જલ્સા કરોને જેંતીલાલ

પ્રિયંકા-નીકે એક સાથે રોમેન્ટિક મુડમાં કર્યુ હોર્સ રાઇડિંગ, જોઇ લો તસવીરોમાં તમે પણ

એક સાથે હોર્સ રાઇડીંગ કરતાં પ્રિયંકા-નિક લાગી રહ્યા છે ખૂબ જ રોમેન્ટિક 

image source

પ્રિયંકા ચોપરા પોતાના પતિ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ટ કરવાનું ખૂબ પસંદ કરે છે. કોઈ પણ પત્ની કરતી હોય છે. ક્રિસ્મસની રજાઓમાં તે બન્નેએ સ્નોમોબીલ રાઇડીંગ કરીને સોશિયલ મિડિયા પર ચર્ચા જગાવી હતી. અને ગત રવિવારે તેમણે ઘોડે સવારી કરી હતી. જેની કેટલીક તસ્વીરો નિકે તેમજ પ્રિયંકાએ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી હતી. જેનું કેપ્શન હતું સન્ડે ઓવર ધ વિકએન્ડ.

નિક અને પ્રિયંકાનો લૂક કાઉ બોય ટાઈપનો હતો. કેલિફોર્નિયાના કાર્પિનન્ટેરિયા ખાતે તેમણે એક સાથે અલગ અલગ ઘોડાઓ પર સવારી કરી હતી. આ એક સુદંર રળિયામણા દરિયાકીનારાવાળી જગ્યા હતી. તો વળી પ્રિયંકાએ આ જ રાઈડની એક તસ્વીર શેર કરી હતી જમાં તેણીએ પતિ નિકનો હાથ પકડ્યો હતો. અને કેપ્શમાં લખ્યું હતું જાદુ અને સાથે એક રેડ હાર્ટ ઇમોજી પણ શેર કર્યું હતું.

તમને જણાવી દઈએ કે ગયું અઠવાડિયું નીક માટે અત્યંત વ્યસ્ત રહ્યું છે કારણ કે તે પ્રથમવાર અમેરિકાના જાણિતા રિયાલીટી શો ધ વોઇસ માં કોચ બનવા જઈ રહ્યો છે. અને તે દરમિયાન પ્રિયંકાએ પતિના શોની વિડિયો સતત સોશિયલ મિડિયા પર શેર કરી હતી અને ટ્વીટ્સ પણ કર્યા હતા.

અહીં નિકને પોતાની સાથી કોચ અમેરિકાની જાણીતી સિંગર કેલી ક્લાર્કસન દ્વારા સતત તેની નાની ઉંમરના કારણે ચીડવવામાં આવતો હતો. તેણીએ તેને ચીડવતા કહ્યું હતું, અહીં પ્રિંયકાના ઉલ્લેખ વગર તેની તરફ ઇશારો કરતાં તેણે નિકને કહ્યું હતું, ‘તેણી તેના કરતાં દસ વર્ષ મોટી છે’ – તેણી 37ની છે અને તે 27નો છે.

ત્યારે તેણે ખૂબહ જ હળવી રીતે પોતાની પત્ની પર ગર્વ અનુભવતો હોય તેમ જવાબ આપ્યો હતો, ‘મારી પત્ની 37ની છે. તે બાબત ખરેખર કૂલ છે’ થોડા દિવસો પહેલાં તેણે પોતાના આલ્બમ સકરની સફળતા માટે પોતાના ફેન્સને એક સુંદર થેંક્યુ નોટ પણ લખી હતી.

તેની સાથે તેણે સકરના શૂટિંગ વખતની કેટલીક તસ્વીરો પણ શેર કરી હતી જેમાં સોફી ટર્નર અને ડેનીએલ જોનાસ સાથે પ્રિયંકા ચોપરા પણ હતી, તેણે આ નોટમાં લખ્યું હતું. ‘એક બેન્ડ તરીકે અમારા જીવનમાં ઘણી બધી ચડ ઉતર આવી અને આજે અમે બધા જ અહીં ગયા વર્ષને પ્રતિબિંબિત કરતા બેઠા છીએ,

અમને ખ્યાલ આવ્યો છે કે અમે કેટલા નસીબદાર છીએ. અમારી પાસે વિશ્વના સૌથી ઉત્તમ ફેન્સ છે અને અમે આ બધું જ એક કુટુંબ તરીકે કરીએ છે ?! હેપ્પી 1 યર ટુ યુ ગાઇઝ એન્ડ વિ લવ યુ ઑલ.’

image source

નીક અને પ્રિયંકા સમય મળ્યે એકબીજાની સાથે ભરપૂર સમય પસાર કરે છે અને તેની તસ્વીરો તેમજ વિડિયો પોતાના ફેન્સ સાથે પણ શેર કરતા રહે છે. આ બન્નેના સંબંધ કેટલાક ટકશે તે વિષે ઘણા બધાને શંકા હતી પણ હાલ તો તેમના સંબંધમાં કોઈ જ નબળાઈ આવે તેવા કોઈ જ આસાર જણાતા નથી. આશા છે કે તેઓ આ રીતે જ એકબીજાને પ્રેમ કરતા રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version