બાળકોના ભાવિ આવા શિક્ષકો જ સુધારી શકશે… વાંચો એવું તો શું કર્યું આ શિક્ષકે???

મિત્રો!

જલ્સા કરોને જેંતીલાલ તમારી સમક્ષ પ્રસ્તુત કરે છે એક નવી સિરિઝ – “શિક્ષક કભી સાધારણ નહીં હોતા”.

આ સિરિઝ અંતર્ગત અમે એવા શિક્ષકો/ગુરુઓ ની વાતો તમારા સમક્ષ લઈને આવીશું કે જે સમાજ ઊત્થાનનું ભગીરથ કાર્ય ચુપચાપ કરીને પોતાના શિષ્યોનું ઘડતર કરે છે અને સામાજિક ક્રાંતિ કરે છે.

આજે વાત કરીએ વલસાડ જિલ્લાના ધાનોલી ગામના શિક્ષક દિપકકુમાર પટેલ વિશે.

બધા જ શિક્ષકો ઈચ્છે છે કે તેમના વિદ્યાર્થીઓની વર્ગમાં હાજરી ૧૦૦% હોય અને તેમનું પરિણામ ઉચ્ચ આવે. પણ, ગામડાની સરકારી શાળામાં આ વાત ફળીભૂત કઈ રીતે કરવી તે શિક્ષકો માટે કાયમી માથાના દુખાવા સમાન હોય છે કેમકે કોઈ શાળામાં નિયમિત આવે તો ઉચ્ચ ભવિષ્ય નિર્માણ થાય ને! દિપકકુમારને પણ આ જ સમસ્યા નડી. હવે, શું કરવું તે વિચારતા એમણે કંઈક નવિન જ ઊપાય કર્યો કે જેનાથી બાળકો તો શાળા એ નિયમિત આવે જ પણ એની સાથે સાથે તેમનામાં નેતૃત્વ પણ ખીલે.

તેમણે ગામની દરેક શેરીમાં એક-એક વિદ્યાર્થીને “મોનીટર” તરીકે નીમ્યો. આ મોનીટરનું મુખ્ય કામ જે તે શેરીના વિદ્યાર્થીઓની હાજરી લેવાનું તથા તેમને નિયમિત શાળા એ લઈ આવવાનું. દિપકકુમારે સૌપ્રથમ ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓનું લિસ્ટ બનાવ્યું. ત્યારબાદ તેમણે દરેક ધોરણ મુજબ દરેક શેરીનો એક-એક મોનીટર નીમ્યો. તે મોનીટરની જવાબદારી જે તે ધોરણના જે તે શેરીના વિદ્યાર્થીઓને શાળાએ લઈ આવવાનું. મહિનાને અંતે જે મોનીટર સૌથી વધુ વિદ્યાર્થીઓને શાળા એ લઈ આવ્યો હોય તેને કંઈક ઈનામ આપવાનું જેથી કરીને આ કામ ધગશથી કરવાની બીજા મોનીટર્સને પણ પ્રેરણા મળતી રહે.

આ નાનકડા પણ મજબૂત આઈડ્યાથી દિપકકુમારે ગામની સાક્ષરતા વધારીને ભારત નિર્માણમાં યોગદાન આપ્યું, નાનપણથી જ નેતૃત્વ ક્ષમતાનો વિકાસ કર્યો અને ગામના ભવિષ્યને પણ ઊજ્જવળ બનાવ્યું.

ચાલો, આ પોસ્ટ વધુમાં વધુ શેર કરીને બીજા શિક્ષકો અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીએ જેથી કરીને તેઓ પણ આ આઈડ્યાનો અમલ કરી શકે.

તમારા વર્ગના મિત્રોને અને શિક્ષકોને અચૂક ટેગ કરશો તથા તમારા વૉટ્સએપ/ફેસબૂકમાં આ હકારાત્મક વાત અચૂક શેર કરશો.

તમારી પાસે પણ આવા કિસ્સાઓ હોય (તમારા પોતાના જીવનના કે તમે જેમને ઓળખો છો તેના)

આભાર,

ટીમ જલસા કરોને જેન્તીલાલ

દરરોજ આવી અનેક પ્રેરણાદાયી વાતો અને માહિતીસભર પોસ્ટ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી