બાળક પ્રિમેચ્યોર જન્મે તો હવે જરા પણ ના કરતા ટેન્શન, કારણકે આ ઉપાય છે તેના માટે બેસ્ટ

સમયથી પહેલા જન્મ લેનાર બાળકોની દેખરેખના ઉપાયો વિશે આજે જણાવીશું. દર વર્ષે ૧૭ નવેમ્બરના દિવસે દુનિયાભરમાં સમય પહેલા જન્મ લેનાર બાળકો વિશે જાગરૂકતા ફેલાવા માટે પ્રિમેચ્યોરિટી ડે તરીકે મનાવવામાં આવે છે.

image source

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક અનુમાન મુજબ ૧૫ મિલિયન એટલે કે ૧.૫ કરોડ બાળકો સમય પહેલા જન્મ લે છે. જેને પ્રિટર્મ બર્થ કહે છે. પ્રિટર્મ બર્થના કારણે દર વર્ષે ૧૦ લાખ બાળકો મૃત્યુ પામે છે જ્યારે બાકીના બાળકો મોટાભાગે વિકલાગતાંનો શિકાર બને છે. આવા બાળકોમાં સાંભળવાની ક્ષમતા ઓછી હોય છે અને શારીરિક ને માનસિક વિકલાગતાં પણ જોવા મળે છે. વૈશ્વિક સ્તર પર ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આ મુખ્ય કારણ છે. આખી દુનિયામાં પ્રિટર્મ બર્થ રેટ સતત વધી રહ્યો છે.

image source

ગર્ભાવસ્થાના ૩૭ અઠવાડિયા પુરા થતા પહેલા જન્મ લેનાર બાળકોને પ્રિટર્મ બર્થ રીતે પરિભાષિત કરવામાં આવે છે. ગર્ભાવધિના આધારે પ્રિટર્મ જન્મની કેટેગરી.:

અત્યંત અપરિપક્વ જન્મ: ૨૮ અઠવાડિયાથી ઓછો સમય.

ખૂબ પહેલા જન્મ.:૨૮ થી ૩૨ અઠવાડિયાની વચ્ચે.

મધ્યમ થી મોડું પ્રિટર્મ: ૩૨ થી ૩૭ અઠવાડિયા.

image source

૩૯ અઠવાડિયા પહેલા સિઝેરિયન બર્થની યોજના બનાવવી નહિ. જ્યાં સુધી ડોકટર સલાહ ના આપે ત્યાં સુધી.

પ્રિટર્મ બર્થ ક્યાં અને કેવી રીતે થાય છે?

આફ્રિકા અને દક્ષિણ એશિયામાં ૬૦% થી વધુ પ્રિટર્મ બર્થ થાય છે પરંતુ પ્રિટર્મ બર્થ ખરેખર આ એક વૈશ્વિક સમસ્યા છે. ઓછી આવક વાળા દેશોમાં સરેરાશ ૧૨% પ્રિટર્મ બર્થ થાય છે.જ્યારે વધુ આવક વાળા દેશોમાં ૯% બાળકોનો જન્મ સમય પહેલા થઈ જાય છે. ઓછી અવકવાળા દેશો માટે આ એક ખૂબ ગંભીર સમસ્યા છે.

image source

ટોપ ૧૦ દેશો. જ્યાં પ્રિટર્મ બર્થ સૌથી વધુ છે( WHO નો રિપોર્ટ).:

  • ભારત: ૩૫૧૯૧૦૦
  • ચીન: ૧૧૭૨૩૦૦
  • નાઇઝીરિયા: ૭૭૩૬૦૦
  • પાકિસ્તાન: ૧૦૦ ૧૦૦ ૧૦૦
  • ઇન્ડોનેશિયા: ૬૭૫૭૦૦
  • સંયુક્ત રાજ્ય અમેરિકા: ૫૧૭૪૦૦
  • બાંગ્લાદેશ: ૪૨૪૧૦૦
  • ફિલિપિન્સ: ૩૪૮૯૦૦
  • કાંગો લોકતાંત્રિક ગણરાજ્ય: ૩૪૧૪૦૦
  • બ્રાઝીલ: ૨૭૯૩૦૦
image source

પ્રિટર્મ બર્થ પછી બાળકની દેખભાળ કેવી રીતે કરવી?:

  • – બાળકને સમયે સમયે સ્તનપાન જરૂરથી કરાવવું કેમકે પ્રિટર્મ બર્થ પછી બાળકોને ભૂખ વધુ લાગે છે.
  • – પ્રિટર્મ બર્થ બાળકો ખૂબ નાજુક હોય છે આથી તેઓને વ્યવસ્થિત રીતે ખોળામાં લેવા.
  • પ્રિટર્મ બાળકોને હુંફાળા પાણીથી સ્નાન કરાવવું. જો કે ખાલી માથાને સામાન્ય તાપમાનવાળા પાણીથી ધોવું.

    image source
  • – જ્યારે બાળક અઢી કિલોનું થઈ જાય ત્યારે બાદ જ તેને સ્પંજથી નવડાવી શકાય છે.
  • – બાળક જ્યારે ૧ મહિનાનું થઈ જાય ત્યાર પછી જ તેને કોઈ લોશન કે ઓઇલ લગાડવું.
  • – પ્રિટર્મ બર્થ બાળકોને અડતા પહેલા હાથ સાફ કરી લેવા. તેને ચૂમવાથી બચવું ને શક્ય હોય તો હોઠોને બિલકુલ પણ ચૂમવા નહિ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ