પ્રિંસ હેરી અને મેગન મર્કેલ લગ્નગંથીતી જોડાયા, જુઓ રોયલ વેડિંગની તસવીરો, તમને જરૂરથી પસંદ આવશે

પ્રિંસ હેરી અને મેગન મર્કેલ લગ્નગંથીતી જોડાયા, જુઓ રોયલ વેડિંગની તસવીરો, તમને જરૂરથી પસંદ આવશે

ઈંગ્નેલેન્ડનાં પ્રિંસ હેરી અમેરિકી ટીવી સીરીઝ સૂટ્સની અભિનેત્રી મેગન મર્કલ સાથે લગ્ન બંધનમાં જોડાય ગયા. તેમણા લગ્ન વિંડસર મહેલ સ્થિત સેન્ટ જ્યોર્જ ચેપલમાં થયા હતા. પ્રિંસ હેરી અને મેગનના આ લગ્ન પછી ડ્યૂક અને ડચેસ  તરીકે આળખાશે. મેગનની વેડિંગ ડ્રેસને બ્રિટિશ ડિઝાઈનર ક્લેયર વેટ કેલરે ડિઝાઈન કર્યો હતો.

મેગને બોટ નેકનો વ્હાઈટ ગાઉન પહેર્યુ હતું. તેની વેલ 5 મીટર લાંબી હતી. પ્રિંસ હેરીએ બ્લૂ એન્ડ રોયલ્સનો ફ્રોકકોટ યૂનિફોર્મ પહેર્યો હતો.આ  લગ્નમાં પ્રિયંકા ચોપરા પણ લંડનમાં હાજર હતી. તેમણો લૂક પણ વાયરલ થયો હતો.

લગ્નમાં ઓપરા વિન્ફ્રે, જોર્જ ક્લૂની અને ડેવિડ બેકહામ સહિત 600 મહેમાનોએ હાજરી આપી હતી. 2640 લોકો વિંડસરની બહાર લગ્નની સેરેમની જોઈ રહ્યા હતા.

પ્રિંસ અને હેરીએ પાંરપારિક રીતિ-રિવાજોથી હટકર લગ્ન કર્યા હતા. હકીકતમાં પાદરીના એક સભ્ય દ્વારા પશ્ચિમ દ્વાર પર મળ્યા પછી મેગન ચેપલ નૈવમાં કોઈના વગર એકલી પહોંચી હતી. બ્રિટનમાં આ લગ્ન એક અભૂતપૂર્વ માનવામાં  આવી રહ્યા છે.

લગ્નમાં આવેલા મહેમાનોને ગીફ્ટ આપવાની જગ્યાએ ચેરિટીમાં મદદ કરવા માટે કહ્યું હતું.

પ્રિંસ હેરી અને મેગન એકબીજા સાથે એકદમ પરફેક્ટ દેખાય રહ્યા હતા. તેમણી આંખોમાં હંમેશા એક બીજા માટે પ્રેમ દેખાતો હતો. બંનેની કેમેસ્ટ્રી જોરદાર હતી. એકબીજા સાથે તેઓ રિલેક્સ દેખાતા હતા. તેમજ બંનેએ એક બીજાનો હાથ પકડી  રાખ્યો હતો.

તમને જણાવી દઈએ કે, પબ્લિકની સામે શાહી કપલ એક બીજાનો હાથ ન પકડી શકે. પરંતુ હેરી અને મેગને આ નિયમનો તોડી દીધો.

તમને જણાવી દઈએ કે, એક ઈન્ટરવ્યૂમાં પ્રિંસ હેરીએ ખુલાસો કર્યો હતો કે તેમણે મેગન  સાથે પહેલી નજરમાં પ્રેમ થઈ ગયો હતો. જો કે, બંનેની અલગ અલગ પરિવારમાંથી આવે છે.

જો કે, લગ્ન પછી સેન્ટ જોર્જ હોલનાં વેડિંગ રિસેપ્શન પાર્ટી રાખવામાં આવી છે. જો કે આ રિસેપ્શન હોલ ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યો છે. તે  કાચનો હોલ બનાવામાં આવ્યો છે. તેને તૈયાર કરવામાં લગભગ 2.68 કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે. તેમજ લગ્નમાં ફૂલોની સજાવટનો ખર્ચો 87 લાખ રૂપિયા થયો હતો.

જો કે, તમને જણાવી દઈએ કે, મેગનના પિતા આ લગ્નમાં હાજરી નહીં આપે કેમ કે થોડાક દિવસ પહેલા તેમણે હાર્ટ અટેક આવ્યો હતો. હૃદયની સર્જરી થવાને કારણે મેગનના પિતા આ લગ્નમાં સામેલ નહીં થઈ શકે. જો કે, લગ્નની વિધિ  માટે મેગનની માં આ લગ્નમાં તેણી પાસે હશે.

લેખન.સંકલન : પ્રિયંકા પંચાલ 

રોજ આવી અનેક માહિતી વાંચવા માટે લાઈક કરો અમારું પેજ 

 

ટીપ્પણી