જલ્સા કરોને જેંતીલાલ

પ્રિયંકા ચોપરાને મળે છે સોશિયલ મિડિયા પરની એક પોસ્ટના કરોડો રૂપિયા, જાણો વિરાટ કોહલીને તેમજ અન્ય ભારતીય સેલેબ્રીટીને કેટલા મળે છે

બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચેપરા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો 2019 ઇન્સ્ટાગ્રામ રીચ લીસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ લિસ્ટમાં માત્ર બે જ ભારતીય સેલિબ્રિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમને કદાચ એવું લાગતું હશે કે સેલિબ્રિટીઓ સોશિયલ મિડિયા પર માત્ર પોતાની પોપ્યુલારીટી વધારવા માટે પોસ્ટ શેયર કરતા રહે છે.


પણ આ પોસ્ટ શેયર કરવાના તેમને સોશિયલ મિડિયા પ્લેટફોર્મ તરફથી કરોડો રૂપિયા મળે છે. 2019 ઇન્સ્ટાગ્રામ રીચ લીસ્ટમાં ટોચ પર છે અમેરિકન મોડેલ કાઈલી જેનર. આ વર્ષે તેણી ચોથા નંબરથી સીધી જ પ્રથમ નંબર પર આવી ગઈ છે. કાઈલી જેનરને પોતાની દરેક ઇન્સ્ટાગ્રામ પોસ્ટના 10 લાખ ડોલર મળે છે


કાઈલી જેનરને આ વર્ષની યંગેસ્ટ સેલ્ફ મેડ બિલિયેનેર ગણવામાં આવી છે જ્યારે બીજા નંબર પર છે અમેરિકન સિંગર અરિયાના ગ્રાન્ડે અને ત્રીજા નંબર પર છે ફુટબેલ પ્લેયર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો.


જો તમે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ધરાવતા હશો અને ડોને ધી રોકને ફોલો કરતા હશો તો જાણી લો કે તેને એક પોસ્ટ શયેર કરવાના કેટલા રૂપિયા મળે છે. તેને દરેક પોસ્ટ શેયર કરવાના 650000 લાખ ડોલર એટલે કે 4.48 કરોડ રૂપિયા મળે છે. અને જો તમે તેના ફેન હશો તો તમે જાણતા હશો કે તે દીવસમાં ઓછામાં ઓછી 3-4 પોસ્ટ તો શેયર કરે જ છે. હવે તેની માત્ર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટની આવક ગણતા જ તમારી આંગળી થાકી જાય તો નવાઈ નહીં.


ખુશ થવાની વાત એ છે કે આ લીસ્ટમાં ટોપ ફાઇવમાં રોનાલ્ડોને છોડીને બધી જ સ્ત્રીઓ છે. ડોને જોન્સન જે દુનિયાની સૌથી વધારે કમાણી કરતો એક્ટર સેલિબ્રિટી છે તેને પણ અહીં લોકપ્રિયતામાં છોકરીઓએ પાછળ પાડી દીધો છે.


જ્યારે ઇન્ડિયન સેલિબ્રિટીમાં રીચેસ્ટ ઇન્ડિયન સેલિબ્રિટી ઓન ઇન્સ્ટાગ્રામમાં પ્રિયંકા પ્રથમ ક્રમે છે. એક અહેવાલ પ્રમાણે પ્રિયંકા ચોપરા એક સ્પોન્સર્ડ પોસ્ટના 271000 અમેરિકન ડોલર ચાર્જ કરે છે જેને જો રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવે તો 1.87 કરોડ રૂપિયા થાય.


પ્રિયંકા ઇન્સ્ટાગ્રામ પર 43.3 મિલિયન એટલે કે 4.3 કરોડ ફોલોવર્સ ધરાવે છે આ ઉપરાંત પ્રિયંકા ચોપરાના સોશિયલ મિડિયા અકાઉન્ટને આ વર્ષે દેશના સૌથી વધારે ફોલો કરાતા અકાઉન્ટ તરીકે પણ નવાજમાં આવ્યું છે. ગયા વર્ષે આ રેકોર્ડ દીપીકાના નામે હતો. ભારતમાં પણ આ લીસ્ટમાં મોખરે થવામાં છોકરીઓએ બાજી મારી લીધી છે.


પ્રિયંકા ચોપરા બાદ જે કોઈ ભારતીય સેલિબ્રિટીનું આ લિસ્ટમાં નામ હોય તો તે છે ભારતીય ક્રિકેટ કપ્તાન વિરાટ કોહલી. જેના અકાઉન્ટને સૌથી વધારે એન્ગેજમેન્ટ મેળવતું અકાઉન્ટ ગણવામાં આવ્યું છે. વિરાટ કોહલી દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરાતી દરેક પોસ્ટ પર 196000 અમેરિકન ડોલર ચાર્જ કરે છે જેને રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવે તો તે થાય 1.35 કરોડ રૂપિયા.


વિરાટ કોહલી અવારનવાર પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ક્રીકેટ પ્રેક્ટિસ, લોકર રૂમ તેમજ ઓફ ફિલ્ડ સેલ્ફિ શેયર કરે છે આ ઉપરાંત તે પોતાની સ્ટાર પત્ની અનુષ્કા શર્મા સાથે પણ ઘણી તસ્વીરો શેયર કરે છે. અને લાખો લાઈક્સ મેળવે છે.


શાહિદ કપૂર

શાહિદ કપૂર ભલે ઓછી ફિલ્મો કરતો હોય પણ તેની એક્ટીંગના ચર્ચા ચારે કોર હોય છે. હાલમાં જ આવેલી કબીરે સિંઘે સો કરોડની ક્લબમાં સ્થાન મેળવી લીધું છે. શાહિદ કપૂરને પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર એક પોસ્ટ શેયર કરવાના મળે છે 10થી 12 લાખ રૂપિયા.


પ્રિયા પ્રકાશ વારિયર

માત્ર એક આંખ મારીને આ છોકરીએ લાખો યુવાનોના દીલ ધડકાવી દીધા હતા. પ્રિયા પ્રકાશ વારિયરે ભલે અત્યાર સુધીમાં કોઈ બોલીવૂડ મૂવી ન કરી હોય પણ તે પોતાના સોશિયલ અકાઉન્ટ પર પ0 લાખ ફોલોઅર્સ ધરાવે છે. પ્રિયાને એક પોસ્ટ શેયર કરવાના મળે છે 8 લાખ રૂપિયા.


સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા ઘણા લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે હાલ તેણી દબંગ 3માં કામ કરી રહી છે. અને છેલ્લે તેણે કલંક ફિલ્મમાં સુંદર અભિનય આપી લોકોનું દીલ જીતી લીધું હતું. સોનાક્ષી સિન્હા પણ સોશિયલ મિડિયા અકાઉન્ટ ધરાવે છે તેના પણ લાખો ચાહનારા છે. તેણી સોશિયલ મિડિયા અકાઉન્ટ પર એક પોસ્ટ શેયર કરવાના 4થી 5 લાખ વસુલે છે.


તમે જોઈ શકો છો કે ગણતરીની ફિલ્મો કરનારા તેમજ ક્રીકેટમાંથી દૂર થઈ જનાર સેલેબ્રીટીઝ જેવી કે યુવરાજ સિંઘ પણ માત્ર પોતાના સોશિયલ અકાઉન્ટમાંથી દીવસની લાખોની કમાણી કરી રહ્યા છે. તો પછી આ લોકોની વાસ્તવની એટલે કે મુખ્ય કમાણી તો સેંકડો કરોડોમાં હશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version