જલ્સા કરોને જેંતીલાલ

પ્રિયંકા નથી સહન કરતુ કોઇનુ બોલેલુ, આ રીતે આપી દે છે સામેવાળાને સણસણતો જવાબ

પ્રિયંકાને પોતાના ટ્રોલર્સના મોઢા બંધ કરતાં સારી રીતે આવડે છે

પ્રિયંકા ચોપરા અવારનવાર ટ્રોલર્સની હડફેટે ચડતી રહેતી હોય છે. પણ તેને પોતાના ટ્રોલર્સના મોઢા બંધ રાખતા સારી રીતે આવડે છે. એવું જ કહી શકાય કે તેણી આ કળામાં દીવસેને દીવસે માહેર થતી ગઈ છે. અત્યારસુધીમાં ઘણી બધી વાર તેણીને વિવિધ મુદ્દે પછી તેના કપડાં હોય, તેના લગ્ન હોય તેની અંગત તસ્વીરો હોય, તેને વારંવાર ટ્રોલ કરવામાં આવી છે. પણ તે બધાનો સામનો તેણે પોતાની આગવી અદા તેમજ પોતાના શાણપણથી કર્યો છે. તો ચાલો જોઈએ પ્રિયંકાને ક્યારેય ક્યારે ટ્રોલ કરવામાં આવી અને તેણે તેનો સામનો કેવી રીતે કર્યો.

પ્રિયંકા જ્યારે પીએમ મોદીની મુલાકાત દરમિયાન ‘અયોગ્ય’ વસ્ત્રોમાં જોવા મળી

2017માં પ્રિયંકાને અત્યંત આક્રમક રીતે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળતી વખતે શોર્ટ ડ્રેસ પહેરવા બદલ ટ્રોલ કરવામાં આવી હતી. બર્લીન ખાતેની પીએમ મોદી સાથેની મુલાકાતની એક તસ્વીર શેર કરતાં તેણી મુશ્કેલીમાં મુકાઈ હતી. ખાસ કરીને તેના શોર્ટ ડ્રેસના કારણે.

જેનો વળતો જવાબ તેણીએ બીજી એક તસ્વીર શેર કરીને ટ્રોલર્સને આપ્યો હતો. તસ્વીરમાં તેણીએ તેમજ તેની માતા મધુ ચોપ્રાએ શોર્ટ સ્કર્ટ પહેર્યા હતા અને તેમના પગ ખુલ્લા હતા. તેણીએ તસ્વીર શેર કરતાં પોતાના બન્નેના પગના વખાણ કરતા લખ્યું હતું, આટલા સુંદર પગ તેમના જીન્સમાં જ છે. તેણી તે વખતે પોતાની માતા સાથે બર્લીનમાં નાઇટ આઉટ એન્જોય કરી રહી હતી.

ફોટો શોપ્ડ – અસ્વાભાવિક સુંવાળી બગલ માટે પણ તેણી ટ્રોલ થઈ ચૂકી છે

થોડા સમય પહેલાં પ્રિયંકા ચોપરાની એક સુપર હોટ તસ્વીર મેક્ઝિમ મેગેઝીનના જુન-જુલાઈના ઇશ્યુના કવર પર મુકવામાં આવી હતી. તે વખતે તેણીની અત્યંત સુંવાળી બગલના કારણે તેણીને ટ્રોલ કરવામા આવી હતી.

તેના વળતા જવાબમાં થોડા સમય બાદ પ્રિયંકાએ પોતાની બગલ દેખાતી એક તસ્વીર શેર કરતી હતી. અને સાથે કેપ્શન લખ્યું હતું. આર્મપીટવાળી બીજી એક તસ્વીર. ચર્ચા ચાલુ રાખો.

નીક અને પ્રિયંકાના એજ ગેપના કારણે ટ્રોલ થઈ ચૂકી છે

પ્રિયંકાએ નીક સાથે રાજસ્થાનમાં હીન્દુ તેમજ ક્રીશ્ચિયન વિધીથી પ્રભુતામાં પગલા પાડ્યા ત્યારે તેમની ઘણી બધી તસ્વીરો તેમ જ વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ હતી. તેણીએ પણ પોતાની એક સુંદર તસ્વીર શેર કરી હતી. જેમા નીક ભારતીય દુલ્હેરાજાના પોશાકમાં હતો તો પ્રિયંકા સંપૂર્ણ ભારતીય લગ્નના જોડામાં જોવા મળી હતી. તેમની આ તસ્વીરને હજારો લાઇક્સ મળી હતી. પણ અહીં પણ ટીકાકારો પોતાની જાતને રોકી ન શક્યા અને તેણીને ‘મોમ’ અને ‘આન્ટી’ કહીને ટ્રોલ કરવા લાગ્યા હતા.

આ મહેંણાનો જવાબ આપતા પ્રિયંકાએ લખ્યુ હતું, ‘જ્યારે પુરુષ સ્ત્રી કરતાં મોટો હોય ત્યારે તો લોકોને કશી પડી નથી હોતી અને તેમને તે ગમતું પણ હોય છે !’ તેણીનો કહેવાનો અર્થ એ હતો કે સ્ત્રીની ઉંમર વધી જાય તેમાં આટલો બધો હલ્લો મચાવવાની શું જરૂર છે ?

પતિ સાથેની રોમેંટિક પળોની તસ્વીરો શેર કરતી વખતે

લગ્નના થોડા દિવસ બાદ પ્રિયંકાએ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર એક તસ્વીર શેર કરી હતી જેમાં તેણી પોતાના પતિની છાતીએ માથુ ઢાળીને ઝોલા ખાઈ રહી હતી. તે તસ્વીર જોતાં જ લોકો તરત તેની ટીકા કરવા લાગ્યા હતા કે શું તેણીએ એક ખાસ ફોટોગ્રાફર હાયર કર્યો છે જે તેણી જ્યાં જાય ત્યાં તેનો પીછો કરે છે તેણીના બેડરૂમમાં પણ !

image source

ત્યાર બાદ જ્યારે એક ઇન્ટર્વ્યૂમાં તેણીને તે વિષે પુછવામાં આવ્યું ત્યારે તેણીએ જણાવ્યું, ‘હું એ કહેવા માગું છું કે તમે તમારા મિત્રો સાથે બહાર નથી જતાં, તમારા મિત્રો સાથે નથી બેસતા, અને તમે તે દરમિયાન કંઈક ક્યુટ કરો છો ત્યારે તે તમારી તસ્વીર ક્લીક નથી કરતા ? તે વખતે અમે આંઠ જણ તે રૂમમાં હતા અને એક સાથે સુપર બોલ જોઈ રહ્યા હતા. મને ઉઁઘ આવી ગઈ અને તેણીએ તસ્વીર લઈ લીધી. તેણીને એવું લાગ્યું, ‘તું ખરેખર પહેલી એવી વ્યક્તિ હોઈશ જે સુપર બોલ દરમિયાન સુઈ ગઈ હોય.’’

પ્રિયંકાએ પોતાનો ફોટો શેર કર્યો તેમાં એક બીજી કમેન્ટ પણ લખી હતી જેમાં તેણીની આ તસ્વીર જેણીએ લીધી હતી તેણીને ટેગ કરીને તેણીએ તેનો આ તસ્વીર લેવા બદલ આભાર પણ માન્યો હતો. તે કમેન્ટ તમે આ તસ્વીરમાં જોઈ શકો છો.

મેટ ગાલાના લાંબા લચક ડ્રેસ માટે

બે વર્ષ પહેલાં પ્રિયંકા ચોપરાએ મેટ ગાલામાં એક લાંબો ખાખી ગાઉન પહેરીને ચર્ચા જગાવી મુકી હતી. તેણીનો આ ટ્રેન્ચ કોટ ગાઉન જાણીતા ઇન્ટરનેટશનલ ડીઝાઈનર રાફ એન્ડ લોરેને ડીઝાઈન કર્યો હતો. તેણીની આ આઉટફીટની તસ્વીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ હતી અને તેનાથી પણ વધારે વાયરલ તો તેના મિમ્સ થયા હતા.

અહીં પણ પ્રિયંકા ચૂપ ન રહી શકી અને બીજાઓની સાથે પોતે પણ મિમ્સની મજા લઈ રહી હોય તેવા કેટલાક પોતાના ફેવરીટ મિમ્સ આ લોંગ ગાઉનને લઈને શેર કર્યા હતા. શેર કરતાં તેણીએ કેપ્શન લખ્યું હતું, ‘**drumroll** તમારી ક્રીએટીવીટી બદલ આભાર ! મેં અહીં મારા કેટલાક ફેવરીટ મિમ્સ શેર કર્યા છે ! એ જાણીને સારું લાગ્યું કે આ ડ્રેસે ફેશન ઉપરાંત પણ ઘણા બધા ઉદ્દેશ પુરા કર્યા છે. આશા છે કે તમે તમારી ક્રીએટીવીટી ચાલુ રાખશો. આ જ કારણ છે કે મને મેટ ગાલા ખુબ પસંદ છે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version