પ્રેમ માટે બધા સીમાડા વટાવી દીધા, પાકિસ્તાની યુવતી ઘુસી આવી અમદાવાદમાં, ભાંડો ફૂટતાં રોવાનો વારો આવ્યો

અમદાવાદમાં એક મહિલા ઝડપાઈ છે અને તે પાકિસ્તાનની હોવાનો ખુલાસો થયો છે. પ્રેમ માટે થઈને આ મહિલા બધા જ સીમાડા વટાવી ગઈ. પાકિસ્તાની મહિલાને અમદાવાદમાં યુવાન સાથે પ્રેમ થઇ જતાં ભારતમાં ઘૂસણખોરી કરી અને નકલી દસ્તાવેજો બનાવી રહેવા લાગી. જો કે પોલીસને જાણ થતાં જ તેની ભાંડો ફૂટી ગયો છે અને હવે તેને આ ઘુષણખોરી મોંઘી પડી શકે છે. આ કિસ્સો અમદાવાદ SOGએ નવરંગપુરા વિસ્તારમાંથી સામે લાવ્યો છે કે ત્યાં એક પાકિસ્તાની મહિલાની ધરપકડ કરી છે. જે વર્ષ 2018 થી ઘૂસણખોરી કરીને ભારતમાં રહેતી હતી

image source

જો વિગતે વાત કરવામાં આવે તો મૂળ પાકિસ્તાનની કેરોલ પાકિસ્તાનમાં તેના પતિ સાથે છૂટાછેડા થતાં બે બાળકો સાથે એકલી રહેતી હતી, અને તેને શાદી દોટ કોમ મારફતે મૂળ કેરાલાના અને હાલમાં અમદાવાદમાં વસવાટ કરતા સુજીત મેથ્યુ સાથે થયો હતો. બાદમાં બંને સોશિયલ મીડિયા મારફતે વાતચીત કરતા હતા જેમાં પ્રેમ થઈ જતા બંને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ સૂજીતએ વર્ષ 2018 માં પાકિસ્તાની મહિલા અને તેના બે બાળકો સાથે નેપાળ મારફતે ભારતમાં પ્રવેશ કરાવીને કચ્છ ખાતે લગ્ન કર્યા હતા, અને બંને સુજીતની અગાઉની પત્નીથી થયેલ છોકરી મહિલાના બે બાળકો સાથે નવરંગપુરા વિસ્તારમાં રહેતા હતા.

image source

જે અમદાવાદના સુજીત સાથે લગ્ન કરવા માટે પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે ભારતની સીમામાં પ્રવેશ કરી અહીં વસવાટ કરતી હતી. કેરોલ પોતાના બંને બાળકો સાથે સુજીતની મદદથી પાકિસ્તાનથી નેપાળ ગઈ અને ત્યારબાદ તે નેપાળથી ગુજરાત પહોંચી હતી. બંને એ કચ્છ ખાતે લગ્ન કર્યા હતા અને અમદાવાદના નવરંગપુરા ખાતે રહેતા હતા. તેણે વર્ષ 2018માં સુજીત સાથે લગ્ન કરી સુખી જીવન જીવતા હતા.

image source

પરંતુ આ પ્રેમ કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે પતિ સુજીતનું કોરોનાનાં લીધે મોત થયું. કેરોલ અહીં આવી ત્યારે તેના પૂર્વ લગ્નથી થયેલાં 2 બાળકો લઈને આવી હતી. તેના પાકિસ્તાનમાં પહેલા લગ્નમાં છુટાછેડા થઈ ગયા હતા. આ તરફ સુજીતના પણ છુટાછેડા થઈ ગયા હતા. જેને પણ એક દીકરી હતી. સુજીતનું 4 માસ અગાઉ કોરોનાના કારણે મોત થયું. જે બાદ સુજીતના પહેલા લગ્નનાં સાળાએ પોતાની ભાણેજને મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. એટલું જ નહીં તેણે સીઆઇડી ક્રાઈમ આઈબી ગૃહ વિભાગમાં પણ અરજી કરી હતી અને જાણ કરી હતી કે કેરોલ મૂળ પાકિસ્તાની છે અને ગેરકાયદે વસવાટ કરે છે. તેની ભાણેજ તેની સાથે છે અને તેનો કબ્જો મેળવવો છે.

image source

આટલી ફરિયાદ બાદ એટીએસએ તપાસ કરી અને એસઓજીએ ફરિયાદ દાખલ કરી કેરોલની પૂછપરછ હાથ ધરી છે. કેરોલની નકલી દસ્તાવેજ અંગે પૂછતાં તે સુજીત માથે દોષનો ટોપલો ઢોળી રહી છે. હવે સુજીતનું મોત થઈ ચૂક્યું છે. જેથી પોલીસને એ દિશામાં તપાસ કરવામાં જહેમત ઉઠાવવી પડી રહી છે. તો પોલીસે કેરોલની ધરપકડ કરી ઘરનું સર્ચ કરતા 3 લોકર હોવાનું સામે આવ્યું છે. આગામી સમયમાં એ લોકર અંગે તપાસ કરવામાં આવશે અને જાસૂસી કેસ હતો કે નહીં તે દિશામાં પણ તપાસ કરશે. પોલીસ તપાસમાં એ ખુલાસો થયો છે કે કેરોલના પિતા પાકિસ્તાની સરકારમાં કર્મચારી હતા પણ કેરોલને અનાથ આશ્રમમાં મૂકી દીધી હતી. જે બાદ તેના પ્રથમ લગ્નમાં છુટાછેડા થઈ ગયા હતા. અને બાદમાં તે પ્રેમ પામવા સીમાડા વટી ભારત આવી ગઈ પરંતુ હવે આગળની જિંદગી જેલમાં ગુજારવી પડશે.

image source

જો મહિલા વિશે વાત કરવામાં આવે તોમહિલાનો જન્મ પાકિસ્તાનના લાહોરમાં થયો હતો અને કરાંચીમાં અભ્યાસ કર્યા બાદ પાકિસ્તાની નાગરિક સાથે જ લગ્ન કરીને તે કરાચીમાં સ્થાયી થયા હતા. જોકે મહિલાનો પતિ શંકાશીલ હોવાથી તેણે વર્ષ 2015માં પાકિસ્તાની પતિ સાથે છૂટાછેડા લીધા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ