જલ્સા કરોને જેંતીલાલ

પૃથ્વી પરની સૌથી સુરક્ષિત જગ્યાઃ અમેરિકાનો ગોલ્ડ રીઝર્વ વોલ્ટ એટલે ફોર્ટ નોક્સ

વિશ્વમાં એવી કેટલીએ મહત્ત્વની જગ્યાઓ છે જેને અત્યંત સુરક્ષા પુરી પાડવામાં આવે છે તેમાં દેશ વિદેશના રાષ્ટ્રપતિ ભવનો અને વિશ્વની કેટલીએ સિક્રેટ સર્વિસ એજન્સીઓની ઇમારતોનો સમાવેશ થાય છે. પણ આજે અમે તમને જે જગ્યા વિષે જણાવવા જઈ રહ્યા છે તેની સુરક્ષાની તોલે દુનિયાનું કોઈ સુરક્ષિત સ્થળ ન આવી શકે.


અમેરિકામાં એક કહેવત છે કે “as secure as Fort Knox (ફોર્ટ નોક્સ જેટલું સુરક્ષિત)” હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે જેની સુરક્ષા પર કહેવત બને તે જગ્યા કેટલી સુરક્ષિત હશે. તમારી કલ્પનામાં નહીં આવે તેટલી આ જગ્યાની સુરક્ષા મજબુત છે. આ સ્થળની સુરક્ષા માટે વિશ્વના ઉત્તમોત્તમ સૈનિકોને તૈયાર રાખવામાં આવે છે. મુળ આ નામ ફોર્ટ નોક્સ એ અમેરિકાની એક આર્મી પોસ્ટનું નામ છે.


આ પોસ્ટ કેન્ટકી રાજ્યમાં આવેલી છે જે અહીં 18મી સદીથી સ્થાપિત છે. અહીં યુનાઇટેડ સ્ટેટ્સ બુલિયન ડીપોઝીટરી આવેલી છે જેને તેની સૈનિક પોસ્ટના કારણે ફોર્ટ નોક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ડીપોઝીટરીમાં અમેરિકાનું અરધોઅરધ સોનું મુકવામાં આવે છે. હાલ તેમાં 42 લાખ કિલો કરતાં પણ વધારે સોનું છે.


આ જગ્યાની નજીક પણ તમે ના ફરકી શકો કારણ કે તેને સ્ટીલની વાડથી ઘેરવામાં આવ્યું છે આ ઉપરાંત તેની જે ઇમારત છે તે પણ અભેદ છે, જેને કોંક્રીટ અને ગ્રેનાઇટથી બનાવવામાં આવી છે. યુ.એસ ટ્રેઝરીના જણાવ્યા પ્રમાણે ફોર્ટ નોક્સ લેટેસ્ટમાં લેટેસ્ટ અને અત્યાધુનિક પ્રોટેક્ટિવ ડીવાઈઝથી સજ્જ છે. જો કે તેમણે એવો કોઈ ફોડ પાડ્યો નથી કે તે ડીવાઈઝ કયા કયા છે. પણ એવી વાત જાણવા મળી છે કે બિલ્ડિંગની આસપાસની જમીન લેન્ડ માઇન્સથી ઘેરાયેલી છે અને તેને ફરતી જે વાડ છે તેમાં ઇલેક્ટ્રીક કરન્ટ છે.


મશીન ગન હંમેશા તકાયેલી રહે છે. અને આસપાસના વિસ્તાર પર રેડાર નજર રાખે છે. આ ઉપરાંત બિલ્ડીંગના ચારે ખુણે એક-એક ગાર્ડ બોક્ષ એટલે કે સુરક્ષાની કોટડીઓ રાખવામાં આવી છે આ ઉપરાંત પ્રવેશ દ્વાર આગળ સુરક્ષા રૂમ તો ખરો જ. તેમજ બિલ્ડિંગ આસપાસ લેસર વાયર તેમજ સેસ્મોગ્રાફિક સેન્સર પણ લગાવવામાં આવ્યા છે કે જેથી કરીને ત્યાં ચકલું તો શું પણ એક ઉંદેડું પણ ન ફરકી શકે.


જો આ જગ્યા પર કંઈ પણ અઘટિત થાય તો અહીં 30000 સૈનિકો પરિસ્થિતિને કાબુમાં લેવા હાજર જ હોય છે. ફોર્ટ નોક્સની છત સંપૂર્ણ પણે બ્લાસ્ટ પ્રુફ છે. અહીં કોઈ પણ પ્રકારના બોમ્બ બ્લાસ્ટની અસર નથી થતી. આ ઉપરાંત આ જગ્યાની સુરક્ષા બંદૂકોથી સજ્જ હેલીકોપ્ટર કરે છે. અહીં દુનિયાની મહત્વમાં મહત્વની વ્યક્તિને પણ પ્રવેશ આપવા દેવામાં આવતો નથી. તો સામાન્ય માણસની તો વાત જ શું થાય.


આ સ્થળ 1935માં બનાવવામાં આવ્યું હતું જેનું બાંધકામ એક વર્ષ ચાલ્યું હતું. તેને બનાવવામાં 16000 ક્યુબિક ફૂટ ગ્રેનાઇટ, 4200 ક્યુબીક મીટર કોન્ક્રીટ, 750 ટન સ્ટીલ અને 670 ટન સ્ટ્રક્ચરલ સ્ટીલનો ઉપયોગ થયો હતો.

સોનું જે વોલ્ટમાં રાખવામાં આવે છે તે વોલ્ટના દરવાજા 21 ઇંચ જાડા અને 20 ટન એટલે કે 20000 કી.ગ્રામનું વજન ધરાવે છે. જે બ્લાસ્ટ પ્રુફ છે. આ ઉપરાંત આ દરવાજાને કોઈ એક વ્યક્તિ દ્વારા નથી ખોલી શકાતો પણ તેની માટે નિયુક્ત કરવામાં આવેલા સ્ટાફ પાસે તેમાં પ્રવેશવાના જુદા-જુદા કોડ આપવામાં આવે છે. અને એક કર્મચારીને બીજા કર્મચારીના કોડની જાણ નથી હોતી.

આ દરવાજાને ચોક્કસ કોમ્બિનેશન દ્વરા જ ખોલી શકાય છે. દર વર્ષે અહીં રાખવામાં આવેલા સોનાનું ઓડીટ કરવામાં આવે છે જેથી કરીને કોઈ કૌભાંડ ન થાય. એવું પણ કહેવાય છે કે અહીં અમેરિકાનો અસલી સ્વતંત્રતા ઘોષણા પત્ર, ગુટેનબર્ગની બાઈબલ અને અમેરિકન સંવિધાનની અસલી કોપી રાખવામાં આવી છે.


અહીં દાયકાઓથી મુલાકાતીઓને આવવાની મનાઈ છે પછી તે યુનાઇટેડ સ્ટેટ્સના પ્રેસિડેન્ટ પણ કેમ ન હોય. જો કે ફ્રેન્કલીંન ડી રુઝવેલ્ટ કે જેમણે આ જગ્યાને બનાવવા માટેનો આદેશ આપ્યો હતો તેમણે તો આ જગ્યાની મુલાકાત લઈ જ લીધી હતી. જો કે તે વખતે આ જગ્યાનું નિર્માણ ચાલી રહ્યું હતું.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version