પ્રિયંકા-નિક બન્યા રોમેન્ટિક, આ પહેલા ક્યારે નહિં જોયો આટલો રોમેન્ટિક વિડીયો તમે

લોકડાઉનમાં પ્રિયંકા-નિક બન્યા રોમેન્ટિ – વિડિયો થઈ રહી છે વાયરલ

image source

સમગ્ર વિશ્વમમાં કોરોના વાયરસ કહેર વર્તાવી રહ્યો છે, ચીન, ઇટાલી અને સ્પેન બાદ હવે અમેરિકાની હાલત કથળી રહી છે. અમેરિકામાં સંક્રીમીતોની સંખ્યા 2.45 લાખ આસપાસ થઈ ગઈ છે, અને મૃતકોનો આંકડો 10,403 સુધી પહોંચી ગયો છે, માટે અહીં પણ લોકો પોતાના ઘરમાં પુરાઈ રહેવા એટલે કે આઇસોલેશનમા રહેવા મજબૂર બન્યા છે. ભારતીય અભિનેત્રી અને હવે તો ઇન્ટરનેશનલ અભિનેત્રી બની ગયેલી પ્રિયંકા ચોપરા પણ પોતાના પતિ સાથે આઇસોલેશનનો લાભ ઉઠાવીને ક્વોલીટી ટાઇમ સ્પેન્ટ કરી રહી છે.

image source

તાજેતરમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના કેટલાક રોમેન્ટિક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેમની આ વિડિયોઝ પર ખૂબ કમેન્ટ પણ કરી રહ્યા છે. આ વિડિયોમાં પ્રિયંકા ચોપરા ક્યારેક નીક જોનાસના કાન પંપાળી રહી છે તો ક્યારેક બન્ને એકબીજાને કીસ કરતા જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by NP LEGACY (@nplegacy1) on

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનો આ વિડિયો તેમની લાઇવ વિડિયો ચેટ દરમિયાનનો છે, જે તેમના ફેનપેજે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સેર કર્યો હતો. આ વિડિયોઝમાં પ્રિયંકા અને નિક ખૂબ ક્યૂટ લાગી રહ્યા છે. તેમાં પ્રિયંકા ચોપરાએ બ્રાઉન જમ્પ સૂટ પહેર્યો છે તો નિકે બ્લૂ હુડી પહેર્યું છે. તમને જણાવી દઈ કે આસોલેશનમાં રહેતા નિક અને પ્રિયંકા સોશિયલ મિડિયા પર એકધારા એક્ટિવ છે.

આ લાઈવ ચેટ દરમિયાન અને પતિને કિસ કર્યા બાદ પ્રિયંકાએ માલફંક્શનનો ભોગ પણ બનવું પડ્યું હતું. સામાન્ય માણસની નજરે તો જો કે તે ન પડી શકે પણ આ બાબતો પર બારીક નજર રાખવાવાળા નેટિઝન્સની નજેરમાં તે આવી જ ગયું અને તેઓ તે વિષે ચિત્ર વિચિત્ર કમેન્ટ્સ પણ કરવા લાગ્યા હતા.

image source

કેટલાકે પ્રિયંકાની ડ્રેસિંગ સેંસ પર પ્રશ્નો ઉભા કર્યા. તો વળી કેટલાકે કહ્યું હતું કે તેણીએ ટ્રાન્સપરન્ટ ઇનરવિયર પહેર્યું છે. જો કે સત્ય શું છે તે તો પ્રિયંકા જ જણાવી શકે પણ ફરી એકવાર પ્રિયંકાને લોકોએ તેના વસ્ત્રોના કારણે ટ્રોલ કરી છે.

આ પહેલાં પણ WHOના ડોક્ટર સાથે લાઇવ ચેટ દ્વારા કોરોનાવાયરસ વિ, જાગૃતિ ફેલાવવા તેમજ તેનાથી બચવાની માહિતી લીધી હતી. આ ઉપરાંત મિસ્ટર એન્ડ મિસિસ જોનાસ ક્વોરેન્ટાઇનના સમય દરમિયાન પોતાના વર્કાઉટની વડિયોઝ પણ અવારનવાર શેર કરતા રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla) on

આ ઉપરાંત એક ગર્વીષ્ટ ભારતીયની જેમ પ્રિયંકાએ પણ 22મી તારીખે સાંજે 5 વાગે જ્યારે આખું ભારત પેરામેડિકલ સ્ટાફને તાળીઓથી બીરદાવી રહ્યું હતું ત્યારે તેણીએ પણ અમેરિકામાં રહીને તાળીઓ પાડી હતી. આ સિવાય તેણે હેન્ડવોશ ચેલેન્જ પણ લીધી હતી અને તેની વિડિયો પણ શેર કરી હતી.

image source

પ્રિયંકાની ફિલ્મી કેરિયરની વાત કરીએ તો તેણી છેલ્લી બોલીવૂડની ફિલ્મ સ્કાઇ ઇઝ પિંકમાં જેવા મળી હતી. જેમાં તેણી ઉપરાંત ફરહાન અખ્તર, રોહિત શરાફ અને ઝાયરા વસીમે પણ મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. આ ઉપરાંત તેણીએ પોતાના પતિ અમેરિકન પોપ સ્ટાર નિક જોનાસ સાથે એક સોંગ પણ શૂટ કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ