરાવતા પુરુષોને પ્રોસ્ટેટ કેન્સર થવાની શક્યતા વધારે છે, ખાસ કરીને ક્રોનિક કેસની બાબતમાં. એ અત્રે જણાવવું અતિ જરૂરી છે કે – આ તારણો હજુ પણ અનિર્ણિત છે, અને અન્ય એક ધારણાએ પણ છે કે યૌન સંક્રમણ રોગથી પીડાતા પુરુષોની તપાસ વધુ વખત થતી હોય છે, તેથી અસ્તિત્વમાં આવેલી સ્થિતિનું નિદાન કરવાની શક્યતાઓ વધી જાય છે.

8. મદ્યપાન
ઠીક છે કે, દરરોજ એક ગ્લાસ વાઇન તમારા હૃદય માટે સારો હોઈ શકે, પરંતુ અઠવાડિયામાં 5 થી વધારે વખત દારૂ પીવાથી પ્રોસ્ટેટ કેન્સર થવાનું જોખમ બમણું થાય છે. તે હજુ પણ સ્પષ્ટ નથી કે દારૂ કેવી રીતે જોખમનું પરિબળ વધારે છે, પરંતુ સંશોધકો સૂચવે છે કે તે શરીરના કુદરતી ડીએનએ રિપેર મિકેનિઝમ્સમાં અંતરાય ઉભો કરે છે.

9.પર્યાપ્ત માત્રાવાળો કેલ્શિયમ મિશ્રિત ખોરાક.
સંશોધકો હજીએ સુનિશ્ચિત નથી કરી શક્યા કે આપણી ખાવાની આદતો પ્રોસ્ટેટ કેન્સરના જોખમો પર શી અસર કરી શકે, પરંતુ ઘણા અભ્યાસોના તારણમાં એમ જાણવા મળ્યું છે કે કેલ્શિયમ સમૃદ્ધ આહાર પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ વધારે છે. 19 થી 70 વર્ષની વય વચ્ચેના પુરુષોએ દિવસ દરમ્યાન 1,000 મિલિગ્રામ કરતા વધુ કેલ્શિયમ વપરાશ અને 71 વર્ષથી વધુ વયના પુરુષોએ પ્રતિ દિવસ 1200 મિલિગ્રામથી વધારે કેલ્શિયમના ન લેવાની સલાહ આપવામાં આવે છે. દરરોજ 2,000 એમજી કરતાં વધુ કેલ્શિયમ ન લેવાની ભારપૂર્વક ભલામણ કરવામાં આવે છે.

10. વાસેકટોમી
એવું જણાયું છે કે પુરુષો જેઓએ વાસેકટોમીનું ઓપરેશન કરાવેલ હોય, તેઓને પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ 10% વધી જાય છે. વધુમાં, યુવાન અવસ્થામાં આ ઓપરેશન કરાવવાથી જોખમ વધી જાય છે. જોકે અત્રેએ નોંધવું અગત્યનું છે કે અમેરિકન યુરોલોજિસ્ટ એસોસિએશન આ તારણોનો વિરોધ કરે છે.

તેથી આપણે આ જોખમ ઘટાડવા માટે શું કરી શકીએ?
મોટાભાગના જોખમી પરિબળો આનુવંશિક છે, અને આ આનુવંશિકતાને બદલવાનું હજુ પણ અશક્ય છે. જોકે, તમે તંદુરસ્ત આહાર જાળવી રાખો, તો તમે પ્રોસ્ટેટ કેન્સર થવાના જોખમને મહદઅંશે ઘટાડી શકો છો.

આથી, 40 વર્ષથી વધારે ઉંમરના પુરુષો માટે દર વર્ષે એકવાર ચેકઅપ કરાવવાનું અત્યંત સલાહભર્યું છે, અને જો તમે ઉપરોક્ત જોખમી જૂથોમાંથી એકમાં હોવ તો અવારનવાર ચેકઅપ કરાવવું જરૂરી છે.

સંકલન અને અનુવાદ :- નિરૂપમભાઇ અવાશિયા

આપ આ માહિતીસભર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી મહત્વની પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી