જલ્સા કરોને જેંતીલાલ

પારકા કે પોતીકા – જેમણે તેને બાળપણથી લઈને યુવાની સુધી સહકાર આપ્યો એમની સાથે આવું વર્તન…

આ વાત છે વંશ અને કેતૂલ ની.. સગપણ માં કેતૂલ અને વંશ મામા – ફોઈ ના દીકરા હતા… વંશ ના મમ્મી, પપ્પા કમાવાના અર્થે વિદેશ રહેતા હતા… વંશ લગભગ પેહલા ધોરણ માં હતો ત્યારથી જ઼ તેના ફોઈ, ફુવા, અને કેતૂલ સાથે રહેતો હતો… કેતૂલ અને વંશ વચ્ચે ત્રણ વર્ષ નો જ઼ ફરક… કેતૂલ ઉંમર માં નાનો હોવા છતાંય વંશ ને તેના ફોઈ રીમા બહેન અને ફુવા કાંતિ ભાઈ તરફ થી કેતૂલ કરતાંય સવાયો પ્રેમ મળતો… રીમા બહેન માટે તો વંશ અને કેતૂલ એમ બન્ને એકસમાન જ઼ હતા… તેઓ કોઇ પણ દિવસ બન્ને વચ્ચે કોઇ જાત નો ભેદભાવ રાખતા નહીં..ઉપરાંત વંશ માટે તેમને જાણે વધારે લાગણીઓ !!!

image source

રીમા બહેન ને સતત વંશ માટે ચિંતા રહેતી કે બિચારો માં, બાપ થી દૂર તેને ગમતું હશે કે નહિ?? અમારો પ્રેમ તેને માટે પૂરતો છે કે નહિ??? કોઇ વાતે ખરાબ તો નહીં લાગે ને??? વગેરે વગેરે જેવી બાબતો માં રીમા વંશ નું ખૂબ જ઼ ધ્યાન રાખતી… કેતૂલ પણ હંમેશા વંશ ને મોટા ભાઈ તરીકે જ઼ બિરદાવતો…

image source

વંશ પણ પોતાના ફોઈ અને ફુવા ની બધી જ઼ વાત માનતો… રીમા બહેન અને કાંતિ ભાઈ વંશ ને એક દીકરા તરીકે બિરદાવતા…વંશ પણ હંમેશા અહોભાવ થી કાંતિ ભાઈ, રીમા બહેન અને કેતૂલ ને જોતો.. આખરે વર્ષો નીકળી ગયા… વંશ અને કેતૂલ હવે 25 વર્ષ ના થઈ ચુક્યા હતા.. વંશ એ પોતાની એમ બી એ પતાવ્યું અને કેતૂલ એ પણ કોલેજ માં સારા એવા માર્ક્સ થી આગળ જમ્પ્લાવ્યું…

image source

વંશ ની ઇચ્છા પણ હવે તેના માતા પિતા પાસે જઈ ને પૈસા કમાવાની હતી.. આથી તેને પોતાની વિદેશ જવાના કલાસ ચાલુ કર્યા અને ફાઈલ, પાસપોર્ટ તૈયાર કરાવ્યા… આખરે વિદેશ જવાનો વારો પણ આવી ગયો… રીમા બહેન, કાંતિ ભાઈ અને કેતૂલ એ ખુશીઓ અને ભારે દિલ સાથે વંશ નો સમાન પેક કર્યો અને અને તેને અમદાવાદ જવાની ટ્રેઈન માં બેસાડવા સૌ તેને રેલવે સ્ટેશન મુક્વા આવ્યા… બધા એ આંખ માં આંસુ સાથે વંશ ને વિદાય કર્યો અને જલ્દી પાછો આવી જાય તેવા બોલ સાથે છુટા પડ્યા…

રીમા બહેન ને તો જાણે દિલ નો ટુકડો દૂર થઈ ગયું તેવું લાગતું… કાંતિ ભાઈ અને કેતૂલ ને પણ બિલકુલ ગમતું ન હતું… બધા વંશ પહોંચી ગયો છે તેના ફોન ની રાહ જોઈ રહ્યા હતા… એટલા માં જ઼ કેતૂલ ના ફોન પર વંશ નો વિડિઓ કોલ આવ્યો અને બધા એ કેતૂલ સાથે વાત કરી… અને હાશકરો અનુભવ્યો.. રીમા બહેન અહીં ઘરે બેઠા બેઠા પણ વંશ ની ખૂબ જ઼ ચિંતા કકર્યા કરતા… બિચારા વનશુ ને ફાવતું તો હશે?? ત્યાં એની મનભાવતી પૂરણપોળી ખાવા મળતી હશે કે કેમ???

image source

વંશ હવે ત્યાં જઈ ને વધારે બીઝિ થઈ ગયો… પેહલા તો દર બે દિવસે કેતૂલ પર કોલ કરતો પણ હવે તો માંડ અઠવાડિયા માં પણ એક વાર કોલ આવતો… પછી તો ધીમે ધીમે બંધ જ઼ થઈ ગયો… કાંતિ ભાઈ અને કેતૂલ સમજી ગયા હતા કે કેતુલ .ને પણ તેના માતા પિતા ની જેમ વિદેશ નો પુરેપુરો રંગ લાગી ગયો હતો… પણ રીમા બહેન નું મન હજુ માનવા તૈયાર ન હતુ… મારો વંશ મને તો ના જ઼ ભૂલે તેવો વધારે પડતો જ઼ આત્મવિશ્વાસ હતો….

આખરે પાંચ વર્ષ નીકળી ગયા… વંશ નો 6 મહિને એક વાર કોલ આવતો.. એ પણ પાંચ મિનિટ… વંશ અને ભારત માં પોતાના પ્રોજેક્ટ હેઠળ 15 દિવસ આવવાનું થયું આથી કેતૂલ ને ટેક્સ્ટ મેસેજ કરી ને જણાવી દીધું કે હું કાલે સવારે 12 વાગ્યે ગોધરા રેલવે સ્ટેશન પર પોંહચશે… રીમા બહેન ને આજે ખુશીઓ નો પાર જ઼ ન હતો.. વંશ ના ઘરે આવાની તૈયારી ભરપૂર પણે ચાલુ કરી દીધી… તેની મનભાવન પુરણપોળી પણ બનાવી રાખી…

image source

રીમા બહેન, કાંતિ ભાઈ અને કેતૂલ આજે ખૂબ જ઼ ઉતસાહ ભેર વંશ ની ગાડી આવવાના એક કલાક પેહલા જ઼ રેલવે સ્ટેશન પર પોહચી ગયા… અને ટ્રેઈન આવવા ની રાહ જોઈ રહ્યા.. એટલા માં જ઼ અમદાવાદ થી આવતી ટ્રેઈન નો અવાજ સંભળાયો… રીમા બહેન ની તો જાણે દિલ ની ધડકન વધી જ઼ ગઈ… આખરે ટ્રેન આવી પોહચી…

એટલા માં જ઼ વિદેશ ની લાલી સાથે વંશ એક ગોરી ચટ્ટી છોકરી નો હાથ પકડી ટ્રેઈન માંથી નીચે ઉતર્યો… અને રીમા બહેન, કાંતિ ભાઈ ને પગે લાગવાને બદલે ગળે મળ્યો…. ” હેય કેતૂલ !! માય છોટુ કેમ છે???? ” બિલકુલ મજામાં, કેતૂલ એ કહ્યું… રીમા બહેન એ આંખ માં આંસુ સાથે બે ગડી વંશ ને નિહાળી જ઼ રહ્યા… “ફોઈ આ મારી વાઈફ સેમી છે… ”

image source

રીમા બહેન, કાંતિ ભાઈ અને કેતૂલ ને આજે વંશ પ્રત્યે નો અહોભાવ જાણે તૂટી ગયો કે લગ્ન કર્યા તો પણ જાણ સુદ્ધા પણ ન કરી??? આખરે આટલા વર્ષો સાથે રહ્યા તો પણ એક વાર પણ તેને અમને જણાવાનું યાદ ન રહ્યું??? શું એ માત્ર સ્વાર્થ ના જ઼ સંબંધ હતા??? શું અને અમને કયારેય પોતાના માન્ય જ઼ ન હતા??? આખરે બધું ભુલી ને તેમને સેમી અને વંશ ને આવકાર સાથે ઘરે ચાલવા કહ્યું… અને બન્ને ને આશીર્વાદ પણ આપ્યા.. પણ વંશે સેમી ને એ નાના ઘર માં નઈ ફાવે, એસી પણ નથી આથી તે હોટેલ માં રહેશે તેવું જણાવ્યું….

” બેટા તારી મનપસન્દ પુરણપોળી બનાવી છે, ખાઈ ને નીકળી જજે… “રીમા બહેન એ કહ્યું.. પણ વંશે રીમા બહેન ની તમામ બાબત નો અસ્વીકાર કર્યો અને પોતાની વાત પર જ઼ અડી રહ્યો… “ઓહ ફોઈ હવે હું નાનો વંશ નથી… હું એટલું ઓઈલી, હેવી ફૂડ નથી ખાતો.. સોરી હું નહીં આવી શકું મારે પ્રોજેક્ટ વર્ક વધારે છે…” વંશ તો જાણે એક અજાણ્યો જ઼ વ્યક્તિ હોય તેમ વર્તન કર્યો જતો હતો…

image source

” વંશે પોતાના તમામ જુના સંબધો ફોઈ, ફુવા એક ના ભાઈ નો આજે અસ્વીકાર કરતો હોય તેમ સૌ ને ને લાગી આવ્યું.. ” આજે રીમા બહેન નું વંશ પ્રત્યે ના માન, પ્રેમ આદર જેવા તમાન અહોભાવ તૂટી ગયા.. અને આંખ માં આંસુ સાથે તેને વિદાય આપી… પોતાના દીકરા કરતા પણ સવાયું રાખવા છત્તા પણ વંશ આખરે અમને ભુલી જ઼ ગયો.. ના દુઃખ સાથે રડી રહ્યા હતા.. કાંતિ ભાઈ અને કેતૂલ એ રીમા બહેન ને સંભાળી ને ઘરે લાવ્યા અને આશ્વાશન આપ્યું…

આજે રીમા બહેન ને પારકા અને પોતીકા વચ્ચે નો ભેદ બખૂબી સમજાય ગયો… અસ્તુ

લેખક : જીનલ ટેલર “વિહા”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version