જલ્સા કરોને જેંતીલાલ

આજે પણ પૃથ્વી પર હનુમાનજી હાજર છે, આ પહાડ પર રહે છે.

આ જગ્યાને ભગવાન હનુમાનનું નિવાસ સ્થાન માનવામાં આવે છે, પુરાણોમાં પણ તેનું વર્ણન કરવામાં આવ્યું છે.

હિન્દુ શાસ્ત્રોમાં ઉલ્લેખ મળ્યો છે કે 8 એવા લોકો છે જે ચિરંજીવી છે એટલે કે તેમને અમર રહેવાનું વરદાન મળ્યું છે. તેમાં ભગવાન હનુમાનનો પણ સમાવેશ થાય છે. ભગવાન રામ અને સીતાનું વરદાન મેળવી હનુમાનજી અમર બની ગયા.


એવી માન્યતા છે કે કૈલાશ પર્વતની ઉત્તર દિશા તરફ એક ખાસ જગ્યા છે, જ્યાં ભગવાન હનુમાન આજે પણ રહે છે. ભગવાન હનુમાનના નિવાસ સ્થાનનું વર્ણન કેટલાએ ગ્રંથો અને પુરાણોમાં કરવામાં આવ્યું છે. આમ પણ હીન્દુ શાસ્ત્રોમાં હનુમાનજીનો ઉલ્લેખ યુગોનો છે. તેઓ રામાણમાં તો હતા જ પણ ત્યાર પછીના યુગમાં મહાભારતમાં પણ તેમના અસ્તિત્તવનો ઉલ્લેખ કરવામા આવ્યો છે.


ભગવાન હનુમાન ગંધમાદન પહાડ પર રહે છે – પુરાણોના ઉલ્લેખ મુજબ, કળિયુગમાં હનુમાનજી ગંધમાદન પર્વત પર રહે છે. એક કથા પ્રમાણે, પોતાના અજ્ઞાતવાસના સમયે હિમવંત પાર કરી પાંડવો ગંધમાદન પાસે પહોંચ્યા હતા. એક વાર ભીમ સહસ્રદળ કમળ લેવા ગંધમાદન પહાડના વનમાં પહોંચી ગયા હતા, જ્યાં તેમણે હનુમાનજીને સુતેલા જોયા અને તેમનું બળ જોઈ ભીમ નો અહંમ ચકનાચૂર થઈ ગયો હતો.


ગંધમાદન પહાડી વિસ્તાર અને વન – શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે ગંધમાદન પહાડ કૈલાસ પર્વતની ઉત્તર તરફ સ્થિત છે. આ પર્વત પર મહર્ષિ કશ્યપે તપસ્યા કરી હતી. આ પહાડ પર ગંધર્વ, કિન્નરો, અપ્સરાઓ અને સિદ્રઢ ઋષિઓનો નિવાસ છે. આ પહાડના શિખર પર કોઈ વાહનથી પહોંચી નથી શકાતું. ગંધમાદન પહાડ હિમાલયના કૈલાશ પર્વતની ઉત્તર દિશા તરફ આવેલો છે. આ પહાડ કુબેરના રાજ્યક્ષેત્રમાં હતો.


હાલ ગંધમાદન પહાડ ક્યાં છે ? – ગંધમાદન પહાડ હિમાલયના કૈલાશ પર્વતની ઉત્તર દિશા તરફ આવેલો છે. આ પહાડ કુબેરના રાજ્યક્ષેત્રમાં હતો. સુમેરુ પર્વતની ચારે દિશામાં ગજદંત પર્વતોમાંના એકને તે સમયમાં ગંધમાદન પહાડ કહેવામાં આવતો હતો. આજે તે વિસ્તાર તિબેટમાં આવેલો છે. તે જ નામથી એક બીજો પહાડ રામેશ્વરમની પાસે પણ આવેલો છે, જ્યાંથી હનુમાનજીએ સમુદ્ર પાર કરવા માટે છલાંગ લગાવી હતી.


ગંધમાદન પહાડ પર બનેલું મંદિર – ગંધમાદન પહાડ પર એક મંદિર પણ બનાવવામાં આવ્યું છે, જેમાં ભગવાન હનુમાનની સાથે જ ભગવાન રામ વિગેરેની મૂર્તિઓ પણ આવેલી છે. કહેવાય છે કે આ પર્વત પર ભગવાન શ્રીરામે પોતાની વાનરસ સેનાની સાથે બેસી યુદ્ધની વ્યૂહરચના બનાવી હતી. કેટલાએ લોકોનું કહેવું છે કે આ પહાડ પર ભગવાન રામના પગના નિશાન પણ છે.

દરરોજ આવી અવનવી અને રસપ્રદ માહિતી જાણવા માટે લાઈક કરો અમારું પેજ., વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version