પ્રેમ એટલે સમજુતી કે સમર્પણ ??? ખુબ ટૂંકી વાર્તા પણ ઘણુબધું સમજાવી જાય છે…

પ્રેમ એટલે સમજુતી કે સમર્પણ ???

“પ્રેમ એટલે સમજુતી કે સમર્પણ???” અમ્રિતા ના મનમાં આ સવાલ આજે રૂંધાવા માંડયો હતો, વારંવાર આ સવાલ મન મા ડોકિયા કરતો હતો,ઘર ના કામો મા પણ એનું મન નોહતુ લાગતું. ગઈકાલે જ અમ્રિતા એની ખાસમખાસ બેનપણી શિલ્પા ને ઘણા સમય બાદ મળી, પેહલી નજર મા તો તે તેને ઓળખી ના શકી કેટલી બદલાઈ ગયી હતી તે ,ક્યાં તે શિલ્પા સાદા ડ્રેસ પેહરવાવાળી ને ક્યાં આ શિલ્પા વેસ્ટર્ન ડ્રેસ થી સજ્જ એકદમ આધુનિક women. બે સ્ત્રીયો મળે ને વાતો નો લાંબો દોર ચાલુ ના થાય તો પછી થઇ રહી વાત. બંને જણ નજદીક ના કાફે મા જઈને બેઠા ને પોતાની ઝીંદગી મા શુ શુ ચાલી રહયું છે તેની વિગતવાર ચર્ચા કરવા લાગ્યા.

શિલ્પા એક મલ્ટીનેશનલ કંપની મા જોબ કરી રહી હતી ,પોતની ઝીંદગી મજા થી અને ખાસ કરીને પોતાના દમ પર જીવી રહી હતી.શિલ્પા એ જયારે પૂછયું કે “તુ શું કરે છે અમ્રિતા?”,ત્યારે અમ્રિતા પાસે એકજ જવાબ હતો “ ક્યજ નહિ બસ હાઉસવાઈફ છુ” એટલું સાંભળી ને શિલ્પા એકદમ ચોકી ગયી અને તે બોલી”શું મજાક કરે છે યાર, college ટાઇમ મા રેન્કર રહેલી તુ અને ખાલી હાવુસવાઈફ,અમ્રિતા તે પ્રેમ મા ને પ્રેમ મા કયાંક પોતાની ઝીંદગી,પોતાના અરમાનો થી સમજુતી તો નથી કરી લીધીને ને?” શિલ્પા તો આ સવાલ પૂછીને જતી રહી પણ અમ્રિતા ના મન મા સવાલોનું વંટોળ ઊભુ કરતી ગયી.

અમ્રિતા એ કોલેજ પછી પોતાના પ્રેમી આરવ સાથે લગન કરી લીધા અને પોતાના ઘર સંસાર મા વ્યસ્ત થઇ ગયી.આરવ ની જોઈન્ટ ફમેલી હ્તી બધાને સંભાળવામાં અમ્રિતા ને પોતાની જાત માટે ટાઇમ જ નોહ્તો,કોલેજ ટાઇમ ની અમ્રિતા ના જાણે ક્યાં ખોવાઈ ગયી હતી ,પણ વર્ષો પછી પાછી એ અમ્રિતા આવીને ઉભી હતી અને પોતાના અસ્તિત્વ ની પેહચાન માંગી રહી હતી.આમ તો અમ્રિતા ને કસી વાત ની ખોટ નહોતી,પણ માનવી નો સ્વભાવ છે કે જયારે એને એવુ લાગે કે તેને ઝીંદગી મા જે મળવું જોઈએ તે નથી મળ્યું તો તેને લાગી આવે.આરવ તો જાણે લગન પછી ભૂલીજ ગયો અમ્રિતા ના સપનાઓને,એને તો ફુરસત જ ક્યાં હતી પોતાના office ના કામો માથી.

સાંજ ઢળવા આવી હતી અમ્રિતા પોતની રૂમમા બેઠી હતી વિચારોમાં ખોવાયેલી,ત્યારે આરવ આવીયો office માંથી મસ્તી થી લેહરાતો જાણે પૂરી દુનિયા ને પોતાની મુઠ્ઠી મા સમાયેલી હોય ઈ રીતે બિન્દાસ્ત, ધીરે થી અમ્રિતા પાસે જઈને તેના ગાલ પર હળવું ચુંબન કરીને બોલિયો”ડાર્લિંગ ગરમાગરમ ચા બનાવી આપને “ આજે office મા બહુજ કામ હતુ ,તારા હાથ ની ચા પીવું ને તો mind ફ્રેશ થઇ જાય. અમ્રિતા કઈ પણ બોલીયા વગર સીધા kitchen માં જતી રહી. આરવ ને ચા આપીને અમ્રિતા ઘર ના કામો માં વ્યસ્ત થઇ ગયી.

આરવ તો નિરાંતે સુઈ ગયોના હતો પણ અમ્રિતા ને ઊંઘ નોહતી આવતી, પાછો એજ સવાલ ડોકિયા કરતો હતો, શું ખરેખર આરવ ફક્ત પોતાનુ જ વિચારતો હતો?? હમણા આરવ કેટલાક મહિનાથી ઘર ખર્ચ માટે ઓછા પૈસા આપવા માંડયો હતો કારણ પૂછયું તો કીધું કે તેને રોયલ enfiled બુલેટ બાઈક ખરીદવી છે બસ એના માટે સવીન્ગ્સ કરે છે , આરવ પોતાના દરેક શોખ પુરા કરતો હતો અને અમ્રિતા ના શોખ તો ના જાણે ક્યાં ખોવાઈ ગયા હતા પોતાને college time થી તેને લખવાનો કેટલો શોખ હતો અત્યારે પણ તેની લખેલી કવિતા ઓ કૈક કબાટ માં પડી હશે, તેનું તો સપનું હતું કે તે આને બૂક રૂપે publish કરે પણ તેનું તે સપનું અધૂરું રહી ગયું હતું.

સવાર પડી ચુકી હતી આરવ તેની office meeting માટે city ની બહાર ગયો હતો તે કાલે આવાનો હતો.અમ્રિતા નો પૂરો દિવસ એજ વિચારો માં ગયો, બીજે દિવસે અમ્રિતા નો જનમ દિવસ હતો રાત ના બાર વાગ્તાજ સોથી પેહલા આરવ નો તેને call આવીયો. બીજાજા દિવસે વેહલો આરવ ઘરે પોહચી ગયો હતો ,આવતાજ તેને અમ્રિતા પોતાની બાહુપાશ માં સમાવી લીધી ,તેના ગાલ પર હળવા ચુંબન કરીને પોતાના પ્રેમ થી ભીજ્નવી નાખી,આરવ બોલિયો”જાન સાંજે ready રેહ્જે આપડે આજે બહાર જવાનું છે”, અમ્રિતા ના દરેક birthday ના દિવસે આરવ તેને બહાર લઇ જતો ને એક મીની party નું આયોજન કરતો આંજે પણ આયોજન કર્યું હશે.કાર માં બેસીને બંને જણ એક જગ્યા પર પોહચી ગયા .

એક ભવ્ય hall હતો તે અંદર જોઇને જોયું તો અમ્રિતા ના દરેક મિત્રો ઇવેન કોલેજ time ના,અમિતના સગા વહાલા ,તેના mummy-papa બધાજ હાજીર હતા.બધાને આમ જોઈજને અમ્રિતા આમ ચોકી તેને આરવ ને સીધો સવાલ કરિયો”આરવ આ બધું શું છે??”

આરવ “ આ બધાને આજે મે જ અહિયાં બોલાવીયા છે actually ,હું કાલે બહાર ગામ office મિટિંગ માટે નોહ્તો ગયો હું તારા દરેક કોલેજ frnd ને આમંત્રણ આપવા ગયો હતો,આજે અહિયાં ફક્ત તારો birthday નથી ,તારી લખેલી કવિતાને મૈ એક બૂક રૂપે પુબ્લીશ કરાવી દીધી છે બસ એજ બૂક નું આજે વિમોચન છે તારા હાથે”

“પણ તું આટલા બધા પૈસા લાવિયો ક્યાં થી?”અમ્રિતા એ સવાલ પૂછ્યો.

“હું જે મહિનાઓ થી સવીન્ગ્સ કરતો હતો તે મારી બુલેટ માટે નહિ પણ તારી બૂક માટે કરતો હતો,મારી બુલેટ રાની તો તુજ છે “ આરવ એ હસતા હસતા જવાબ આપીયો.

આટલુ સાંભળીને અમ્રિતા ના આંખો માંથી દળ-દળ આંસુ ટપકવા લાગીયા,તે આરવ ને ભેટી પડી . ‘અરે શું કરે છે બધા જુવે છે”

“કઈ વાંધો નહિ જોવા દે ,આજે ફરી થી કોલેજવાળી અમ્રિતા તારા પર મરીમીટી છે આરવ ,આજે મને તારા પ્રેમ માં ભીંજાવા દે ”.

લેખક : પાગી રાજ

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ