અમેરિકામાં બુધવારથી બાઈડન યુગની શરૂઆત થઈ ગઈ છે. બાઈડને અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. આ શપથ ગ્રહણ સમારોહ કેપિટલ હિલ ખાતે યોજાયો હતો. આ સમારોહમાં હાજરી આપવા અમેરિકાના ભૂતપુર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ, બિલ ક્લિન્ટન અને બરાક ઓબામા
ખાસ હાજર રહ્યા હતા.
અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ જો બાઈડને 128 વર્ષ જૂના બાઈબલ પર હાથ રાખી રાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા.

તો બીજી તરફ ભારતીય મૂળના કમલા હેરિસે ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા. તેઓ અમેરિકાના પ્રથમ મહિલા અને ભારતીયવંશી ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. આ અંગે ભારતમાં પણ ખુશી જોવા મળી હતી.

તમને જણાવી દઈએ કે શપથ ગ્રહણ પહેલા જો બાઈડન અને કમલા હેરિસે તેમના પરિવારના સભ્યો સાથે ધ કેથેડ્રલ ઓફ સેન્ટ મેથ્યૂ ધ એપોસ્ટલમાં સામૂહિક પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો. તેમની સાથે બીજા ઘણા નેતાએ જોડાયા હતા.

આ શપથ ગ્રહણને ચાર ચાંદ લગાવવા સિંગર લેડી ગાગાએ રાષ્ટ્રગીત ગાયુ હતું.

તો બીજી તરફ જેનિફર લોપેઝે મ્યૂઝીકલ પર્ફોમન્સ આપી લોકોના મન મોહી લીધા હતા.

જો બાઈડન પત્ની જિલનો હાથ પકડી ચડી ચઢ્યા હતા. આ ઉપરાંત તેમની સાથે પર્પલ કલરના ડ્રેસમાં કમલા હેરિસ પતિ ડગ એમહોફનો હાથ પકડી ચાલતા જોવા મળ્યા હતા.

આ તસવીર કેપિટલ હિલના વેસ્ટ ફ્રંટનો છે. અહીં લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે આ રીતે બેસાડવામાં આવ્યા હતા, આ શપથ ગ્રહણંમાં કોરોના ગાઈડ લાઈનનું સંપૂર્ણ પાલન કરાયું હતું.

તો બીજી તરફ US કેપિટલ ખાતે જો બિડનના તથા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના વર્ષ 2021 માટેના પ્રેસિડેન્સિયલ ઈનએગ્યુરેશન પ્રસંગે કેપિટલના ઈસ્ટ ફ્રન્ટ સ્ટેપ્સ પર હાથ હલાવી ત્યાં ઉપસ્થિત લોકો અને મહાનુભાવોનું અભિનંદન કરતા ડોઉગ એમહોફ, કમલા હેરિસ, જીલ બિડન અને જો બિડન (ડાબેથી જમણી)

રાષ્ટ્રપતિ જો બિડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના શપથ ગ્રહણ સમારંભમાં ભાગ લેવા ભૂતપુર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા તેમની પત્ની મિશેલ ઓબામા સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

તો બીજી તરફ વાઈસ પ્રેસિડેન્ટ માઈક પેન્સ અને કારેન પેન્સ પણ રાષ્ટ્રપતિ શપથ સમારંભમાં ભાગ લેવા માટે આવ્યા ત્યારે કેમેરામાં કેદ થયા હતા.

અમેરિકાના સૌથી લોકપ્રીય રાષ્ટ્રપતીમાંના એક ભૂતપુર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિનટન પણ હિલેરી ક્લિટન સાથે શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા આવ્યા હતા.

તો બીજી તરફ ભૂતપુર્વ રાષ્ટ્રપતિ જી ડબ્લ્યુ બુશ અને લારા બુશ પણ બાઈડનનના શપથ ગ્રહણમાં સહભાગી બન્યા હતા.

પોતાનો કાર્યકાળ ખતમ થતા ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની મેલાનિયા વ્હાઈટ હાઉસમાંથી બહાર આવતા જોવા મળ્યા હતા.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનના શપથ સમારંભનું જે જગ્યા પર આયોજન કરાયું હતું તે સેન્ટ્રલ હોલનો નજારો.

અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ જો બાઈડન અને તેમના પત્ની જીલ બાઈડ એક બીજાને ભેટી પડ્યા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
———–આપના સહકારની આશા સહ,