ગૌમાતાની દરેક વસ્તુ ના અદભૂત ઉપયોગો. વાંચો બધી વસ્તુના અનોખા ઉપયોગો ડીટેલમાં… પૂજા કથીરિયા

ગૌમાતા ના છે દરેક વસ્તુ ના અદભૂત ઉપયોગો કદાચ ખબર પણ નહિ હોય તમને..જાણી લો આજે….

આપણે બધા રોજ દૂધ નો ઉપયોગ આપણા જીવનમાં કરીએ છીએ. અને દૂધ ની બધી ચીજો નો ઉપયોગ ખાવામાં કરીએ છીએ. જો આ દૂધ ગાય નું વાપરવામાં આવે તો તે આપણાં જીવનમાં એક અમૃત સમાન છે.

ગાય ના દૂધ થી માંડીને છાણ, ગૌમૂત્ર બધાનો ઉપયોગ ખૂબ જ લાભદાયી છે. ગાય ની બધી ચીજો પર અનેક સંસોધનો ચાલી રહ્યા છે. દેશ અને વિદેશ બધી જગ્યાએ માત્ર આ જ ચીજો નું સંસોધન…. તોમન માં વિચાર આવે ને આપણી પાસે જ આ બધી વસ્તુ છે પણ આપણે તેનાથી અજાણ છીએ. અરે…કોઈ ચિંતા કરવાની જરૂર નથી હું તમારા માટે આજે આ બધા વિષે વાત કરવાની છું. ચાલો જાણીએ ગાય ની બધી ચીજો ની અવનવી વાતો મારી સાથે…
ગાય નું દૂધરોજ સવાર પડે કે સાંજ બધી માતાઓ પોતાનું બાળક દૂધ પી લે તેની જ ચિંતામાં હોય છે. કારણકે તેને એટલી ખબર હોય છે કે દૂધ માં કેલ્શિયમ હોય છે તેનાથી હાડકાં મજબૂત થાય છે. પણ દૂધ માં ઘણી અમૂલ્ય ગુણો આવેલા છે. દૂધ માં ઓમેગા -3- ફેટી એસિડ આવેલા હોય છે. તેમાથી વિટામિન ડી મળી રહે છે.

ગાય ના દૂધ માં રહેલા પોષકતત્વો
પ્રમાણ
કેલેરી 61
પાણી 88%
પ્રોટીન 3.2 ગ્રામ
કાર્બોહાઈડ્રેટ્સ 4.8 ગ્રામ
શુગર 5.1 ગ્રામ
ફાઈબર 0 ગ્રામ
ફેટ 3.3 ગ્રામ
સેચ્યુરેટેડ 1.87 ગ્રામ
મોનો સેચ્યુરેટેડ 0.81 ગ્રામ
પોલી સેચ્યુરેટેડ 0.2 ગ્રામ
ઓમેગા – 3 0.08 ગ્રામ
ઓમેગા – 6 0.12 ગ્રામ

ફાયદાઓ
• ગાય ના દૂધ ને ક્રીમ માં આસાની થી બદલી શકાય છે જેને ઉપયોગ એડ્સ ની દવા બનાવવામાં થાય છે.
• બાળક ની બુદ્ધિ ના વિકાસ માટે ગણું દૂધ ખૂબ જ ગુણકારી છે.
• ગાય ના દૂધ માં રહેલા ઓમેગા -3- ફેટી એસિડ મગજ ને ખૂબ જ તેજ બનાવે છે.
• ગાય નું દૂધ પચવામાં હલકું છે જેથી પાચનતંત્ર ને લગતી બીમારી દૂર થાય છે.
• ગાય નું દૂધ પુરુષ માં સુક્રાણુની સમસ્યા માટે ખૂબ જ લાભદાયી છે જેથી સુક્રાણુ ની સંખ્યા વધારી શકાય છે.
• ગાય નું દૂધ પીવાથી હાડકાં અને દાંત મજબૂત થાય છે. જેથી રોજ 1 ગ્લાસ દૂધ રોજ પીવું જોઈએ.
• રોજ જો 1 થી 2 ગ્લાસ દૂધ પીવામાં આવે તો 20% જેટલો આયુષ્ય માં વધારો કરી શકાય છે.
• લીંબુ ના રસ ને ગાય ના કાચા દૂધ માં મેળવી ચહેરા પર લગાવવાથી ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે.

ગાય નું દહીં

દહીં ના પાંચ પ્રકાર છે.

1.મંદ દહીં – અડધું જામેલું અને અડધું નહિ જામેલું દહીં મંદ દહીં કહેવાય છે. આ દહીં થી વાત, પીત, કફ, તથા શરીર ની બળતરા માં રાહત થાય છે.

2. સ્વાદુ દહીં – જે દહીં સરસ રીતે જામેલું હોય અને થોડું ખાટુ – મીઠું હોય તેને સ્વાદુ દહીં કહે છે. નાડીઓને રોકી રાખે અને રક્તપિત ને સાફ કરે છે.

3. સ્વાદમલ દહીં – આ દહીં મીઠું અને થોડું કડચું હોય છે જેને સ્વાદમલ દહીં કહે છે. આ દહીં નો ઉપયોગ વાળ અને સ્કીન માટે ઉપયોગી છે.

4. અમ્લ દહીં – આ દહીં માં મીઠું ન હોય પણ તે ખાંટુ હોય છે. આથી તેને અમ્લ દહીં કહે છે. આ પચનશક્તિ ને વધારે છે. અને કફ ને વધારે છે.

5. અત્યમ્લ દહીં – જે દહીં ખાવાથી દાંત ખાટા થઈ જાય, અવાજ માં બળતરા થાય આ દહીં ને અત્યમ્લ દહીં કહેવામાં આવે છે. આ દહીં પચનશક્તિ ને વધારે છે. પીત ને ઉત્પન્ન કરે છે.

 દહીં ખાવાથી થતાં લાભો;

• ચહેરા ની કરચલી દૂર થાય.
• ખંજવાળ દૂર કરવામાં
• હાથ અને પગ ની બળતરા દૂર કરવામાં
• હિસ્ટીરિયા દૂર કરવામાં
• હોઠ ની લાલી ને વધારવા માટે
• અનિન્દ્રા દૂર કરવામાં
• વાળ ને ખરતા રોકવા માટે
• વાળ ને કળા કરવા માટે
• આધાશીશી ને હરસ દૂર કરવા માટે
• દહીં ખાવાથી શરીર માં ઠંડક અને શીતળતા મહેસુસ થાય છે.

ગાય ની છાશ“યથા સુરણામમૃતં સુખે તથા નરાણાં ભૂવિ તક્રમાહુ:”
જેવી રીતે સ્વર્ગ માં દેવો ને સુખ આપનારું પીણું અમ્રુત છે તેવી રીતે પૃથ્વી પર માણસ ને સુખ આપનારું પીણું છાશ છે.

• દહીં ના ચોથો ભાગમાં પાણી મેળવી તૈયાર કરવામાં આવે છે. તેને મઠઠા પણ કહે છે.
• છાશ પાછાંતંત્ર ને મજબૂત બનાવે છે.
• ભોજન ની સાથે અથવા પાછળ થી ખાવામાં આવે તો પાચન જડપથી થાય છે.
• જેને ભૂખ ન લાગતી હોય , બરોબર પાચન ન થતું હોય , ખાતા ઓડકાર આવતા હોય અને આફરો ચઢતો હોય છાતી માં ગભરાહત થતી હોય ટેન માટે અમ્રુત સમાન છે.
• છાશ થી હદય ને બળ મળે છે જેથી લોહી શૂધ્ધ થાય છે.
• છાશ માં જીરા,નમક અથવા વરિયાળી ભેળવી પીવાથી ખાટા ઓડકાર બંધ થાય છે.
• અજમા વાળી છાશ પીવાથી કબજિયાત દૂર થાય છે.
• છાશ માં વિટામિન સી, એ, ઇ, કે, બી મળે છે જે શરીર માં પોષણ ની જરૂરિયાત પૂરી કરે છે.

ગાય નું ઘી

• ગાય ના ઘી માં માઇક્રો ન્યુટ્રીયન્ટ હોય છે. જે કેન્સર ના દર્દી માં રહેલા કેન્સર ફેલાવતા તત્વો સામે રક્ષણ આપે છે.
• ગાય ના ઘી નો ઉપયોગ હવન માં અથવા યગ્ન માં આહુતિ માટે થાય છે. આપના શાસ્ત્ર માં લખ્યું છે કે ઘી ની આહુતિ થી 1 ટન જેટલો ઓક્સિજન છૂટો થાય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. એટલે જ્યારે કોઈ શુભ કામ કરીએ ત્યારે દિવો સૌપ્રથમ કરવામાં આવે છે.
• ગાય ના ઘી ને નાક માં નાખવાથી પાગલપણું, લકવાઅને નસ ની બીમારી માં રાહત થાય છે.
• ગાય ના ઘી ને હાથ પગ માં બળતરા થતી હોય તો રાહત મળે છે.હેડકી ન રોકાતી હોય ત્યારે અડધી ચમચી ઘી ખાવાથી તરત જ બંધ થઈ જાય છે.ગાય નું ઘી ખાવાથી એસિડિટી અને કબજિયાત માં રાહત થાય છે.
• હાર્ટ એટેક ના દર્દી ને ઘી ખાવાની મનાઈ હોય છે પણ ગાય નું ઘી ખાવાથી તેનું હદય મજબૂત હોય છે.
• જો બાળક ને આંચકી આવતી હોય તો ગાય નું ઘી એક ચમચી અને થોડું દૂધ અને મધ ભેળવી પીવડાવવાથી તેને મગજ ને પણ પૂરતું પોષણ મળી રહે છે અને સાથે થોડા સમય માં આ બીમારી થી બચી શકાય છે.

ગૌમુત્ર દૂર કરે સર્વ રોગો ને….

• ગૌમુત્ર નો સ્વાદ ગરમ, કડચો અને કડક હોય છે. તેની અંદર વિષનાસક ,જીવાણુનાશક,અને જલ્દી પાચન કરે તેવી રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરે છે. તેમાં નાઇટ્રોજન, કોપર , ફોસ્ફેટ, યુરિક એસિડ, સોડિયમ, ક્લોરાઈડ શરીર ને મળી રહે છે.
• ગૌમુત્ર થી 108 રોગો ને દૂર કરી શકાય છે.
• આજકાલ બીમારીયાઓ ટીબી, કેન્સર, માઈગ્રેઇન, ડાયાબિટીસ, એડ્સ જેવી બીમારીયાઓ સામે લડાઈ આપી શકાય છે.
• ગૌમુત્ર નો ઉપયોગ કરીને કુદરતી રીતે મચ્છર ને દૂર કરવાની કોઇલ કે લીકવિડ બનાવી શકાય છે. ટેનથી વાતાવરણ માં પ્રદૂષણ પણ થતું નથી અને સ્વાસ્થ્ય માટે આ હવા અંદર જાય તો ફેફસા ને પણ લાભ થાય છે.
• ગૌમુત્ર ને માટી માં પલાળીને સેવન કરવું જોઈએ તેની અંદર 18 ઘટકો છે જે બધી બીમારીઓને ઠીક કરે છે.

ગાય ના છાણ ના ફાયદાઓ

• ગાય ના છાણ ને દાજેલા ભાગ પર લગાવવામાં આવે તો તેમાં રાહત થાય છે.
• ચામડીના રોગ પર લગાવવામાં આવે તો તે દૂર થાય છે.
• છાણ ને સૂકવીને તેનો ધૂપ લેવાથી ડેન્ગ્યુ , મલેરિયા ના મચ્છર ને મારવામાં સફળતા મળે છે અને તેના વાઇરસ ને દૂર કરી શકાય છે.
• છાણ ને પાણી મા ઓગળી તેનો લેપ ગઠિયા વા પર લ્ગવાથી તેમાં સુધારો લાવી શકાય છે.
• જ્યારે વિષેલા જીવજંતુ વ્યક્તિ ને કરડે ત્યારે તેનો લેપ લગાવાથી અને 3 થી 4 વાર ગોબર ને પાણીમાં ઓગાળી વ્યક્તિને પીવડાવવાથી રાહત મળે છે.
• ગાય ના છાણ નો શેક સુવાવડ સમયે બાળકની માતાને આપવામાં આવે છે. જેથી ઝડપથી સાજા થાય છે અને રુજ આવવામાં સરળતા રહે છે. અને ભવિષ્ય મા કમર નો દુખાવો રહેતો નથી.

લેખન સંકલન : પૂજા કથીરિયા

દરરોજ આવા અનેક ઉપાયોવાંચો ફક્ત અમારા પેજ પર, તમે પણ આવા કોઈ ઉપાય જાણતા હોવ તો કોમેન્ટમાં જણાવી શકો છો.

ટીપ્પણી