ઈશા અંબાણીના સસરા છે 30 હજાર કરોડના માલિક !! આટલા બધા બીઝનેસને સંભાળે છે એકલે હાથે..

દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અજય પીરામલ અને સ્વાતિ પીરામલના દીકરા આનંદ પીરામલ સાથે લગ્ન કરશે. ઈશા અબાંણી પીરામલ પરિવારની વહુ બનશે.

ઈશા અંબાણીએ બિઝનેસમેન આનંદ પીરામલ સાથે રવિવારે ગોળ-ઘાણાની વીધી પૂરી કરી હતી. ઈશા અને આનંદના લગ્ન ડિસેમ્બરમાં થશે. તમને જણાવી દઈએ કે, તેમનો ઈશા જે ખાનદાનની વહુ બનવા જઈ રહી છે શું છે તેમનો બિઝનેસ જાણો. આનંદ પીરામલના પિતાનું નામ અજય પીરામલ છે અને આનંદ પોતાના પિતાની સાથે કામ કરે છે. તે પીરામલ ગ્રુપના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર છે અને પીરામલ રિયલિટીના ફાઉન્ડર છે.

તેમણે વર્ષ 2012માં પીરામલ રિયલિટીની શરૂઆત કરી હતી. અજય પીરમલનું નામ ભારતના મોટા બિઝનેસમેનમાં આવે છે. તેમણે અમેરિકાના પૂર્વ રાષટ્રપતિ બરાક ઓબામા, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે મંચ પણ શેર કર્યો છે.

પીરામલ એન્ટરપ્રાઈઝના ચેરમેન અજય પીરામલ છે. આ કંપની ફાર્મા, હેલ્થકેર અને ફાઈનાંન્સ સર્વિસ સેક્ટરમાં કામ કરી રહી છે. પીરામલ પોતાના પારિવારિક ટેક્સટાઈલના કારોબારને છોડીને ફાર્મા સેક્ટરમાં કામ શરૂ કર્યુ. તેમણે વર્ષ 1977માં 22 વર્ષની ઉંમરમાં પોતાના પરિવારથી અલગ કારોબાર કર્યો હતો.

અજય પીરામલએ વર્ષ 2010માં સૌથી મોટી બિઝનેસ ડીલ કરી હતી. ત્યારે તેમણે પોતાના અબોર્ટ બેલ્સની સાથે 3.8 બિલિયન ડોલરનો કારોબાર કર્યો હતો. તેઓ શ્રીરામ ગ્રુપનાં ચેરમેન પણ છે.

અજય પીરામલની પત્ની સ્વાતિ પીરામલ કંપનીની ઉપચેરમેન છે. જ્યારે તેમણી દીકરી નંદિની અને દીકરો આનંદ પીરામલ બોર્ડનાં સભ્યો છે. પીરામલ કંપની 30 દેશોમાં વેપાર બિઝનેસ કરે છે અને હજારોની લોકોની ટીમ આ કંપનીને આગળ વધારવા માટે સતત કામ કરી રહી છે.

ફોર્બ્સનાં અનુસાર, સંપતિની રીતે જોવા જઈએ તો તેમણી પાસે ચાર બિલિયન ડોલર છે અને ભારતમાં 22માં અને વિશ્વમાં 404માં સૌથી અમિર વ્યક્તિ છે. એટલે કે તેમણી સંપતિ 30 હજાર કરોડ કરતા પણ વધારે છે.

તેમણે બોમ્બે યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. બંને પરિવારે રવિવારે સાંજે મુંબઈના ઈસ્કોન મંદિરમાં જઈને શ્રી બાંકે બિહારીજીના દર્શન કર્યા હતા અને આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન મુકેશ અંબાણી, ઈશા અંબાણી, અજય પીરામલ અને આનંદ પીરામલ હાજર હતા.

હાવર્ડમાંથી ગ્રેજ્યુએટ કર્યું છે આનંદે-

આનંદે યુનિવર્સિટી ઓફ પેનેસિલિવનિયામાંથી ઈકોનોમિક્સમાંથી બેચરલ ડિગ્રી લીધી છે. જ્યારે હાર્વર્ડમાંથી માસ્ટર્સ ઈન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કર્યું છે. આનંદ પહેલાં પ્રેસિડન્ટ ઓફ ધ ઈન્ડિયન મર્ચન્ટ ચેમ્બરની યુથ વિંગનો યંગેસ્ટ પ્રેસિડન્ટ રહી ચૂક્યો છે. આનંદે બિઝનેસ સ્કૂલમાંથી પાસઆઉટ થયા બાદ બે સ્ટાર્ટ-અપ શરૂ કર્યા હતાં. પહેલું સ્ટાર્ટઅપ હેલ્થકેર પીરમાલ ઈસ્વાસ્થ્ય અને બીજું પીરામલ રિયાલ્ટી, અ રિયલ એસ્ટેટ સ્ટાર્ટઅપ હતું. હવે, આ બંને ચાર બિલિયન ડોલરના પીરામલ એન્ટરપ્રાઈઝસનો ભાગ છે.

મુકેશ અંબાણીએ આપ્યું સ્પેશિય કાર્ડ-

મુકેશ અંબાણી પરિવારના તમામ સભ્યોએ એક કાર્ડમાં ઈશા અને આનંદની તસવીર ફ્રેમ કરાવી છે. આ તસવીરની ઉપર એક મેસેજ લખ્યો છે, સુંદર જોડીને બધાઈ. આ કાર્ડમાં પરિવારના તમામ સભ્યોના નામ લખવામાં આવ્યા છે. નીતા અંબાણી, મુકેશ અંબાણી સિવાય શ્લોકા મહેતા, આકાશ અંબાણી અને અનંત અબાણીનું નામ પણ છે. તેનો અર્થ એ થાય છે કે, સમગ્ર પરિવાર તરફથી ઈશા અને આનંદને કાર્ડ આપવામાં આવ્યું છે.

કરોડોની માલિકી ધરાવે છે ઈશા અંબાણી-

ઈશા અંબાણીની નેટ વર્થ 100 મિલિયન ડોલર એટલે કે લગભગ 668 કરોડ રૂપિયા છે. ઈશા અંબાણી જ્યારે 16 વર્ષની હતી ત્યારે તેણું નામ ફોર્બ્સના ટોપ 10 કરોડપતિ ઉત્તતરાધિકારીના લિસ્ટમાં બીજા સ્થાને હતું. ત્યારથી તે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીમાં 80 મિલિયન ડોલરના શેરની માલિક બની ગઈ છે.

લેખન – સંકલન : પ્રિયંકા પંચાલ

ટીપ્પણી