ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં પ્રિયંકા-નિકે આપ્યા એવા પોઝ, કે એકવાર જોશો આ તસવીરો તો વારંવાર થશે જોવાનું મન

રવિવાર રાતે કેલિફોર્નિયા શહેરની બેવર્લી હિલ્ટન હોટેલમાં ૭૭મો ગોલ્ડન ગ્લોબ એવોર્ડનું આયોજન કરાયું હતું. આ ગ્રાંડ ઇવેન્ટમાં પૂર્વ મિસ વર્લ્ડ અને અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસને અમેરિકન સિંગર નિક જોનાસ સાથે સામેલ થઈ.

આ દરમિયાન આ સ્ટાર કપલના ઘણા બધા શાનદાર ફોટોસ અમે આપના માટે લઈને આવ્યા છીએ. ચાલો પ્રિયંકા અને નિક આ સ્ટાર કપલના શાનદાર ફોટોસ જોઈએ..

image source

આ પાવર કપલ નિક અને પ્રિયંકાની શાનદાર અંદાજમાં જોવા મળી કે દરેક નજર એક ક્ષણ માટે પણ રોકાઈ જાય એટલી શાનદાર છે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડના રેડ કાર્પેટ પર આ સ્ટાર કપલે એકબીજા સાથે ખૂબ જબરદસ્ત પોઝ આપ્યો હતો.

આ એવોર્ડ ફંક્શન દરમિયાન પ્રિયંકાએ પિંક કલરનો ગાઉન પહેર્યો હતો. આ ગાઉનમાં તે ખુબજ સુંદર દેખાય રહી હતી. પ્રિયંકાએ પોતાના આ લુકને કમ્પ્લીટ કરવા માટે ડાયમંડ નેકલેસ પહેરવાનું પસંદ કર્યું.

image source

ગોલ્ડન ગ્લોબ એવોર્ડ ફંક્શનમાં નિક જોનાસ તેમની પત્ની પ્રિયંકા સાથે ફોર્મલ કલોથમાં ખૂબ ડેશિંગ અને હેન્ડસમ લાગી રહ્યા હતા.

સોશિયલ મીડિયા પર બૉલીવુડની દેશી ગર્લ પ્રિયંકા અને અમેરિકન સિંગર નિક જોનાસના આ અંદાજ તેઓના ફેંસને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

image source

ગોલ્ડન ગ્લોબ એવોર્ડના રેડ કાર્પેટ પર પ્રિયંકા ચોપરાએ પોતાના સિગ્નેચર પોઝ (હાથ જોડીને ફેન્સનું અભિવાદન કરવું)માં પણ જોવા મળી.

આ સાથે જ વેનિટી ફૈરમાં પણ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ એકબીજા સાથે જોવા મળ્યા છે. સોશિયલ મીડિયા પર પણ નિક જોનાસ અને પ્રિયંકા ચોપરાના આ ફોટોસ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે.

image source

Golden globe awards 2020:

ગોલ્ડન ગ્લોબ એવોર્ડની ઘોષણા કરી દેવાઈ છે. અભિનેતા ટોમ હૈક્સને Cecilb DeMelli એવોર્ડથી સમ્માનિત કરાશે.આ એવોર્ડ તેઓને તેમના મનોરંજન જગતમાં યોગદાન માટે આપવામાં આવશે. બ્રેડ પીટને બેસ્ટ પરફોર્મન્સ સ્પોર્ટિંગ એકટરના એવોર્ડથી સમ્માનિત કરાશે. તેમને આ એવોર્ડ ‘વન્સ અપોન અ ટાઈમ ઈન હોલીવુડ’ માટે મળશે.

image source

કોઈ ટેલિવિઝન સિરીઝ(કોમેડી કે મ્યુઝીકલ) માં કોઈ અભિનેતા દ્વારા સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે સૌપ્રથમ રામી યુસુફને આપવામાં આવ્યો છે. રામીને આ એવોર્ડ તેમના શો રામી માટે મળ્યો છે. સાઉથ કોરિયાની પેરાસાઈટને વિદેશી ભાષામાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

image source

ત્યાંજ, એક સીમિત સિરીઝ કે ટેલિવિઝન માટે બનેલી મોશન પિક્ચરમાં સર્વશ્રેષ્ઠ અભિનેતાનું સમ્માન ‘ધ લાઉડેસ્ટ વોઇસ’ (The Loudest Voice) માટે રસેલ ક્રોને મળ્યો છે. સીમિત સિરીઝ કે ટેલિવિઝન માટે બનેલી મોશન પિક્ચરમાં સપોર્ટિંગ રોલમાં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર ‘શનોરબીલ’ (Chernobyl) સિરીઝ માટે સ્ટેલન સ્કાર્સગાર્ડએ જીત્યો છે.

ત્યાંજ ‘સક્સેશન’ના ડ્રામામાં સર્વશ્રેષ્ઠ ટેલિવિઝન સીરીઝનો એવોર્ડ મળ્યો છે. ટેલિવિઝન સિરીઝ (કોમેડી કે મ્યુઝીકલ) માં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર ‘ફ્લિબેગ’ (fleabag)માટે ફિબી વોલર-બ્રિઝને મળ્યો.

image source

બેસ્ટ પરફોર્મન્સ એક્ટ્રેસ, ટેલિવિઝન સિરીઝ ડ્રામાનો એવોર્ડ ઓલિવીયા કોલમેનને ‘ધ ક્રાઉન'(Olivia colman, the crown) માટે મળ્યો.

image source

બેસ્ટ પરફોર્મન્સ સપોર્ટિંગ એક્ટ્રેસ, સિરીઝ, લિમિટેડ સિરીઝ/મોશન પિક્ચરનો એવોર્ડ પૈટ્રીસીયા આક્વેર્ટને ‘ધ એક્ટ’ માટે મળ્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ