જલ્સા કરોને જેંતીલાલ

પ્રિયંકાની આજની આ લેટેસ્ટ તસવીર સોશિયલ મીડિયામાં થઇ વાયરલ, જોઇ લો તમે પણ નહિં તો રહી જશો

ઇન્ટરનેશનલ સ્ટાર પ્રિયંકા ચોપરાએ ચલાવી મુંબઈના રસ્તાઓ પર ગાડી, ફેન્સે પુછ્યો આ સવાલ

image source

પ્રિયંકા ચોપરાએ ધીમે ધીમે સમગ્ર વિશ્વમાં પોતાનું ફેન ફોલોઈંગ ઉભું કરી લીધું છે અને હાલ તેમી એક ઇન્ટરનેશનલ સ્ટારને દરજ્જો ધરાવે છે. તેમ છતાં તેણીએ ક્યારેય પોતાના મૂળિયા નથી છોડ્યા.

તેણીએ હંમેશા ભારતને પ્રાથમિકતા આપી છે. ગયા વર્ષે તેણી અમેરિકન પોપ સિંગર નીક જોનાસ સાથે લગ્ન કરીને વિદેશી વહુ પણ બની ગઈ અને હવે તો તેણી યુ.એસ.એમાં વસી જ ગઈ છે. તેમ છતાં તેનું મન તો હંમેશા ભારતમાં જ રહે છે.

image source

હાલ પ્રિયંકા ભારતમાં પોતાની આગામી ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે પણ તેમાંથી તેણે થોડો સમય કાઢીને મુંબઈમાં હળવી પળો વિતાવી હતી. તેણી હંમેશા શોશિયલ મિડિયા દ્વારા પોતાના ફેન્સના સંપર્કમાં રહે છે.

તે ક્યારેક પોતાની અને નીકની રોમેન્ટિક તસ્વીર શેર કરે છે તો ક્યારેક કોઈ ઇવેન્ટમાં આપેલી હાજરીની તસ્વીર શેર કરે છે તો વળી ક્યારેક ફેસ્ટિવલના સેલિબ્રેશનની તસ્વીર શેર કરે છે તો વળી ક્યારેક સોશિયલ વેલફેર ઇવેન્ટની તસ્વીર શેર કરે છે, પણ આ વખતે તેણીએ પોતની મુંબઈમાં કાર ચલાવતી તસ્વીર શેર કરી છે.

image source

જો કે આ તસ્વિરમાં તમે પ્રિયંકાના માત્ર વાળ જ જોઈ શકો છો. તેના સ્ટીયરીંગ વ્હીલ પરના હાથ જોઈ શકો છો અને કાંડા પર પહેરેલી મોંઘેરી ઘડિયાળ જોઈ શકો છો. તેને તમે ડ્રાઈવીંગ સીટ પર બેસેલી જોઈ શકો છો.

અને આજ ડ્રાઇવીંગ સીટે લોકોના મનમાં અનેક પ્રશ્નો જગાવ્યા હતા.
તસ્વીર શેર કરતાં જ ખુબ જ ટુંકા સમયમાં તસ્વીર વાયરલ થઈ ગઈ અને પછી તો પ્રિયંકા પર પ્રશ્નોની ઝડી વરસવા લાગી છે.

image source

કોઈકે તેની ડ્રાઇવીંગ સ્કિલ્સ પર પ્રશ્ન કર્યો તો કોઈકે યુ.એસ.એ સાથે ભારતના ડ્રાઈવીંગના અનુભવની સરખામણી કરતો પ્રશ્ન કર્યો.

ખાસ કરીને લોકોએ જ્યારે પ્રિયંકાની ડ્રાઈવીંગ સીટની પોઝિશન જોઈ ત્યારે લોકોમાં પ્રશ્નો શરૂ થયા. કારણ કે પ્રિયંકાને ગાડીની જમણી બાજુ બેસીને ગાડી ચલાવતી જોવામાં આવી હતી. જેમાં કંઈ ખોટું તો બીલકુલ નહોતું.

image source

પણ છેલ્લા ઘણા સમયથી પ્રિયંકા અમેરિકામાં રહે છે અને અમેરિકામાં ગાડીની ડાબી બાજુ ડ્રાઈવીંગ સીટ આવેલી હોય છે, તો અચાનક તેણી ફાવટ સાથે જમણી સીટ પર ડ્રાઈવીંગ કેવી રીતે કરી શકી ?

અને કેટલાક ફેન્સે તો એવી પણ સલાહ આપી દીધી કે પ્રિયંકાને અહીં ગાડી ચલાવવાની આદત નહીં હોવાથી તેણીએ હાલ ભારતના રસ્તાઓ પર ગાડી ન ચલાવવી જોઈએ. અને ચલાવતા પહેલાં તેણીએ થોડી પ્રેક્ટિસ કરી લેવી જોઈએ.

આપણે બધા એ સારી રીતે જાણીએ છે કે પ્રિયંકા પોતાની અમેરિકન લાઇફસ્ટાઇલમાં સદંતર રંગાઈ ગઈ છે. જે. અને તેણીને ભારતમાં ડ્રાઇવીંગનો ભૂતકાળનો અનુભવ ભલે હોય પણ તાજો કોઈ જ અનુભવ ન હોવાથી તેના ફેન્સની ચિંતા પણ વ્યાજબી ગણી શકાય.

image source

પ્રિયંકા પોતાની ફિલ્મના શુટીંગમાં દિલ્લી ખાતે વ્યસ્ત હતી પણ ત્યાંનું કામ પતતાં જ તેણી મુંબઈ આવી પહોંચી હતી. તેણી ભારતમાં પોતાની આગામી ફિલ્મ વ્હાઇટ ટાઇગરના શુટિંગ માટે આવી છે.

પ્રિયંકાએ ત્રણ વર્ષ બાદ ફરહાન અખ્તર સ્ટારર હિન્દી ફિલ્મ સ્કાઈ ઇઝ પિંકમાં કામ કર્યું હતું જે હજુ ગયા મહિને જ રીલીઝ થઈ હતી.આ ફિલ્મને ક્રીટીક્સ દ્વારા તો ખુબ વખાણવામાં આવી હતી પણ તેણે બોક્સ ઓફિસ પર કંઈ ખાસ દેખાવ નહોતો કર્યો.જો કે તેની પાસે કામની કોઈ જ કમી નથી.

image source

તેણી આવનારા સમયમાં નેટફ્લિક્સની બે ફિલ્મોમાં જોવા મળશે. તેમાંની એક ફિલ્મનું નામ છે વ્હાઇટ ટાઇગર જેના જ શુટિંગમાં તેણી હાલ વ્યસ્ત છે. આ સિવાય બીજી ફિલ્મ સુપરહીરો પર આધારીત છે. ફિલ્મનું નામ છે વી કેન બી હીરોઝમાં.

આ સિવાય તેણી પાસે હોલીવૂડના પણ કેટલાક પ્રોજેક્ટ્સ છે. માટે પ્રિયંકા અવારનવાર ભારતમાં જોવા મળશે અને આ પ્રકારના અખતરા પણ કરતી જોવા મળે તો નવાઈ નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version