OMG! પ્રિયંકા-નીકના ખોળામાં ન્યૂ બોર્ન બેબી, શું છે પૂરી વિગત જાણવા કરો ક્લિક

પ્રિયંકા-નીકના ખોળામાં રમી રહ્યું છે નવજાત બાળક !

image source

પ્રિયંકા ચોપડા અને નીક જોનાસ પોતાના લગ્નની પ્રથમ વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. જો કે આ ઉજવણી તો ત્રણ-ચાર દિવસ પહેલાંની જ શરૂ થઈ ગઈ હતી

કારણ કે થોડા સમય પહેલાં જ પ્રિયંકાએ પતિ નીકને એક જર્મન-શેફર્ડ પપી પણ ગીફ્ટ કર્યું હતું. જેની વિડિયોઝ તેમજ તસ્વીરો સોશિયલ મિડિયા પર ખુબ વાયરલ થયા હતા.

image source

2018ની પહેલી ડીસેમ્બરે નીક જોનાસ અને પ્રિયંકા ચોપરાએ જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસ ખાતે હીન્દુ વિધિથી લગ્ન કર્યા હતા જ્યારે બીજી ડીસેમ્બરે તેમણે ક્રીશ્ચિયન વિધિથી ત્યાં મહેલમાં જ લગ્ન કર્યા હતા.

પ્રિયંકાનો ક્રિશ્ચિયન વેડિંગ ગાઉન પણ તેની લાંબી વેઇલના કારણે ખુબ જ ચર્ચામાં રહ્યો હતો. હાલ આ સ્ટાર દંપત્તિ પોતાની પ્રથમ એનિવર્સરી ઉજવી રહ્યા છે.

image source

જેના માટે પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર મજાની પોસ્ટ અને વિડિયો પણ પોતાના ફેન્સ માટે શેર કર્યા છે.

તેણીએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર લખ્યું છે, “મેં તને ત્યારે અત્યારે અનેહંમેશથી વચન આપ્યું છે. તું મારા જીવનમાંજોય, ગ્રેસ, બેલેન્સ એક્સાઇટમેન્ટ, પેશન..આ બધું જ એક જ ક્ષણે લાવ્યો છે મને શોધવા બદલ આભાર.. હેપ્પી ફર્સ્ટ એવર્સરી હસબન્ડ… અને તમારા પ્રેમ તમારી શુભેચ્છાઓ બદલ હું તમારો આભાર માની રહી છું, અમે ધન્યતા અનુભવીએ છે.”

image source

તેમની પ્રથમ એનિવર્સરી નીમીતે ઇન્ટરનેટ પર નિકજોનાસ અને પ્રિયંકા ચોપરાની એક અનોખી તસ્વીર વાયરલ થઈ રહી છે. જેમાં નિક અને પ્રિયંકા એક નવજાત બાળકને વહાલ કરી રહ્યા છે.

વાસ્તવમાં આ તસ્વીર તેમના ફેન્સ દ્વારા શેર કરવામા આવી છે અને તેને ફોટોશોપ કરીને એડીટ કરવામાં આવી છે. જેનો અર્થ એ થઈ રહ્યો છે કે તેમના ફેન્સ તેમના ઘરે પારણું બંધાવાની રાહ જોઈ રહ્યા છે.

image source

વાસ્તવમાં આ ફોટો નિક અને પ્રિયંકાની પ્રથમ એનિવર્સરી માટે બનાવવામાં આવેલા ટ્વીટર અકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં જ પ્રિયંકા ચોપરાની પ્રેગ્નન્સીની અફવાઓ ઉડી હતી. જો કે ત્યાર બાદ પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ એક વાર્તાલાપમાં તેવું કશું જ ન હોવાની સ્પષ્ટતા કરી હતી અને જણાવ્યું હતું કે આ એક અફવા જ છે.

image source

જો કે થોડા સમય પહેલાં થયેલા એક ઇન્ટર્વ્યુમાં પ્રિયંકા ચોપડાએ જણાવ્યું હતું કે તેણીની પણ કેટલીક વ્યક્તિગત ઇચ્છાઓ છે જે વિષે તેણીએ અત્યાર સુધી નહોતું વિચાર્યું પણ હવે તેણી તે વિષે વિચારી રહી છે.

અને આ સંદર્ભમાં જ તેણીએ જણાવ્યું હતું કે તેણી થોડા સમય બાદ માતા બનવાનું ચોક્કસ પસંદ કરશે. અને તે પહેલાં તો તેણી પોતાના માટે એક સુંદર મજાનું ઘર ખરીદવા માગે છે જે ઘણા લાંબા સમયથી પેન્ડીંગ છે.

તેણી જણાવે છે કે તેણી વાસ્તવમાં તો સૂટકેસો લઈ લઈને આમ તેમ ફરી રહી છે પણ હવે તેણી આ રીતે રહેવા નથી માગતી.

image source

થોડા દિવસ પહેલા પણ પ્રિયંકાએ નિક જોનાસ સાથે ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી હતી. જે અમેરિકાના મોટા તહેવાર એવા થેંક્સ ગીવીંગની હતી. તેમાં તેણીએ દરેકને શુભેચ્છા પાઠવી હતી અને પોતાના સુંદર જીવન માટે આભાર માન્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ