જોનાસ બ્રધર્સના ન્યૂ સોંગમાં પ્રિયંકા-નીક થયા પેન્ટલેસ, જોઇ લો વિડીયોમાં

જોનાસ બ્રધર્સના નવા આલ્બમમાં નિક જોનાસ સાથે ગજબની કેમેસ્ટ્રી દર્શાવતી પ્રિયંકા ચોપરા

image source

જોનાસ બ્રધર્સના નવા સોંગમાં પ્રિયંકા જોવા મળી પેન્ટલેસ

પ્રિયંકા ચોપરા આજકાલ ભારતમાં જ છે પણ ભારત આવતા પહેલાં તેણી યુ.એસમાં ધમાલ મચાવતી આવી છે. કારણ કે તાજેતરમાં જ તેણે સોશિયલ મિડિયા પર એક વિડિયો શેર કરી છે જે ખુબ વાયરલ થઈ રહી છે.

પ્રિયંકા ચોપરા જોનાસ બ્રધર્સના લેટેસ્ટ સોંગ ‘What a man gotta do’માં નિક જોનાસ સાથે રોમાન્સ કરતી જોવા મળી રહી છે. જોનાસ બ્રધર્સના આ સોંગનો વિડિયો યુ-ટ્યુબ પર રીલીઝ થઈ ગયો છે અને તે લોકોને ખુબ પસંદ પણ આવી રહ્યો છે.

આ વિડિયોમાં પ્રિયંકા ચોપરાનો ગ્લેમરસ લૂક જોવા મળ્યો છે જેમાં તેનો પતિ નીક જોનાસ તેનો ભરપુર સાથ આપી રહ્યો છે. આ સોંગમાં ત્રણે જોનાસ ભાઈઓ નિક જોનાસ, કેવિન જોનાસ અને જો જોનાસ પણ છે, અને તેમની સાથે તેમની ત્રણેની પત્નીઓ પણ આ વિડિયોમાં જોઈ શકાય છે.

એટલે આ વિડિયોમાં તમે નિક-પ્રિયંકા, કેવિન-ડેનિયલ અને જો-સોફીને જોઈ શકો છો. આમ આખી જોનાસ ફેમિલિએ મળીને આ વિડિયોને પોતાના ફેન્સ માટે ખુબ જ ઇન્ટ્રેસ્ટિંગ બનાવી છે.

image source

આ સોંગમાં નીક અને પ્રિયંકાની સિઝલિંગ કેમેસ્ટ્રી જોઈને એવું લાગે જ નહીં કે તેમના લગ્નને એક વર્ષ પુરું થઈ ગયું છે કારણ કે આ વિડિયોમાં તેમની જોડી અત્યંત ફ્રેશ લાગી રહી છે. આ વિડિયોના રિલિઝની માહિતી પ્રિયંકા તેમજ નીકે પોત પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર તેનું ટીઝર બતાવીને કરી હતી જેને કલાકોમાં જ લાખો વ્યૂઝ મળી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

આ વિડિયોમાં પ્રિયંકા અને નિક બન્નેએ વ્હાઇટ શર્ટ પહેર્યો છે અને બન્ને પેન્ટલેસ છે. બન્ને એક ઘરમાં ડાન્સ તેમજ મસ્તી કરતાં બતાવવામાં આવ્યા છે અને તે બન્નેને કિસ કરતાં પણ બતાવવામાં આવ્યા છે.

image source

આ ગીતને યુ-ટ્યુબ પર અત્યાર સુધીમા લાખો વાર જોવામાં આવ્યો છે અને તેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે ખાસ કરીને નીક અને પ્રિયંકાની જોડી લોકોને ખુબ ગમી રહી છે.

image source

તમને જણાવી દઈએ 1980માં આવેલા સોંગ ‘What A Man Gotta Do’નું બીજું વર્ઝન છે. જો કે આ સોંગને જોતાંજ કેટલાક નટખટ નેટીઝન્સે નીક-પ્રિયંકાની મજાક ઉડાવવામાં પણ કંઈ બાકી નથી રાખ્યું. ખાસ કરીને તેમના પેન્ટલેસ લૂકની બહુ જ મજાક ઉડાવવામાં આવી રહી છે.

image source

આ પહેલાં પણ આ ત્રણે ભાઈઓએ પોત-પોતાની પત્ની સાથે બીજું પણ એક સોંગ બનાવ્યું હતું જેનું વિઝ્યુલાઇઝેશન ઘણું ઇન્ટ્રેસ્ટિંગ બનાવવામાં આવ્યું હતું. આ સોંગનું નામ હતું ‘સકર’. અને તે પણ લોકોને ખૂબ પસંદ આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે પ્રિયંકા હોલીવૂડમાં તો હાલ સફળતાની સીડીઓ ચડી જ રહી છે પણ તેણી બોલીવૂડમાં પણ અત્યંત સફળ રહી છે અને તેણે પોતાના અભિનયથી રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કાર પણ મેળવ્યો છે. તેણીએ અત્યારસુધીમાં 55 કરતાં પણ વધારે ફિલ્મોમાં કામ કર્યું છે.

image source

પ્રિયંકાએ હોલીવૂડમાં પદાર્પણ કરતા પહેલાં અમેરિકન ટીવી સિરિયલ ‘ક્વોન્ટિકો’માં મુખ્ય પાત્ર ભજવીને ધૂમ મચાવી છે. તેણીએ આ સિરિઝની ત્રણ સીઝન કરી છે જે સફળ રહી છે. આ સિરિઝમાં કામ કરી તેણી પ્રથમ એવી ભારતીય મહિલા બની છે જેણે અમેરિકન નેશનલ ટીવી પર લીડ રોલ કર્યો છે.

image source

તેના આ મહત્ત્વના રોલના કારણે 2016માં તેણીને પીપલ્સ ચોઇસ અવોર્ડ પણ મળી ગયો છે. 2016માં પ્રિયંકા ચોપરા ટાઇમ્સ મેગેઝીનના કવર પર પણ જોવા મળી હતી અને તેની ગણતરી વિશ્વની 100 પ્રભાવશાળી વ્યક્તિઓમાં કરવામાં આવી હતી તો 2018માં તેની ગણતરી વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓમાં કરવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ