લાલચુ પ્રેમિકાના પ્રેમમાં ફસાઈને પ્રેમીએ કર્યો આપઘાત, સ્યુસાઇડ નોટ વાંચીને પ્રેમીકા બોલી…

પ્રેમના કિસ્સા ઘણીવાર દુખદાયક નીવડતા હોય છે. દરેક લવ સ્ટોરીનો સુખદ અંત જ આવે એવું કહી ન શકાય. કારણ કે આજના લોકો સ્વાર્થી અને લાલચૂ થઈ ગયા છે. ક્યારે એકબીજાને દગો આપી દે એનું નક્કી નથી રહેતું. ત્યારે અવાર નવાર આવા કિસ્સાઓ સામે આવતા રહે છે. હવે આવો જ એક વધારે કિસ્સો સામે આવ્યો છે મહાનગર અમદાવાદથી. અમદાવાદના રામોલમાં પ્રેમીના આત્મહત્યા કરવા મજબુર કરનાર પ્રેમિકા પોલીસના સંકજામાં આવી જતાં હાહાકાર મચી ગયો છે.

આ સ્ટોરીમાં કંઈક એવું છે કે પ્રેમિકાના કહેવાથી પ્રેમીએ આપઘાત કર્યો હતો. પ્રેમીની અંતિમ ચીઠ્ઠી સાભંળીને પ્રેમિકા બોલી કે જીવતો હોત તો પુછત કે કેમ આવો આક્ષેપ કર્યો. ત્યારે આવો આ કિસ્સાની વિગતે વાત કરીએ કે જેમાં પ્રેમ, પૈસા અને મોતનો ખેલ જોવા મળી રહ્યો છે. બન્યું એવું કે, જા ફાંસી લગા કે કુત્તે કી મોત મર જા, તેરી કોઈ જરૂરત નહીં… પ્રેમિકાના આ શબ્દો પ્રેમીને દિલ પર લાગી આવ્યા અને પ્રેમીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પ્રેમિકાએ પ્રેમ કરતા પૈસાને મહત્વ આપ્યું અને એક જીવ જતો રહ્યો. સ્યુસાઈડ નોટ પણ લખી છે.

હાલની પરિસ્થિતિની વાત કરીએ તો, સુસાઈડ નોટ પરથી રામોલ પોલીસે પ્રેમિકાની ધરપકડ પણ કરી લીધી છે. 21 વર્ષની ફિરદોષ પઠાણની પુછપરછમા આ કેસમા નવો વળાંક આવ્યો. પ્રેમ, પૈસા અને મોત વચ્ચેના ખેલમા લાલચુ પ્રેમિકા પોતે નિર્દોષ હોવાનુ કહી રહી છે. પ્રેમી માહતાબે લખેલી અંતિમ ચીઠ્ઠીમાં ફિરદોષ અને તેના પરિવાર પર મોતના જવાબદાર કહ્યા છે. પણ ફિરદોષ તો ખુદને નિર્દોષ જણાવી રહી છે અને કહી રહી છે કે માહતાબ જીવતો હોત તો તેને પુછત કે કેમ આવા આક્ષેપો કર્યા.

હાલમાં બધા જ એંગલ તપાસવામાં આવી રહ્યા છે અને રામોલ પોલીસ પણ આ પ્રેમ કહાનીમાં સ્યુસાઈડ નોટમાં કરેલા આક્ષેપો અને પ્રેમિકાની પુછપરછમાં આપઘાતનુ કારણ તપાસી રહી છે. જો આ પરિવાર વિશે વાત કરીએ તો મૂળ ઉત્તરપ્રદેશનો માહતાબ શેખ છેલ્લા 15 વર્ષથી અમદાવાદમા રહેતો હતો. રામોલમાં મહાદેવ એસ્ટેટમાં સ્ટીલના કારખાનામાં નોકરી કરતો હતો. ત્યારે 2013માં પાડોશમાં રહેતી ફિરદોષ સાથે તેની આંખ મળી ગઈ હતી અને તેના ગળાડુબ પ્રેમમાં પડી ગયો હતો. બે વર્ષ બાદ ફિરદોષ ઉત્તરપ્રદેશ જતી રહી ત્યારે માહતાબ તેની માટે પાગલ થઈ ગયો હતો. સતત તેની સાથે ફોન પર સંપર્ક કરતો રહ્યો. તેનો ફાયદો ફિરદોષ ઉઠાવતી હતી. ક્યારેક મોબાઈલ તો કિંમતી ચીજવસ્તુઓ કે પછી પૈસાની માંગણી કરતી.

પરંતુ થયું એવું કે, પ્રેમમાં અંઘ બનેલો માહતાબ પોતાનો પગાર પ્રેમિકા પાછળ ખર્ચી દેતો હતો. અંતે પરિવારે જુલાઈ 2020માં ફિરદોષના પરિવારને મળીને બન્નેના લગ્નની વાત કરી. પરંતુ ફિરદોષનો લાલચુ પરિવારે 2021મા લગ્ન કરાવશે તેવુ આશા આપીને લગ્ન નક્કી કર્યા. ત્યાર બાદ ફરિદોષ અને તેના પરિવાનો અત્યાચાર શરૂ થયો. લગ્ન કરવા હોય તો રૂ.3 લાખની માગંણી કરતા હતા. જો માહતાબ પૈસા ના આપે તો ફરિદોષ ઝઘડો કરતી હતી. પ્રેમિકાના આ અત્યાચારથી કંટાળીને માહતાબે આપઘાતો કરી લીધો. ત્યારે હવે પ્રેમીએ જીદંગીને અલવિદા કહ્યુ તો લાલચુ પ્રેમિકા જેલના સળીયા પાછળ ધકેલાઈ છે. ત્યારે હવે આ મુદ્દો ચારેકોર ચર્ચામાં આવ્યો છે અને પ્રેમિકા પર બધા ફિટકાર વરસાવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ