એક સીરિયલ કિલર જેનુ માથુ 150 વર્ષથી પ્રિઝર્વ કરાયેલુ છે, રહસ્યભર્યું છે આ કારણ…

પ્રાચીન મિસરમાં માણસોના મૃત દેહોને પ્રિઝર્વ કરવામાં આવતુ હતું, જેના મમીઝ રિસર્ચમાં મળતા રહે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે, પોર્ટુગલની યુનિવર્સિટીમાં ડિઓગો એલ્વેસ નામના એક સીરિયલ કિલરનું માથુ અંદાજે 150 વર્ષોથી પ્રિઝર્વ કરવામાં આવ્યું છે. ડિઓગો એલ્વેસ નોકરીની શોધમાં લિસ્બન આવ્યો હતો, પંરતુ બની ગયો પોર્ટુગલનો સૌથી ખૂંખાર સીરિયલ કિલર. તો આવો જાણીએ તેની કહાની.

કોણ છે ડિઓગોડિઓગોનો જન્મ 1810માં સ્પેનના ગૈલિસિયામાં થયો હતો. તે જવાનીના દિવસોમાં કામની શોધમાં પોર્ટુગલની લિસ્બન સિટીમાં આવ્યો હતો. તેણે અહીં કામની બહુ જ શોધ કરી, પણ ક્યાંય કામ ન મળ્યું. તેથી તેણે ક્રાઈમની દુનિયામાં પગ મૂક્યો. તેણે સૌથી પહેલા લૂંટફાટનો રસ્તો અપનાવ્યો, જેનો સીધો શિકાર ખેડૂતો બનતા હતા. લિસ્બનની નદી પર બનેલા એક પુલ પર ખેડૂતો શાકભાજી વેચીને પરત ફરતા હતા, ત્યારે ડિઓગો તેમને લૂંટીને તેમની હત્યા કરતો, અને લાશ નદીમાં ફેંકી દેતો.

ડિઓગોએ આવા અનેક ખેડૂતોને મોતને ઘાટ ઉતાર્યા. પોલીસ તપાસ શરૂ કરી તો તેણે આ કામ બંધ કર્યું અને અંડરગ્રાઉન્ડ થઈ ગયો. હવે તેણે ગેંગમાં લૂંટ કરવાનું વિચાર કર્યું. આ માટે તેણે આવા લોકોની શોધ કરી, જે બહુ જ ગરીબ હોય. તેણે આવા ડઝનેક લોકોની ગેંગ બનાવી, અને મોટી લૂંટને અંજામ આપવાનું શરૂ કર્યું.

ડિઓગો ક્યારેય પણ પોતાનો શિકારને જીવતો ન છોડતો. લિસ્બન પોલીસના રિપોર્ટ મુજબ, તેને ક્રુરતાપૂર્વક લોકોને મારવાની મજા આવતી હતી. તે પોતાની ગેંગ સાથે હંમેશા જંગલમાં છુપાતો, જેથી કોઈ પણ તેનુ લોકેશન શોધી ન શકે.

પોલીસને ડિઓગોના ઠેકાણાની માહિતી તો મળી, તો પોલીસે તેને પકડવા માટે તમામ ફોર્સ એકઠી કરી. આખરે થોડા દિવસો બાદ ડિઓગો પકડાયો હતો. તેને 70થી વધુ લોકોની બર્બરતાપૂર્વક હત્યા કરવાના આરોપમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.

શા માટે તેનું માથુ પ્રિઝર્વ કરાયુંડિઓગોને જ્યારે ફાંસી આપવામાં આવી હતી, ત્યારે પોર્ટુગલમાં ફ્રેનોલોજી (મસ્તિષ્ક વિજ્ઞાન) એક પોપ્યુલર સબ્જેક્ટ બની ગયો હતો. ફ્રેનોલોજી એટલે કે મસ્તિષ્કની તે કોષિકાઓની તપાસ કરવી, જેનાથી માણસના વ્યક્તિત્ત્વ વિશે માલૂમ કરી શકાય છે. તેથી આ માટે વૈજ્ઞાનિકોને હંમેશા માણસોના માથાની શોધ રહેતી હતી. તેથી આ કારણ પોર્ટુગલના વૈજ્ઞાનિકોએ કોર્ટ પાસેથી ડિઓગોનું માથુ લાવવાની અપીલ કરી હતી.

આ રીતે ફાંસી બાદ ડિઓગોનું માથુ કાપીને પ્રિઝર્વ કરવામાં આવ્યું હતું. જોકે, આ દરમિયાન વૈજ્ઞાનિકોએ ડિઓગાના મસ્તિષ્કની તપાસ કરી, પંરતુ તેની એ કોષિકાઓની ઓળખ ન કરી શક્યા, જેનાથી તેના વ્યક્તિત્વ વિશે માહિતી મેળવી શકાય. તેથી આ કારણે ડિઓગોનું માથુ હંમેશા માટે પ્રિઝર્વ કરીને રાખવામાં આવ્યું, જે હવે લિસ્બનની યુનિવર્સિટીમાં રાખવામાં આવ્યું છે.

ડિઓગો પર 1909માં में Os Crimes de Diogo Alves નામની એક ફિલ્મ પણ બની હતી, જે પોર્ટુગલની હીટ ફિલ્મોમાં એક ગણાય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક રસપ્રદ અને રોચક માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી