બ્લેક ડ્રેસમાં રેમ્પ પર છવાઇ ગઇ પ્રિયંકા, તસવીરો પરથી નહિં હટે તમારી નજર

બ્લેક ડ્રેસમાં રેમ્પ પર છવાઈ ગઈ પ્રિયંકા ચોપરા – જુઓ તસ્વીરો

પ્રિયંકા ચોપરા ઓછામાં ઓછું અઠવાડિયામાં એકવાર તો પોતાના તરફ લાઇમલાઇટ આકર્ષિ જ લે છે. પછી તેની કોઈ ઇવેન્ટમાં હાજરી હોય કે પછી પતિ નીક જોનાસ સાથેની કોઈ વિડિયો હોય કે પછી તેની સાથેની કોઈ રોમેન્ટિક તસ્વીરો હોય.

image source

ફરી એકવાર પ્રિયંકા સોશિયલ મિડિયા પર પોતાના સ્ટાઇલીશ અંદાજના કારણે છવાઈ ગઈ છે. આ તસ્વીરો બ્લેન્ડર્સ પ્રાઇડ ફેશન ટુઅર 2020ની છે. જેમાં તેણીએ બ્લેક ડ્રેસ અને આકર્ષક હેરસ્ટાઇલથી આકર્ષણ જમાવી મુક્યું હતું.

image source

આ ઇવેન્ટમાં પ્રિયંકાએ બ્લેક કલરનો લોંગ આઉટફીટ પહેર્યો હતો. તેનો મેકઅપ પણ બ્લેક ડ્રેસને અનુરુપ જ હતો. તેણીની આંખો પર સ્મોકી આઈમેકઅપ કરવામાં આવ્યો હતો, જો કે લીપને તેણીએ ન્યૂડ શેડ જ આપવાનું પસંદ કર્યું હતું પણ તેણીની હેરસ્ટાઇલે બધું જ ધ્યાન પોતાના તરફ ખેંચી લીધું હતું.

image source

પ્રિયંકાએ હંમેશની જેમ સુપર કોન્ફીડન્સથી રેમ્પવોક કર્યું હતું. આ ફેશન શોમાં પ્રિયંકા શો સ્ટોપર રહી હતી. જાણે આખાએ શોની લાઇમલાઇટ તેણે પોતાના નામે કરી લીધી હતી.

તમને જણાવી દઈએ કે જ્યારથી પ્રિયંકાએ હોલીવૂડમાં કામ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી તેણી સતત ચર્ચામા રહે છે અને અમેરિકન પોપ સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા બાદ તો તેણી કોન્સ્ટન્ટલી સોશિયલ મિડિયા પર છવાયેલી રહે છે.

image source

તે હવે બોલીવૂડની ફિલ્મો ઘણી ઓછી કરી રહી છે અને તે હાલ તો બોલીવૂડ અને હોલીવૂડ વચ્ચે સંતુલન જાળવવા પ્રયાસ કરી રહે છે. તેણી ઘણીવાર પોતાના કામના કારણે ભારત આવતી રહે છે. હાલ તેણી ભારતમાં જ છે, તેણી ખાસ કરીને આ ઇવેન્ટ એટેન્ડ કરવા આવી હતી.

image source

છેલ્લે પ્રિયંકા ચોપરા ફરહાન અખ્તર સાથે ધ સ્કાઇ ઇઝ પિંકમાં જોવા મળી હતી. હાલ તેણી બે નેટ ફ્લિક્સ મૂવી પર કામ કરી રહી છે. અને હોલીવૂડમાં પણ તેણી કેટલાક પ્રોજેક્ટ પર કામ કરી રહી હોવાના અહેવાલ અવારનવાર મળતા રહે છે. જો કે તેણી બોલીવૂડમાં કોઈ મોટી મૂવી કરવાની છે કે નહીં તે વિષે હજુ કોઈ જ જાણકારી નથી મળી શકી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ